મોટા મોટા ખેડૂતોને ત્યાં ખુબ જ સસ્તામાં કામ કરવા માટે રહેતા અને પછી ખેડૂતનાં ઘરમાં જ…

જિલ્લાના ટંકારા તાલુકામાં બાઇક ચોર ગેંગ સક્રિય થઈ હતી અને છેલ્લા મહિનાઓમાં જુદાજુદા વિસ્તારમાથી બાઈકની ચોરીઓ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ખેતીમાં મજૂરી કરવા માટે ટંકારા તલુકામાં આવેલ શખ્સો બાઇક ચોરી કરતાં ઝડપાયા છે. હાલમાં પોલીસે પાંચ ચોરાઉ બાઈકની સાથે ચાર શખ્સોને પકડી લીધા છે. બાઇક ચોર ગેંગના અન્ય સાગરીતને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ચોરી, ઘરફોડ ચોરી સહિતની ઘટના વધી હતી. જેથી ટંકારા તાલુકા પોલીસને ચોરી, ઘરફોડ ચોરી તથા વાહનચોરી સહિતના ગુના શોધવા માટે સૂચના આપવામાં આવી હતી તેવામાં ટંકારા વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. બંગાવડી ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક મોટરસાયકલ ચાલક મળી આવ્યો હતો. તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેની પાસે નહિ હોવાનુ તેને જણાવ્યૂ હતું. જેથી મોટરસાયકલના ચેચીસ નંબરની ઇ ગુજકોપ પોકેટકોપ મારફતે ખરાઈ કરાવતા ટંકારા વિસ્તારમાથી આ બાઈકની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને તેની પૂછપરછ કરવામાં આવતા બાઇક ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે ચાર શખ્સોની ચોરાઉ બાઈકની સાથે ધરપકડ કરેલ છે.

ટંકારા પોલીસે કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા જાતે ભીલ આદીવાસી (ઉ.૧૯) રહે. કોયલીને પકડ્યો હતો તેને અન્ય આરોપીઓ સાથે મળી બીજા ચાર મોટરસાયકલ ચોરી કરી હતી. મેઘપર (ઝાલા) ગામે વોકળા પાસે બાવળની ઝાડીમા તે સંતાડેલ હતા. જેથી પોલીસે ચાર શખ્સોની પાંચ ચોરાઉ મોટરસાયકલ સાથે ધરપકડ કરી છે. હાલમાં જે આરોપીઓને પકડવામાં આવી છે. કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા જાતે ભીલ આદીવાસી (ઉ.૧૯), સોનુ શ્યામલા પૈડા જાતે અનુજનજાતી (ઉ.૨૨) રહે. ભોળાગામ તાલુકો ધોરાજી, રૂમાલ ભુરસિંહ પરમાર જાતે અનુજનજાતી (ઉ.૨૧) રહે ખેંગરકા તાલુકો પડધરી અને થાનેશ મૈથુભાઈ મૈડા જાતે અનુજનજાતી (ઉ.૧૯) રહે મેઘપર (ઝા) નો સમાવેશ થાય છે. આ શખ્સો અહી ખેતીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા અને તેઓએ આર્થિક લાભ માટે અને મોજ શોખ પૂરા કરવા માટે બાઇક ચોરી કરતાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હાલમાં જે ચાર આરોપીને પકડ્યા છે તે સિવાય આ ગુનામાં હજુ રાજુ નંગરસિંહ વાસ્કેલા જાતે ભીલ આદીવાસી રહે. આગેવણી તાલુકો આંબવા અલીરાજપુર (એમ.પી.)ને પકડવાનો બાકી છે. તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, ટંકારા સહિત મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાં પણ બહારથી રોજગાર મેળવવા માટે આવતા શ્રમિકો આવતા હોય છે. જેમાંથી ઘણા શખ્સો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય અને સમયાંતરે ચોરીની ઘટનાને અંજામ આપીને પોતાના વતનમાં કે પછી બીજા જીલ્લામાં રોજગારી માટે ભાગી જાય છે. શંકાને કોઈ સ્થાન નથી ત્યારે હાલમાં જે ગેંગ પકડાઈ છે તેની પાસેથી આગામી દિવસોમાં કેટલી ચોરીના ભેદ ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *