સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાની બજારોમાં ખુલ્લામાં અને હલ્કી ગુણવતાવાળા વેચાતા ખાદ્યપદાર્થને કારણે લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. જીલ્લાની ૧૭ લાખની અંદાજીત વસ્તી સામે માત્ર એક ફુડ ઈન્સ્પેકટર ફરજ બજાવી રહ્યા છે. ૧૮ મહિના કરતા વધુ સમયથી એક ઈન્સ્પેકટરના માથે જવાબદારી હોવાથી જિલ્લાની પ્રજાનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. ચોંકાવનારી બાબત એવી છે કે ફુડ ઈન્સ્પેકટરનું મહેકમ ચારનું છે તે દોઢ વર્ષથી ભરાતુ નથી.
જાણવા મળતી વધુ વિગત એવી છે કે, સુરેન્દ્નગર જીલ્લાની આશરે ૧૭ લાખની વસ્તી સામે જીલ્લામાં એક માત્ર એક ફુડ ઈન્સ્પેકટર કામ કરતા હોવાથી ખાદ્યચીજોના સેમ્પલ લેવાની અને જરૂરી કાર્યવાહી કરવાની કામગીરી નહીવત પ્રમાણમાં થતી હોવા છે એક બાજુ સુરેન્દ્નગર જીલ્લામાં મીઠાઈ હોય કે ફરસાણ, ભજીયા હોય કે ગાંઠીયા, પાણીપુરી હોય કે પાંઉભાજી દરેક ખાદ્યચીજોમાં હલકી ગુણવતાવાળુ તેલ અને મસાલાનો ઉપયોગ થઇ રહ્યો છે. ડિસ્કોતેલનું પણ ધુમ વેચાણ થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, જીલ્લામાં હાલ માત્ર એક જ ફુડ ઈન્સ્પેકટર છે છેલ્લા ૧૮ મહિનાથી ૪ મહેકમની જગ્યા ભરાતી નથી. ૧૨ મહિનામાં ૧૦૮ જેટલા સેમ્પલ લેવાની કામગીરી એક ફુડ ઈન્સ્પેકટરે કરવાની હોય છે, પરંતુ પુરતી જગ્યા ભરાતી ન હોવાથી આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.૧૮ મહિના કરતા વધુ સમયથી માત્ર એક ફુડ ઈન્સ્પેકટર ઉપર તંત્ર ચાલી રહ્યું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.