આટલા રૂપિયા મોંઘું હોવા છતાં અહી 9000 રૂપિયા સુસ્તુ છે સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત

ભારતીય બજારમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે પણ કઈક આવું જ જોવા મળ્યું હતું. શુક્રવારે બજારમાં ઉતાર-ચડાવ રહ્યો પરંતુ અંતે વ્યાપાર દિવસે સોનું રાત્રે 541 રૂપિયા મોંઘુ થઈને 47,256 રૂપિયા પર અટક્યું. જોકે, ઓગસ્ટ 2020માં 56191 રૂપિયાની સરખામણીએ લગભહ 9000 રૂપિયા સસ્તુ છે. જ્યારે ચાંદીની કિંમતની વાત કરીએ તો તેમાં શુક્રવારે ઝડપથી વધારો જોવા મળ્યો અને 1900 રૂપિયા મોંઘ થઈને અટક્યું. આવો જાણીએ વાયદા બજારમાં રોકણ કરવા માટે સોનું ખરીદવની તક કેવી છે.

500 રૂપિયા મોંઘુ થયું સોનું, ચાંદીમાં પણ તેજી

શુક્રવારે અંતે વ્યાપાર દિવસે સોનું અને ચાંદીની કિંમતમાં ઘણાં વધારો જોવા મળ્યો. સોનું 541 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વધારા સાથે 47,256 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું. જ્યારે તેના પહેલા સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ વાત ચાંદીની કરીએ તો 1900 રૂપિયા સુધી મોંઘું થયું છે. જે બાદ ભાવ 68,738 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે. જાણકારોની માનીએ તો આવનારા દિવસોમાં સોનું અને ચાંદી વધારે મોંઘું થઈ શકે છે.

અત્યારે પણ 9000 રૂપિયા સુધી સસ્તુ છે સોનું

તેમજ સોનું આજે પણ ઉચ્ચતમ સ્તરથી લગભગ 9000 રૂપિયા સુધી સસ્તુ છે. આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં સોનુ 56,191 રૂપિયા પ્રતિ 10 દસ ગ્રામ સુછી પહોચ્યું હતું. જે આજે વ્યાપાર સ્તર દરમિયાન 47,256 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું. તેમજ વાત ચાંદીની કરીએ તો ઓગસ્ટ મહિનામાં ચાંદી 79,980 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઉચ્ચતમ સ્તર પર હતું. જે આજે વ્યાપાર સ્તર દરમિયાન 68,738 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. એટલે કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં ચાંદ લગભગ 11 હજાર રૂપિયા સસ્તુ થઈ ચુકી છે.

વિદેશી બજારમાં પણ સોનું અને ચાંદી ઘટડો

આંતરાષ્ટ્રીય બજારમાં સોનું 20.08 ડોલર વધીને 1,814.11 ડોલર પ્રતિ ઔંસ પર પહોચી ગયું છે. એપ્રિલનું અમેરિકી સોનું વાયદા પણ 21.80 ડોલરની ઝડપી સાથે 1,813 ડોલર પ્રતિ ઔંસ પર છે. ચાંદી 2.13 ટકાની તેજી સાથે 26.92 ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાઈ છે. જ્યારે ચાંદી વાયદાની કિંમત 3 ટકાની તેજી સાથે 27 ડોલર પ્રકિ ઔંસ પર આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.