
હાલ ભારતમાં કોરોના જેવી મહામારી માંથી પસાર થઈ રહ્યું છે, અને આ માટે સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિના કાર્યકર્મો થતાં હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી કહાની જણાવવા જય રહ્યા છીએ જેને વાંચીને તમને પણ ગર્વનો અનુભવ થશે. અમે તમને સુરતની એક એવી લેડી વિષે જણાવીશું કે જેમને લોક જાગૃતિ ના અભ્યાનને એક નવુજ રૂપ આપ્યું છે.
સુરતની 42 વર્ષીય મહિલા દૂરૈયા તપિયા એ એક વધુ સાહસ કરી ને બતાવ્યું છે. તે 26મી જાન્યુઆરીએ દેશવ્યાપી ટ્રક રાઈડ પર નીકળી હતી. આ રાઈડ નું આયોજન સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી, આત્મનિર્ભર ભારત, અને કોવિડ-19થી સુરક્ષિત રહેવાના સંદેશા અને લોક જાગૃતિ દરેક લોકો સુધી પોહચાડી શકાય તે માટે કરવામાં આવ્યું હતું. આટલુજ નહીં પરંતુ આ લેડી ગુજરાતમાં બાઈકર્સ તરીકે પણ ઓળખાય છે.
આ રાઈડમાં દૂરૈયા તપિયા સતત 35 દિવસ સુધી ટ્રક ચલાવશે અને 13 રાજ્યોના 45,000 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર પૂરી કરશે. તેમની ટ્રક સાથેની તસવીરો સામે આવી હતી અને તે ખુબજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. દૂરૈયાને બાઈકર્સ ના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના ચાહકો સુરત જ નહીં પરંતુ આખા ગુજરાતમાં છવાયેલા છે.
આ અભ્યાન દ્વારા તે અલગ અલગ ગામડાઓમાં જઈ ને લોકોને નિશુલ્ક માસ્ક, સેનિટાઈજર, પેડ અને કચરા પેટી નું વિતરણ કરશે, અને લોકોને કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગેની માહિતી પણ આપશે. આ અનોખા પ્રયાસ દ્વારા આ લેડી લોકમાં જાગૃતિ લાવવામાં જરૂર સફળ થશે તેવું લાગી રહ્યું છે.
આગળ તેમણે જણાવતા કહ્યું કે આ અભ્યાનનો ઉદેશ માત્ર સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી, આત્મનિર્ભર ભારત, અને કોવિડ-19થી સુરક્ષિત રહેવાના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવાનો જ છે. આ સફર દરમિયાન તેઓ દરેક રાજ્યના મંત્રીઓ અને નેતાઓને મળશે, અને દરેક જગ્યાએ તેમનું સ્વાગત પણ કરવામાં આવશે.
આ અભ્યાન માટે દૂરૈયાએ ત્રણ મહિનાની ટ્રક ચલાવવાની ટ્રેનિંગ લઈને લાઇસેન્સ પણ લીધું છે. આ અભ્યાન 3 મહિના સુધી ચાલશે અને અંતમાં કેવડીયા કોલોની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ થઈને સુરત ખાતે તેનું સમાપન થશે. આમ દૂરૈયા તપિયા ટ્રક ચલાવીને લોકોમાં જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ કરી રહી છે. આમ જ લોકોએ પણ આ વાત પરથી પ્રેરણા લઈને પોતેજ કાળજી લેતા શીખી જવું જોઈએ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર જનોને જરૂર મોકલો. અને આવા જ બીજા અવનવા સમાચાર અને લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.