અંબાજી મંદિરની આ વાતોથી હજી સુધી હશો તમે વંચિત, જાણીલો બસ એક ક્લિક પર

ગુજરાતને આસ્થા અને મંદિરોનું પવિત્ર રાજ્ય ગણવામાં આવે છે. ગુજરાતમાં હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે. અને દર વર્ષે લખો લોકોઆ મંદિરોની મુલાકાત લેતા રહે છે. આ મંદિરો માં કેટલાક મંદિરો એવા પણ છે કે ત્યાં આજે પણ ચમત્કાર કે રહસ્યો જોવા મળે છે, જે હજી સુધી કોઈ પણ વ્યક્તિ જાણી નથી શક્યું. આજે અમે તમને ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી મંદિરની કેટલીક વાતો જણાવવાના છીએ જે તમે હજી સુધી ખબર નહીં હોય.

બનાસકાંઠામાં વસેલું અંબાજી મંદિર એટલે 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ, અને દર વર્ષે  લાખો લોકો માતાજીના દર્શન કરવા અહિયાં આવતા રહે છે. આ મંદિર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશોમાં પણ પ્રખ્યાત છે. આ મંદિરમાં આરાસુરી અંબાજી માતાજીના સ્થાનમાં કોઈ પ્રતિમા અથવા ચિત્રની નહીં પરંતુ ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે. અને તેથી જ અમે તમારી માટે અંબાજીની કેટલીક એવી વાતો લાવ્યા છીએ જેનાથી તમે હજુ વંચિત હશો.

હિન્દુ માન્યતા અનુસાર અને તંત્ર ચૂડામણીમાં દર્શાવવામાં આવેલી હકીકત પ્રમાણે ગબ્બર પર્વત ઉપર માતા સતીના મૃત શરીરનો હિસ્સો પડ્યો હતો. અને તેથીજ શ્રી વિસાયંત્રની પૂજા ફક્ત આખો પર પાટો બાંધીનેજ કરી શકાય છે. લોકો આ યંત્રના ફક્ત દર્શનજ કરી શકે છે તેનો ફોટોગ્રાફ લેવાની સખત મનાઈ રાખવામાં આવી છે. લોકોને માં અંબા પર એટલી શ્રદ્ધા છે કે જુલાઇ મહિનામાં દેશના ખૂણે ખૂણે થી લોકો અહી પગપાળા દર્શન કરવા આવે છે. અને દિવાળીના દિવસોમાં આ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવે છે.

માતા શ્રી આરાસૂરી અંબિકના નિજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સાથે હમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. મંદિર સુધી પહોંચવા માટે 999 પગથિયાં ચડવા પડે છે અને રોપ-વે ની પણ સુવિધા આપવામાં આવી છે. ગબ્બર પર્વત પર આ સિવાય પર્વત ની ગુફા, માતાજીના જુલા, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવા અનેક ખૂબ સુરત નજરાઓ નો આનંદ માણી શકો છો.

અંબાજીમાં દર વર્ષે ચાર નવરાત્રીઑ મનાવવામાં આવે છે જે પૈકી શરદ, વસંતિક, મહા અને અષાઢનો સમાવેશ થાય છે. આ નવરાત્રિમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યગ્ન સહિત ધાર્મિક વિધીઓ પણ યોજાય છે. આ અવસર પર ગબ્બર પર ભવિકભક્તોનો મેળાવડો ઉમટી પડે છે. અને આ દ્રશ્ય ખુબજ જોવા જેવુ અને સુંદર લાગી આવે છે.

આ બધાજ તહેવારોની ઉજવણી નો ભાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંભાળે છે. આ ટ્રસ્ટની રચના 1958 માં થઈ હતી અને તેના દ્વારા યાત્રિકોની સુખાકારી અને સગવડો વધારવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. યાત્રિકોની અનુકૂળતા માટે ટ્રસ્ટ દ્વારા અંબાજીના હાર્દમાં તમામ આધુનિક સગવડો ધરાવતા અતિથિગૃહો, પથિકાશ્રમ, ધરમશાળા અને ભોજનલયોની સગવડો ઊભી કરવામાં આવી છે. આ ટ્રસ્ટે યાત્રિકોની સુખાકારી માટે સ્ટેટ હાઇવે અને મંદિરના ચાંચરચોકને જોડતો 120 મીટર લાંબો અને 17 મીટર પહોળો ફલાય ઓવર બ્રિજ બાંધ્યો છે, જેથી શ્રદ્ધાળુઓ સીધા જ માતાજીના મંદિરે પહોંચી શકે.

અંબાજી માં તટ્રસ્ટ દ્વારા 70 બેડની અધતન હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે જેથી કોઈ પણ યાત્રાળુ નજીવો ચાર્જ દઈને પોતાનો ઈલાજ કરાવી શકે છે. અને યાત્રિકોના માલસામાનની સુરક્ષા માટે વિશાળ લૉકર રૂમ તથા મંદિરની નજીક અને ગબ્બરની તળેટીમાં વિશાળ પાર્કિંગ પ્લોટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અહી યાત્રિકોની દરેક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

જો તમે હજી સુધી અંબાજી મંદિરની મુલાકાત નથી લીધી તો જરૂર થી એક વખત મુલાકાત લો. અને જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનોને જરૂર મોકલો.

Leave a Reply

Your email address will not be published.