વિરાટ કોહલી બન્યા પિતા, જાણો પત્ની અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો કે પુત્રીને?

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મમ્મી પપ્પા બની ગયા છે. અનુષ્કાએ આજે એક પ્યારી દિકરીને જન્મ આપ્યો છે. હાલ તે હોસ્પિટલમાં છે અને બંને સ્વસ્થ છે. આજનો દિવસ અનુષ્કા અને વિરાટ માટે ખાસ છે પરંતુ 11 તારીખ તેમના માટે સ્પેશ્યલ બની ગઈ છે. માત્ર એજ કારણે નહી કે આજે તેમના ઘરે દિકરીનો જન્મ થયો પરંતુ એટલે કે આજ તારીખે આ કપલના લગ્ન થયા હતા.

ખાસ વાત એ છે કે 11 ડિસેમ્બર 2017ના અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ઈટલીમાં થયા હતા. આ સીક્રેટ વેડિંગ હતી જેની કોઈને પણ ખબર નહોતી. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લગ્ન વિશે ખબર પડી. હવે 11 તારીખે જ તેમના ઘરે લક્ષ્મી આવી છે. વિરૂષ્કા માટે 11 તારીખ ખૂબ જ લક્કી સાબિત થઈ છે.

આ પહેલા પ્રેગનન્ટ અનુષ્કા શર્મા સોશ્યલ મીડિયા પર ઘણીવાર બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો શેર કરી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓમાંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલ અનુષ્કા અને દીકરી બંનેની તબિયત સારી છે.

ટ્વીટમાં કોહલીએ કહ્યું કે ‘અમને બન્નેને જણાવતાં ખુશી થઈ રહી છે કે અમારા ઘરે દીકરી જન્મી છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓનાં આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બન્ને સ્વસ્થ છે અને અમારું એ સૌભાગ્ય છે કે અમને આ જીવનના નવા ચૅપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમને આ સમયમાં થોડી પ્રાઇવસીની જરૂર છે અને અમે જાણીએ છીએ કે તમે એ વાત જરૂરથી સમજશો.

Leave a Reply

Your email address will not be published.