મા બાળકને સાચવે તેમ વડોદરાએ મને સાચવ્યો છેઃPM

જેમાં PMએ સંબોધન કરતા જણાવ્યું છે કે વડોદરા સંસ્કારની નગરી છે. વડોદરા શહેર પ્રેરણાનું નગર છે. આ શહેરે મને પણ સાચવ્યો છે. વડોદરા શહેરે અનેક મહાપુરુષોને પ્રેરિત કર્યા છે. મારી વિકાસ યાત્રામાં વડોદરાનું યોગદાન ન ભૂલી શકું, મા બાળકને સાચવે તેમ વડોદરાએ મને સાચવ્યો છે. સત્તામાં આવ્યો ત્યારે કુપોષણ એક મોટો પડકાર હતો. આજથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ થયો છે. સિકલ સેલની ચિંતા કરવાનું બિડું અમે ઝડપ્યું. દૂધ સંજીવની યોજનાથી આદિવાસી બાળકોને લાભ મળ્યો. CM તરીકે અહીં ટેકનોલોજીના ઉપયોગનો અવસર મળ્યો તથા મુદ્રા યોજનામાં લાભ લેનાર 70% બહેનો છે. તથા ડબલ એન્જીનની સરકારના કારણે ચારે બાજુ વિકાસ છે

તેમજ દેશની પહેલી રેલવે યુનિવર્સિટી વડોદરામાં બની છે.

ગુજરાતના યુવાનો માટે રોજગારની અનેક તકો ઉભી થશે: PM

જેમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યુ છે કે આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. આજે જન્મદાત્રી માતાના આર્શિવાદ લીધા છે. તથા 21000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેમજ ગુજરાતના યુવાનો માટે રોજગારની અનેક તકો ઉભી થશે. તથા પાવાગઢમાં અનેક આધુનિક સેવા શરૂ કરાવવાનો અવસર મળ્યો છે. તેમાં આજે માતાઓ અને બહેનો મને આશીર્વાદ આપવા આવી છે. તથા ગુજરાતના વિકાસથી દેશના વિકાસની પ્રતિબદ્ધતા છે.

21000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

તેમજ લાખોની સંખ્યામાં માતા-બહેનો આર્શીવાદ આપવા આવ્યા છે. તેમાં કેટલીક માતાઓ એવી મળી જેને મે પ્રણામ કર્યા હતા. 21મી સદીના ભારતના વિકાસ માટે મહિલાઓનો વિકાસ જરૂરી છે. તથા મહિલાઓની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાય છે. અમે મહિલાઓને ધ્યાનમાં રાખી અનેક નવી યોજના બનાવી છે. જેમાં મહિલાઓના જીવનને સરળ બનાવવા અનેક યોજના બનાવી છે.

Leave a Reply

Your email address will not be published.