બોટાદના હિતેશભાઈ યાદવે પત્નીના ભરણપોષણ માટે ફાળો માંગ્યો, કારણ છે કઈક આવું

બોટાદ: લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે ઘણીવાર વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે.પણ વાત ત્યાં અટકતી નથી, છૂટાછેડા લીધા બાદ પતિએ પત્નીને ભરણપોષણ માટે જે તે રકમ દર મહીને આપવાની હોય છે. વાત છે બોટાદમાં રહેતા હિતેશભાઈ યાદવ ની. નાનકડા ગામમાં રહેતા હિતેશભાઈ તેમના એક ભાઈ અને માતા-પિતા સાથે રહે છે. હિતેશભાઈ ના લગ્ન થોડા વિલંબ થી થયા પરંતુ લગ્નના થોડા મહિના બાદ પત્ની દ્વારા તેમણે શહેરમાં ધંધા માટે જવા કહેવાયું.

એવું નક્કી થયું કે હિતેશભાઈ એકલા શહેરમાં જશે અને ધંધો સેટ થયા પછી પત્નીને પણ લઇ જશે. જ્યાં સુધી ધંધો સેટ ન થાય ત્યાં સુધી પત્ની પિયરમાં રહેશે.આત્મવિશ્વાસ સાથે હિતેશભાઈ શહેરમાં ધંધા માટે જાય છે.શહેરમાં જઇને અત્યાર સુધીની ખુબ મહેનતથી ભેગી કરેલી તમામ મુડી ધંધામાં રોકી નાખે છે અને સાથે બહારથી પણ મુડી લાવીને ધંધામાં રોકાણ કરે છે. રાત દિવસ જોયા વિના ખુબ જ મહેનત કરે છે,ધીમે ધીમે ધંધો સેટ થવા લાગે છે.

આવી રીતે બધું બરાબર ચાલતું હતું ત્યાં નોટબંધી આવી અને સેટ થયેલો ધંધો ધીમે ધીમે વિખેરાવા લાગ્યો. બાદમાં એક સમયે સંપુર્ણ ધંધો ઠપ્પ થઈ ગયો.બહારથી લાવેલા પૈસા ચુકવવા માટે ઘરે પડેલા માતાપિતાના દાગીનાઓ તથા તેના લગ્નમાં કરાવેલા દાગીનાઓ વહેંચીને દેવું ભરપાઈ કર્યું.

વાત આટલે ન અટકી અને અચાનક એક દિવસ હિતેશભાઈ ને કેન્સર હોવાની જાણ થઇ. તેમણે પત્નીને કહ્યું કે આવી રીતે થયું છે તો તમે ગામડે આવી જાવ પણ પત્નીએ આડાઅવળા જવાબો આપી દીધા.હિતેશભાઈ હિમત ન હાર્યા અને પહેલા સારવાર પર ધ્યાન આપ્યું. સારવારમાં ખુબ જ ખર્ચો થયો જે મિત્રોની મદદથી તેમજ ઉધાર લીધેલા પૈસાથી ચુકવણી કરી. કેન્સરની સારવાર બાદ તેઓ શારીરિક રીતે પણ ભાંગી પડ્યા હતા.

હિતેશભાઈ ના કેહવા મુજબ પત્નીએ આવા કપરા સમયમાં સાથ તો ન આપ્યો પણ એક દિવસ કોર્ટ માંથી કાગળો આવ્યા. કાયદાકીય બાબતોમાં ખબર પડે નહી એટલે કાગળો ઓળખીતા વકીલને બતાવ્યા તો તેઓએ કહ્યું કે તમારા પત્નીએ તમારા ઉપર ખાધાખોરાકીનો કેસ કર્યો છે એટલે તમારે કોર્ટમાં હાજર થવું પડશે. એક બાજુ બીમારી અને બીજી બાજું આવું થયું છતાં પણ હિંમત હાર્યા વગર કોર્ટમાં તેઓ હાજરી આપતા હતા.

કોર્ટ ના આદેશ મુજબ પત્નીને હવે ખાધાખોરાકી/ભરણપોષણ આપવું ફરજીયાત બન્યું. હિતેશભાઈ આર્થિક ભીંસમાં હતા એટલે રૂપિયા ચૂકવી ન શકતા તેણે જેલમાં જવાનો વારો આવ્યો.એક બાજુ કેન્સર જેવી ગંભીર બીમારી અને બીજી બાજુ જેલમાં જેમ તેમ સમય વિતાવવો પડ્યો. દિવસો પાસા થયા અને હવે આજે તેઓ પોતાની વ્યથા સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે. આજે તેઓ કહે છે કે મારી પાસે બે જ રસ્તા છે કા તો મરવું કા તો માંગવું. પણ મેં માંગવાનો રસ્તો અપનાવ્યો છે.

હિતેશભાઈ ની ફેસબુક પોસ્ટ, આમ તો માંગવુ એ મરવા સમાન કહેવાય, એ પણ મારા માટે તો ખાસ, કારણ કે આટલા વર્ષો મા ગમેતેવી તકલીફો આવી છે છતા પણ મેં જાત મહેનત કરીને એ તકલીફો ને દુર કરવાની કોશિશો કરી છે અને ગમે તે પરિસ્થિતિ મા પણ એ બધી તકલીફો દુર કરી છે અને સ્વમાનથી જીંદગી જીવ્યો છું.

આજના સમયમાં મધ્યમ વર્ગનો પુરુષ કોઈને કોઈ રીતે જુદી જુદી ખરાબ પરિસ્થિતિ માથી પસાર થઈ રહ્યો છે અને જીવનને ટકાવી રાખવા માટે લડી રહ્યો છે, એમા પણ લોકડાઉન પછી ખુબ જ કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે.એવી જ એક વિચિત્ર કહી શકાય તેવી પરિસ્થિતિ મારે પણ ઉભી થઈ છે, આમ તો મારી આ માંગણી જોઈને લોકો હાંસી કરશે કારણ કે આવી માંગણી હજુ સુધી કોઈએ નહીં કરી હોય અને હાંસી નુ બીજું કારણ પણ છે કે જો કોઈ મહિલાએ આવી રીતે માંગણી કરી હોય તો તે મુદ્દો બધી રીતે બધાને ધ્યાનમાં આવ્યો હોય અને મદદ માટે ઘોડાપુર ઉમટ્યુ હોય પરંતુ કોઈ પુરુષ આવી માંગણી કરે તો હાંસી ને પાત્ર બને છે કારણ કે ” સ્ત્રીની વેદનાને વાચા હોય છે જ્યારે પુરષની વેદના મુંગી હોય છે.

મારા લગ્ન વૈશાલીબેન,ગાંધીનગર(રહે.) સાથે થયા હતા તથા હાલમાં પણ તેઓ ત્યાં જ રહે છે.અમો ખુશીથી લગ્નજીવન ગાળતા હતા પરંતુ અચાનક કોઈ કારણ વિના તેઓ પોતાના માબાપ ના ઘરે જતા રહ્યા હતા અને ઘણી બધી વખત આવવા માટે કહ્યું પરંતુ આવ્યા નહીં કે કોઈ કારણ જણાવ્યું નહીં ને એમ કરતાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા.

હાલમાં પ્રોબ્લેમ એ થયો છે કે છેલ્લા 12 મહિનાનાં ભરણપોષણ ના 96000 ( છન્નુ હજાર રૂપિયા ) એક સાથે ભરવાના આવ્યા છે ,
આમ પણ મને તકલીફ થયા પછી પહેલા જેવો કામધંધો કંઈ થતો નથી ને એમા પણ લોકડાઉન થયું એટલે જે આવક હતી તે પણ જતી રહી, અત્યાર સુધી ગમે તેમ કરીને, ઉછીના પાછીના કરીને પણ પૈસા ભરી દેતો હતો પણ હવે એ રીતે પણ કોઈ પાસે મંગાઈ એવું નથી થોડી ઘણી માબાપ માટે મુડી ભેગી કરી હતી તે પણ કાઢીને આપી દીધી,બીજી કોઈ તકલીફો હોય તો પહોંચી જવાય છે પરંતુ જીવનમાં અગત્યની તકલીફ રૂપિયા બાબતે હોય છે, જો એ ના હોય તો જીવનમાં કંઈ નથી એમ પણ કહી શકાય, મારે પોતાના રીપોર્ટ કરાવવાના છે પરંતુ પૈસાના અભાવે નથી કરાવી શકતો અને આમને ગમે તેમ કરીને પૈસા આપવા પડે છે.

હાલમાં મારી પાસે બે જ વિકલ્પો છે,કા તો મરવું ને કા તો માંગવુ.જો કે મારા માટે તો બંને એક જ છે,તેમાંથી મે બીજો વિકલ્પ પસંદ કર્યો છે.મેં ઘણીવાર અહીં ફેસબુક ના મંચ ઉપર ઘણા મહાનૂભાવોની પોસ્ટો જોઈ હતી તેઓ કહેતા હતા કે ગમે તેવી તકલીફ હોય તો પણ મરાય નહીં સામનો કરાય તો મેં એ તકલીફો નો સામનો કરવા માટે આ પોસ્ટ મુકી છે.તો જો કોઈ મિત્રોએ મદદ કરવી હોય તો નીચે આપેલ ખાતા નંબર અથવા ગુગલ પે દ્વારા કરી શકે છે.

એવું નહીં રાખતા કે કોઈ મોટી રકમ દેવી.આપને યથા શક્તિ 10,20,50,100.જે પણ આપી શકાય તે આપવા વિનંતી,બીજી વાત કે જે લોકોએ જેટલી પણ મદદ કરી હશે તે તમામ લોકોને સમય આવ્યે બધી જ પાછી આપી દઈશ.ગુગલ પે નંબર- 9904728889
કલ્પેશ યાદવ, ખાતા નંબર – 91110100003472

ફોન નં-9737723501 (જે પણ આવા કાયદાઓમા ખોટી રીતે સલવાણા હોય તેઓને હુ આમંત્રણ આપું છું કે આવો મારી સાથે સૌ મળીને એક નવી શરૂઆત કરીએ, કાયદાઓનો નહીં પરંતુ આ કાયદાઓના થતા દુરુપયોગ સામે અવાજ ઉઠાવીએ અને હિન્દુ સંસ્કૃતિ ને બચાવીએ)સૌ મિત્રોને નમ્ર વિનંતી કે જો મારી રજૂઆત યોગ્ય હોય તો પોસ્ટ ને જેમ બને તેમ શેર કરવી એટલે જેટલા લોકો વાંચે તેઓને પણ ખ્યાલ આવે કે દુનિયામાં ઘણી બધી જાતની તકલીફો વચ્ચે પુરુષ જીવતો હોય છે

Leave a Reply

Your email address will not be published.