અમદાવાદમાં આ કિંમતી વસ્તુ માટે થઈ રહી છે આ કારના સાયલેન્સરની ચોરી

અમદાવાદમાં Eeco Vanના રૂપમાં ગાડી ચોરનારે હાથે જેકપોટ લાગી ગયો છે. આ ગાડીના સાયલેન્સર માટે છેલ્લા કેટલાંક દિવસોમાં મોટી સંખ્યામાં ચોરોએ પોતાનો હાથ સાફ કર્યો છે. હવે એવા હાલાત બની ગયા છે કે અઠવાડિયાની અંદર 21 લાખ રૂપિયાના સાયલેન્સર ચોરવામાં આવ્યા છે. ચોરોની આંખો સોનાથી પણ વધુ કિંમતી વસ્તુ પર હતી. તો ચાલો જોઈ લઈએ એવું તો શું ખાસ છે આ ગાડીના સાયલેન્સરમાં. એક અઠવાડિયામાં 33 Meruti Eeco Vanના સાયલેન્સર ગાયબ થઈ જવાથી પોલીસ પણ હેરાન રહી ગઈ છે.

અમદાવાદના બે મોટા કાર ડીલરો-સાનાથલમાં કિરણ મોટર્સ અને બકરોલમાં પોપ્યુલર મારુતિ સુઝુકી મોટર્સના સ્ટોકયાર્ડ્સમાં થયેલી આ ઘટનાથી પોલીસ પણ પરેશાન થઈ ગઈ છે. એવું તો આખરે આ સાયલેન્સરમાં છે શું જે ચોર લોકો માટે જેકપોટ બની ગયું છે.

આવા ઘણા બધા સવાલો પોલીસને હેરાન કરી રહ્યા હતા પરંતુ આ સવાલોના જવાબ ત્યારે મળ્યા જ્યારે તેમને આ સાયલેન્સર ચોરવા પાછળના કારણની ખબર પડી. Eeco Vanના સાયલેન્સરની કિંમત આશરે 57 હજાર 272 રૂપિયા થાય છે. ચોરોએ આ બે કારના સ્ટોકયાર્ડમાંથી કુલ 20 લાખ 59 હજાર રૂપિયાની કિંમતના સાયલેન્સરની ચોરી કરી છે.

પોલીસ એ તપાસમાં લાગી હતી કે આખરે આ ચોર આ સાયલેન્સર્સનું કરે છે શું. પરંતુ પછી ખબર પડી કે આ સાયલેન્સરમાં કેટેલિટીક કન્વર્ટર લાગેલું હોય છે, જે પ્લેટિનમ ગ્રુપ ઓફ મેટલ્સ(PGM)નું બનેલું હોય છે. પ્લેટિનમ, પેલેડીયમ અને રોડિયમના ભેગા થવાને PGM કહેવામાં આવે છે. આ PGMની કિંમત સોના કરતા પણ વધારે હોય છે.

ચોરી કર્યા પછી આ મેટલ ડસ્ટને સુરત અને અમદાવાદ જેવી જગ્યાઓએ હેવી ઈન્ડ્સ્ટ્રીને વેચી દેવામાં આવે છે. પોલીસના કહેવા પ્રમાણે 10 ગ્રામ મેટલ ડસ્ટની કિંમત 3000 થી લઈને 6000 રૂપિયા સુધીની હોય છે. સાથે સેન્સર પણ ભારત બહારથી આવતા હોય છે, જેની કિંમત આશરે 10,000 રૂપિયાની આસપાસ હોય છે. છેલ્લા કેટલાંક દિવસોથી આ ખેલ ચાલી રહ્યો હતો, જેને સમજવામાં પોલીસ મથી રહી હતી. ચોરીની પહેલી એકાદ-બે ઘટનાઓ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું પરંતુ પાછળથી મોટી સંખ્યામાં ચોરી થતા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી અને જેની તપાસ બાદ ચોરને પકડી પાડવામાં આવતા આ ઘટનાનો ખુલાસો થયો હતો.

Leave a Reply

Your email address will not be published.