રાજકોટ: માતા-પુત્રની આ ખરાબ સ્થિતિ જોઈને તમારી આંખોમાં આવી જશે આસું

રાજકોટ: સૌરાષ્ટ્રમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેની તસવીરો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. રાજકોટમાં છેલ્લા બે વર્ષથી પુરાયેલા માતા-પુત્રને મુક્ત કરાવવામાં આવ્યા છે. સામાજિક સંસ્થા અને 181 અભમય દ્વારા કાર્યવાહી કરીને માતા-પુત્રને મુક્ત કરાયા હતાં. જોકે માતા અને પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ બન્નેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાલ બન્નેની સારવાર ચાલી રહી છે.

રાજકોટની શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે આવેલ ગોવિંદનગર શેરી નંબર 2માં રહેતા સરલાબેન કાંતિભાઈ પ્રજાપતિ ગત 2 વર્ષથી ઘરમાં તેમના સંતાન સાથે રહે છે અને તેમના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈમાં વસવાટ કરે છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. સંસ્થા સાથે વાતચીત થતાં એ વાત સામે આવી હતી કે, મહિલાને 2 વર્ષ પૂર્વે સારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું ત્યાર બાદ તેમની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી અને પરિણામે તેઓ શૌચક્રિયા તેમની પથારી પર જ કરતા હતા.

રાજકોટમાં આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. સેવા ભાવી સંસ્થાએ છેલ્લા 2 વર્ષથી રૂમમાં બંધ 45 વર્ષીય મહિલાને મુક્ત કરાવી છે અને તેના 13 વર્ષના પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવા પહેલ કરી છે. આ ઘટનાની જાણ થતાં સોસાયટીના લોકોએ 181 અને સંસ્થાને જાણ કરી હતી.

સામાજિક સંસ્થાઓના લોકોએ મા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે જ્યારે ઘરની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. તેમના 13 વર્ષના પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપવામાં આવશે. સરલાબેન પ્રજાપતિની આ હાલત ક્યાં કારણોસર થઈ તે અંગે વધુ વિગતો એકત્રિત કરવાાં આવશે. હાલ આ પ્રકારના બનાવને રોકવા સંસ્થાઓ આગળ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ‘સાથી સેવા ગ્રુપ’ના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા એક ઘરમાંથી યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું. આ યુવતી ઘરના એક રૂમમાં છેલ્લા 6 મહિનાથી પુરાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. 25 વર્ષીય અલ્પા નામની યુવતી MBA પાસ અને CAનો અભ્યાસ કરતી હતી. જોકે તે 6 મહિનાથી એક જ રૂમમાં પુરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published.