રૂ. 700નો ગેસ સિલિન્ડર ફક્ત 200 રૂપિયામાં મળશે, જાણો કેવી રીતે ઓફરનો લાભ લઈ શકશો

શહેરથી ગામ સુધીના દરેક ઘરમાં એલપીજી સિલિન્ડર (LPG cylinder)નો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો છે. જે બાદ સબસિડી વિના 14.2 કિલો એલપીજી સિલિન્ડર (Gas cylinders) ની કિંમત 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઈ ગઈ છે. આ મહિનામાં આ સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા 1 ડિસેમ્બરે તેના ભાવમાં 50 રૂપિયા વધારો થયો હતો. પરંતુ હવે તમે આ મોંઘુદાટ સિલિન્ડર ફક્ત 200 રૂપિયામાં આ રીતે ખરીદી શકો છો. તો ચાલો જાણીએ આ ઓફર કેવી રીતે મેળવી શકાય.

તમે પેટીએમ પરથી તમારૂ એલપીજી સિલિન્ડર (LPG cylinder) બુક કરીને 500 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગના ભાગોમાં જ્યાં સબસિડી પછી એલપીજી સિલિન્ડર 700 થી 750 રૂપિયાની વચ્ચે હોય છે, ત્યારે 200 થી 250 રૂપિયાના ખર્ચે પેટીએમના વિશેષ કેશબેકનો લાભ લઈને તમારા ઘરે એચપી, ઇન્ડેન, ભારત ગેસ એલપીજી સિલિન્ડર મેળવી શકો છો.

Paytm એપ્લિકેશન દ્વારા એલપીજી સિલિન્ડર કેવી રીતે બુક કરવું તે જાણો

Step-1: જો તમારા ફોનમાં પેટીએમ એપ નથી તો પહેલા ડાઉનલોડ કરો

Step-2: હવે તમારા ફોન પર પેટીએમ એપ્લિકેશન ખોલો.

Step-3: તે પછી ‘recharge and pay bills’ પર જાઓ.

Step-4: હવે ‘book a cylinder’વિકલ્પ ખોલો.

Step-5: ભારત ગેસ, એચપી ગેસ અથવા ઇન્ડેનમાંથી તમારા ગેસ પ્રોવાઈડરને પસંદ કરો.

Step-6: નોંધાયેલ મોબાઇલ નંબર અથવા તમારી એલપીજી આઈડી દાખલ કરો.

Step-7: આ પછી, તમને પેમેન્ટ ઓપ્શન દેખાશે.

Step-8: હવે પેમેન્ટ કરતાં પહેલાં, ‘FIRSTLPG’ પ્રોમો કોડ મૂકો

માન્ય ઓફર 31 ડિસેમ્બર 2020 સુધી

પાંચસો રૂપિયા સુધીના આ કેશબેકનો લાભ પેટીએમ એપ દ્વારા પ્રથમ વખત એલપીજી ગેસ સિલિન્ડર બુક કરનારા ગ્રાહકો મળી શકશે. ગ્રાહકો 31 ડિસેમ્બર, 2020 સુધી પેટીએમ એલપીજી સિલિન્ડર બુકિંગ કેશબેક ઓફરનો લાભ મેળવી શકે છે. આ કિસ્સામાં, સસ્તા ગેસ સિલિન્ડર મેળવવા માટે તમારી પાસે ફક્ત બે દિવસ બાકી છે.

Leave a Reply

Your email address will not be published.