ટૈરો રાશિફળ : મેષ રાશિના જાતકોએ ગુસ્સા પર રાખવો કંટ્રોલ, વાંચો ગુરુવાર માટે શું જણાવે છે ટૈરો કાર્ડ્સ

ટૈરો રાશિફળ : મેષ રાશિના જાતકોએ ગુસ્સા પર રાખવો કંટ્રોલ, વાંચો ગુરુવાર માટે શું જણાવે છે ટૈરો કાર્ડ્સ

મેષ –

આજે ગુસ્સા પર નિયંત્રણ રાખો. લોકો તમને સ્વાર્થી હોવાની શ્રેણીમાં ગણી શકે છે. ક્રેડિટ કાર્ડ વગેરેથી લોનનો વિકલ્પ તમારા માટે નુકસાનકારક રહેશે. સરકારી વિભાગોમાં કામ કરતા લોકોએ ભૂલ કરવાથી બચવું જોઈએ. લાંબા સમય સુધી કોઈ વાતને પકડી રાખવી તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કપડાના વેપારીઓ સારો ફાયદો કમાવવામાં સમર્થ હશે. વિદ્યાર્થીઓએ જૂની ભુલો સુધારી લેવી વધુ સારું રહેશે. ઈજા થવાની સંભાવના છે તેથી કામ કરતી વખતે કાળજી રાખો. જો ઘરમાં કોઈ પેન્ડિંગ બાકી છે તો તેને પહેલા કરી લો. ઘરેલું જવાબદારીઓ નિભાવવા માટે દિવસ પસાર થઈ શકે છે, કારણ કે તમારા પ્રિયજનોને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

વૃષભ –

આજે અધુરા કાર્ય પૂર્ણ ન થવાના કારણે મનમાં નિરાશા અને ઉદાસીની લાગણી થઈ શકે છે. ટીમમાં જૂનિયરનું ધ્યાન રાખવું પડશે. કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ ઊભો ન કરો, નહીં તો તેમાંથી મોટો ઝઘડો થઈ શકે છે. સામાજિક કાર્યનો આજના દિવસે વધુ પ્રાધાન્ય આપો. તેનો લાભ ભવિષ્યમાં સારી રીતે થશે. જો ધંધામાં પરિવર્તન લાવવાનું વિચાર્યું હોય, તો હવે યોગ્ય સમય છે. હવે પછી સંજોગો અનુકૂળ રહેશે. ઈજા થવાની સંભાવના છે તેથી ખૂબ સાવધાની સાથે નિયમિત કાર્ય પૂર્ણ કરો. કૌટુંબિક વિવાદને ધીરજથી હલ કરવા જોઈએ, બિનજરૂરી ચર્ચાથી વિવાદ વધી શકે છે.

મિથુન –

આ દિવસે ખર્ચ વધુ થશે, તેથી તમારા હાથને કંટ્રોલમાં રાખો. સખત મહેનત સાથે વેપારીઓએ પણ ગ્રાહકોની માંગ પૂરી કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોએ વધુ મહેનત કરવી પડશે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગાઉના સેમ્પલ પેપરમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. પીઠના દુખાવાની સમસ્યાથી સાવચેત રહો, જો મુશ્કેલી અથવા પીડા વધે છે, તો ડોક્ટરની સલાહ લઈ સમસ્યાનું નિદાન કરો. જો તમને કોઈ સામાજિક કાર્યમાં મદદ કરવાની તક મળી રહી છે તો પછી તેને હાથમાંથી જવા ન દો. તેના ફાયદા તમને ભવિષ્યમાં જોવા મળશે. ભાઈના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કર્ક –

આજે કોઈ કામમાં આળસ ન કરો. તમારી જાતને સંપૂર્ણ રીતે સક્રિય રાખો અને સકારાત્મક વલણથી બધું કામ કરો. સામાજિક રીતે સક્રિય રહેવાનો પ્રયાસ કરો. કાર્યક્ષેત્રમાં તમારું મહત્વ વધશે. સોફ્ટવેર સાથે કામ કરતા લોકો માટે આ સમય સારો છે. સોના-ચાંદીના વેપારીઓ પણ સારો નફો કરશે. વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ મહેનત સાથે કરવો. માતાપિતાએ પણ તેમનું ધ્યાન રાખવું. બીપી સંબંધિત સમસ્યા હોય તેમણે સ્વાસ્થ્ય અંગે ચેતતા રહેવું. પરિવારની અપેક્ષાઓ પૂરી કરવામાં માનસિક તાણ રહેશે. થોડા સમય માટે તેને સહન કરો ટુંક સમયમાં સંજોગો બદલાશે.

સિંહ –

વર્તમાન તેમજ ભવિષ્યની યોજના બનાવો. ધ્યાનમાં રાખો કે આજની બચત તમારા માટે ભવિષ્યમાં એક મોટી ભેટ બની શકે છે. જો તમે રેસ્ટોરાંથી સંબંધિત ધંધો કરી રહ્યા છો, તો દિવસ તમારા માટે સારો રહેશે. છૂટક વસ્તુનું વેચાણ કરતાં વેપારીઓએ ગ્રાહક સાથે સારો વ્યવહાર કરવો પડશે. બાળકોના સ્વાસ્થ્ય વિશે ખાસ ધ્યાન રાખવું. જો કોઈ કારણોસર મનમાં તણાવ રહેતો હોય, તો તેની અસર આરોગ્ય પર જોવા મળી શકે છે, તેથી જલ્દીથી તણાવનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો. જીવનસાથીની કારકિર્દી પ્રગતિ થાય અથવા તમે નવી નોકરી શરૂ કરવા માંગતા હોય તો સમય અનુકૂળ રહેશે. મહિલાઓએ વિવાદ ન કરવો.

કન્યા –

આ દિવસે તમારા મનમાં અજાણ્યો ડર રહેશે જે તમારા કામ બગાડી શકે છે, તેથી પોતાના પર વિશ્વાસ રાખો. ઓફિસમાં હરિફાઈનો સામનો કરવા તૈયાર રહેશો. આ સમય નવું શીખવા માટે યોગ્ય છે. સારા પુસ્તકો વાંચો અને સારા વિચારો કરો. બોસને ખુશ રાખવા પરિશ્રમ કરાનું ટાળો. બધા કામ સમયસર અને સંપૂર્ણ કુશળતા સાથે કરો, ઉતાવળ ન કરો. વેપારીઓ માટે દિવસ થોડો ચિંતાજનક છે. કામ અટકી શકે છે, પરંતુ ધીરજ રાખવી. શરીરમાં રોગો વધવાની સંભાવના છે, તેનાથી બચવા માટે હળવો અને સાત્વિક ખોરાક લો. પરિવાર સાથે કોઈ કાર્યક્રમનું આયોજન કરી શકે છે.

તુલા –

જો તમે આજે કામથી ભાગી રહ્યા છો, તો બાકી રહેલ તમામ કાર્યો પૂર્ણ કરો. અભ્યાસ વધારવા માટે અભ્યાસક્રમો પુરા કરવાની યોજના બનાવી શકો છો. ઉદ્યોગપતિઓને ધંધાની ઊંડાણથી સમજણ કેળવવી પડશે. આયોજન કરીને આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. સમય અને પૈસાનો દુરૂપયોગ ન થાય તે માટે યુવાનોએ સજાગ રહેવું જોઈએ, મહત્વપૂર્ણ ડેટા સેફ રાખો કારણ કે તે ચોરી થવાની સંભાવના છે. હ્રદય રોગ સમસ્યા સર્જી શકે છે. પહેલાથી માંદા લોકોએ વધુ સજાગ રહેવું પડશે. કુટુંબમાં પિતા અને વડિલ સભ્યની સેવા કરો.

વૃશ્ચિક –

આજે આર્થિક લાભ મેળવવા માટે સંપર્કોને સક્રિય રાખવા જોઈએ. બીજાના શબ્દોથી ગુંચવાશો નહીં, રસોઈમાં રસ ધરાવતા લોકોએ હવે તેને ધંધામાં પરિવર્તન આપવાની યોજના બનાવવી જોઈએ. પરિવહન સાથે જોડાયેલા વેપારીઓ પાસે નફો કરવા માટેની મોટી સંભાવના છે. વાહનોની જાળવણી પર પણ ધ્યાન આપવું જરૂરી બનશે. પેટના રોગના દર્દીઓ વિશે ચેતવણી રાખો, તમારે અસહ્ય પીડા સહન કરવી પડી શકે છે. ડોક્ટરના સંપર્કમાં રહેવું ફાયદાકારક રહેશે. ઘરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે. વિવાહિત જીવનમાં શાંતિ રાખો.

ધન –

આજે તમારે કાર્યો પૂર્ણ કરવા માટે તમારા મગજનો ઉપયોગ પણ ઝડપથી કરવો પડશે. સંશોધન કાર્યમાં સામેલ લોકોએ વધુ સારા પરિણામો માટે તેમાં ધ્યાન વધારવાની જરૂર છે. કાર્યસ્થળ પર તમારી જાતને ઓછી ન ગણશો. પોતાની નબળી બાજુને સુધારવાની જરૂર છે. ઉદ્યોગપતિઓ આજે સારો લાભ પ્રાપ્ત કરી શકશે, ધંધામાં વૃદ્ધિ માટે આર્થિક સહયોગ મળે તેવી સંભાવના છે. યુવાનો માટે કોઈની વાતો સંપૂર્ણ રીતે સાંભળવી યોગ્ય રહેશે. કાનમાં દુખાવો થઈ શકે છે, ચેપ વિશે પણ સાવધાન રહેવું. તમે ઘરથી સંબંધિત વસ્તુઓ ખરીદી શકો છો, રસોડું અથવા સજાવટની વસ્તુ પણ તે હોઈ શકે છે.

મકર-

આજે તમારી વાણી અને શબ્દોની અન્ય પર ઊંડી અસર થશે, તેથી તેને સંતુલિત અને મધુર રાખો. સોફ્ટવેર કંપનીમાં કામ કરનારાઓને નવો પ્રોજેક્ટ મળી શકે છે. ધ્યાનમાં રાખો કે તમારી સાથે કોઈ મોટો નફો બતાવીને છેતરપિંડી ન કરી જાય, તમારા દસ્તાવેજોને કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરવું યોગ્ય નથી. યુવાનોએ ભવિષ્ય વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી, કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, અનુકૂળ પરિણામ ટૂંક સમયમાં મળશે. તમારે સ્વાસ્થ્ય સંબંધે સાવધાન રહેવું જોઈએ. જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

કુંભ –

આજે પણ તમે ખુશીઓથી ભરપુર રહેશો. તમે મજાક કરવાની અને હસવાની ટેવથી લોકોના દિલ જીતી શકશો. જો તમને ઓફિસમાં કોઈ નવું કામ મળ્યું છે, તો તે સંપૂર્ણ ઉત્સાહથી પૂર્ણ કરો. તે તમારી છબીને અસર કરી શકે છે. ટેલિ કમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને વધુ કામ કરવું પડી શકે છે. જો તમે કોઈ વ્યવસાય શરૂ કરી રહ્યા છો, તો સરકારી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખો. આજે જો સ્વાસ્થ્યની સ્થિતિ ખૂબ સારી લાગતી નથી, તો આરામ કરવાથી ફાયદો થશે, તાણ ન લો. અકસ્માતની સંભાવના છે, આવી સ્થિતિમાં સલામતીનાં પગલાં અંગે તકેદારી રાખવી પડશે.

મીન –

આજનો દિવસ લગભગ સામાન્ય રહેશે. રોજિંદા કાર્યો કરો. નિયમો અને શિસ્તને અનુસરીને કાર્યસ્થળ પર બધાં કામ સમયસર પૂર્ણ કરો. તે માટે પણ તમારી ટીમને પ્રોત્સાહિત કરો. તમારે સત્તાવાર કામમાં વધુ સમય પસાર કરવો પડી શકે છે. પરંતુ પરિવાર સાથે કોઈ બાબતે સમાધાન કરવું પડશે. થોડા સમય માટે ઉતાવળમાં મહત્વપૂર્ણ નિર્ણયો ન લેશો, જો કોઈ શંકા થઈ રહી છે તો નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી રહેશે. અનાજના વેપારીઓને સારો ફાયદો મળશે. પગની સંભાળ રાખો. માતાની સેવા કરવાની તક જતી ન કરો, તેમને ખુશ રાખો. ઘરમાં શાંતિ રહેશે.

Leave a Reply

Your email address will not be published.