લગ્નની રાતે કામોત્તેજના વધારવા ખવાય છે આ ખાસ ‘પાન’

આપણા દેશમાં સુહાગરાત પહેલા પાન ખાવાનો રિવાજ છે. આર્યુવેદ મુજબ, પાન પાચનને સારું બનાવે છે. પણ પાનનો ઉપયોગ કામોત્તેજના વધારવા માટે પણ થાય છે. કેટલાક કપલ્સ અંતરંગ પળોને વધુ ખુશનુમા બનાવવા માટે પાન ખાવાનું રાખે છે. તે મોઢાની વાસ તો દૂર કરે જ છે, સાથે જ તેમાં કેટલાક એવા પદાર્થ પણ હોય છે, જે કામેચ્છા વધારે છે. અનેકવાર પાનનો લાલ રંગ કેટલાક કપલ્સમાં આકર્ષણ વધારે છે. આ માટે જ કામોત્તેજના વધારવા માટે કોહિનૂર પાન ખાવાનો ક્રેઝ વધારે છે. આજે જાણી લો કે, શું છે આ કોહિનૂ પાન.

કોહિનૂર પાનની ખાસિયત

કહેવાય છે કે, આ પાન કપલ્સને જોડીમાં વેચાય છે. સામાન્ય રીતે આ પાનને ત્રણ ડબ્બામાં કલરફુલ રીતે પેક કરીને વેચવામાં આવે છે. આ પાન અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં મહિલાઓના અલગ, અને પુરુષો માટે અલગ. પુરુષો માટે બનાવાતા પાનમાં કસ્તૂરી, અગર (પશ્ચિમ બંગાળમાં મળતું સુગંધિત તરળ પદાર્થ), કેસર, ગુલાબ અને કોલકાત્તાની કેટલીક સ્પેશિયલ સામગ્રીઓ મિક્સ કરવામાં આવે છે. મહિલાઓ માટે બનાવાતા પાનમાં ગુલાબ, સફેદ મૂસળી (કામોત્તેજના વધારતી એક જડીબુટ્ટી), કેસર અને અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. આ પાનને અત્તરની ખુશ્બુદાર બોટલમાં રાખવામાં આવે છે. પાનને વેચનારા કહે છે કે, તેને યૌન સંબંધ બનાવવાના 2 કલાક પહેલા જ ખાવું જોઈએ.

હજારોમાં વેચાય છે કોહિનૂર પાન

આ પાનની વેચાણ કિંમતનો આંકડો જાણીને તમે ચોંકી જશો. આ પાન 50-100 રૂપિયામાં નહિ, પરંતુ 5 હજારમાં વેચાય છે. આ પાન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં વેચાય છે.

પાન ખાવાના ફાયદા

પાનમાં વપરાતા પત્તામાં ડાએસ્ટેસ નામનું ત્ત્ત્વ હોય છે. જે સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે. પાનમાં ઉપયોગમાં લેવાતો કાથો એક એન્ટીસેપ્ટીક છે, જે દાંતની બીમારીઓને દૂર રાખે છે. ચૂનો પણ એક પ્રકારનું એન્ટીસેપ્ટીક જ છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકા અને પ્રેગનેન્સીમાં ફાયદાકારક છે. જો તેમાં શેકેલી સુપારી નાખી છે, તો તે કફના રોગોને દૂર કરે છે અને ખાવામાં રુચિ પેદા કરે છે. પાનમાં જો મૂલેઠી નાખી છે, તો તેનાથી ગળુ સાફ થાય છે. સાથે જ એસિડિટીમાં પણ ફાયદો થાય છે. ઈલાયચી મોઢામાં સ્વાદ પેદા કરે છે, અને વાસ દૂર કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *