મારી ઉંમર ૨પ વર્ષની છે. મારાં મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. અત્યારે મારી વાઇફ પ્રેગ્નન્ટ છે અને તેને ત્રીજો મહિનો ચાલે છે. મારે જાણવું એ છે કે તેની પ્રેગ્નન્સીના આ પીરિયડ દરમ્યાન અમારે ઇન્ટિમેટ રિલેશન બાંધવા હોય તો બાંધી શકાય ખરા? એનાથી બાળકને કોઈ તકલીફ પડી શકે? આ રિલેશન બાંધતી વખતે શું અમારે કૉન્ડોમ ફરજિયાત વાપરવું જોઈએ કે પછી હવે એ ન વાપરીએ તો ચાલી શકે? યોગ્ય ગાઇડન્સ આપશો. – કાંદિવલીના રહેવાસી
તમે ઇન્ટિમેટ રિલેશન બાંધી શકો છો. એ માટે મનમાં કોઈ જાતની શંકા-કુશંકા રાખવાની જરૂર નથી. પણ હા, કેટલીક બાબતમાં ધ્યાન રાખવાનું છે એ ભુલાવું ન જોઈએ. સૌથી પહેલી વાત, તમારાં વાઇફને બ્લીડિંગ કે પેઇનની તકલીફ ન હોવી જોઈએ. જો એવું હોય તો તમે જરા પણ રિલેશનશિપ બાંધવાનું ટાળજો. આ ઉપરાંત ગર્ભસ્થ બાળકનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે એટલે રિલેશનશિપ માટે જે નૉર્મલ પોઝિશન છે એ વાપરવાને બદલે પોઝિશન બદલીને અન્ય આસન સાથે રિલેશનશિપ બાંધવી હિતાવહ રહેશે. આસન એ પ્રકારનું જ પસંદ કરવું જેનાથી તમારું વજન ગર્ભમાં રહેલા બાળક પર સીધું ન આવે અને બાળક કે પછી બાળકની મમ્મીને કોઈ જાતની શારીરિક ઈજા સહેવી ન પડે. પ્રેગ્નન્સીના પ્રારંભના મહિનાઓમાં સ્ત્રી ઉપર અને પુરુષ નીચે હોય એ આસનથી રિલેશનશિપ બાંધી શકાય પણ બહેતર આસન જો કોઈ હોય તો એ સાઇડ-ટુ-સાઇડ પોઝિશન કે પછી બૅક પોઝિશન છે. એટલે જો શક્ય હોય તો આ આસનનો ઉપયોગ કરવો જેથી બાળક કે પછી તેની મમ્મીને હાનિ થવાની સંભાવના નહીંવત થઈ જાય.
એક ખાસ વાત કહેવાની, પ્રેગ્નન્સી કુદરતી છે; એ બીમારી નથી. જો વાઇફને કોઈ તકલીફ ન હોય અને બન્નેની ઇચ્છા હોય તો છેલ્લે સુધી ઇન્ટિમેટ રિલેશન બાંધી શકાય છે અને એ દરમ્યાન કૉન્ડોમ ન વાપરો તો એનાથી કોઈ તકલીફ નહીં થા