પતંગ ઉડાવતા સાવધાન:સુરતના પુણા વિસ્તારમાં પરિવારની જાણ બહાર બીજા માળની અગાસી પરથી પતંગ ચગાવતા પટકાયેલા પાંચ વર્ષના બાળકનું મો’ત

ઘર આંગણે રમતા રમતા બાળક ઉપરના માળે પતંગ ચગાવવા જતો રહ્યો હતો

ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં સ્કૂલો બંધ હોવાથી પતંગો અત્યારથી ઉડતા દેખાય રહ્યાં છે. ત્યારે પતંગ ઉડાવતી વખતે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. પૂણા વિસ્તારમાં આવેલા ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત પરિવારના પાંચ વર્ષનો દીકરો ઘરે અને પાડોશમાં રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળે પતંગ ઉડાવવા પહોંચી ગયો હોય છે. જ્યાંથી અચાનક પટકાતા તેનું મો’ત થયું છે. જેથી પરિવાર પર દુઃખની કાલિમા છવાઈ ગઈ છે.

રોજની જેમ રમવા ફળિયામાં ગયો હતો

પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનીલ દરરોજની જેમ ગુરુવારે સાંજે સવા ચાર વાગ્યે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો.

પતંગ ચગાવતા નીચે પટકાતા મોતને ભેટ્યો

પતંગ ચગાવતી વખતે કેનીલ બીજા માળેથી નીચે પકડાયો હતો. ગોહિલ પરિવારને જાણ થતા તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇને પરવટ પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ પુત્ર કેનીલને મૃ’ત જાહેર કર્યો હતો. જેથી પરિવાર પર દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.