હવેથી ખાવા લાગો આ 5 વસ્તુઓ, હાર્ટની બીમારીઓથી રહેશો દૂર અને સાથે ધમનીઓ પણ રહેશે ક્લિન

મિત્રો, પ્રવર્તમાન સમયમા ૩૫-૪૦ વર્ષની ઉંમરના લોકોનુ નિધન હૃદયના હુમલાના કારણે થઇ રહ્યુ છે, જે આપણા માટે ઘણી આશ્ચર્યજનક બાબત છે. આ સમસ્યા થવા પાછળનુ સૌથી મોટુ કારણ એક જ છે અને તે છે ધમનીઓમાં જમા થતું પ્લાક.

તે વધુ ફેટવાળા ભોજન અને ખોટી જીવનશૈલીને કારણે જમા થાય છે અને આપણી ધમનીઓ બ્લોક કરી નાખે છે. જો તમે આ સમસ્યાથી પીડાવા નથી ઈચ્છતા તો તુરંત આ વસ્તુઓનુ સેવન શરુ કરી દો. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

કીવી :

ભારતીય લોકો આ ફળનુ સેવન ઓછા પ્રમાણમા કરે છે પરંતુ, આ ફળ છે ખુબ જ ફાયદાકારક. તેમા ભરપૂર એન્ટિઓક્સિડન્ટ હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. તેના સેવનથી ધમનીઓની દીવાલ પર જામેલો પ્લાક ધીરે-ધીરે સાફ થઈ જાય છે. આ સિવાય આ ફળ એક બેસ્ટ ડિટોક્સ ફૂડ પણ છે એટલે કે તેને ખાવાથી શરીર, લીવર અને કિડનીમાં રહેલાં ટોક્સિન્સ દૂર થઈ જાય છે.

ઓટ્સ :

આ ફળમા પુષ્કળ માત્રામા સોલ્યૂબલ ફાયબર હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. આ જ બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં પ્લાક બનાવવા પાછળ જવાબદાર હોય છે, જેથી તેને દૂર કરવા સવારે નાસ્તામાં અથવા સાંજે સ્નેક્સમા ઓટ્સ નુ સેવન કરી શકો છો. તેમા ફેટ ઓછું હોય છે જેથી, વજન નિયંત્રણમા રહે.

લસણ :

આ વસ્તુ બી.પી. અને બેડ કોલેસ્ટ્રોલ બંનેને દૂર રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. આયુર્વેદ મુજબ નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે કાચા લસણની કળી ગળવાથી સો થી પણ વધુ રોગોથી છૂટકારો મળે છે. નેશનલ કાર્ડિયોલોજિકલ રિસર્ચ સેન્ટરમાં થયેલી એક સ્ટડી પ્રમાણે, જો રોજ આ વસ્તુનુ સેવન કરવામાં આવે તો ધમનીઓમાં પ્લાક જમા થતાં રોકી શકાય છે. તેનાથી હાર્ટ એટેકની સંભાવના પણ ઓછી થાય છે.

બદામ, કાજૂ એન્ડ અખરોટ :

આ બધી જ વસ્તુઓ ધમનીઓમાં જામેલાં પ્લાકને દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે. તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. આ સિવાય આ નટ્સમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ્સ ઈમ્યૂનિટી પણ વધારે છે, જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

દાડમ :

આ ફળમા પુષ્કળ માત્રામા ફાયટોકેમિકલ્સ સમાવિષ્ટ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ તરીકે ધમનીઓની દીવાલ પર કોઈપણ ક્ષતિ થતા અટકાવે છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સની એક સ્ટડી પ્રમાણે એન્ટિઓક્સિડન્ટયુક્ત દાડમનો રસ એ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડના ઉત્પાદનને વધારે છે. જે ધમનીઓને ખુલ્લી રાખવામાં તથા લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે. માટે આ ફળ અથવા તો તેનુ જ્યુસ નિયમિત સેવન કરવાની આદત કેળવો.

Leave a Reply

Your email address will not be published.