ઝાલાવાડ યોગમય બન્યુ : હજારો લોકો યોગાસનના કાયક્રમમાં ઉત્સાહભેર જોડાયા

સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ચોટીલાના ડુંગરની તળેટીથી લઈને પાટડીના રણ સુધી ઝાલાવાડ જીલ્લો યોગમય બન્યો હતો. સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં જીલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ત્રણ હજારથી વધુ નાગરિકોએ વિવિધ આસન-પ્રાણાયમ કર્યા હતા.

મુખ્યમંત્રી અને વડાપ્રધાનના સંબોધન-યોગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહભેર યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, નગરપાલીકાના પ્રમુખ , જીલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી.ઝાલા, પ્રાંતઅધિકારી વી.એન.સરવૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લાકક્ષાનાં કાર્યક્રમ ઉપરાંત, વઢવાણના હવા મહેલ, સહિત દરેક તાલુકા મથકે, શાળા-કોલેજોમાં યોગના કાર્યક્રમો યોજાયા હતા.

થાનગઢ પંથકમાં ઠેર ઠેર ઉજવણી

થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન, તાલુકા ભાજપ મહામંત્રી પરશુરામભાઈ, નાયબ મામલતદાર, આરોગ્ય અધિકારી, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દરેક લોકોને આયુવેદિક ઉકાળાનું વિતરણ કર્યુ હતું.

લખતર તાલુકાના બાળકો યોગમાં જોડાયા

લખતર તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લખતર શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ ભાવગુરૂ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા લખતર મામલતદાર જી.એ.રાઠોડ, લખતર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહીત શહેરની શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ચોટીલા ડુંગરની તળેટીમાં લોકો ઉમટયાં

ચોટીલા ચાંમુડા મંદિર તળેટી ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ડ. કલેક્ટર તેમજ મામલતદાર કચેરી સહીતની તમામ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ સ્ટાફ મિત્રો સાથે યોગ કર્યા હતા અને સાથોસાથ ભાજપ અગ્રણીઓ સહીત લોકો પણ જોડાયા હતા. વહેલી સવારથીકાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.