ઉનાળું સ્પેશિયલ ત્રણ ટ્રેનોનાં ફેરા વધારવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઉનાળું સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા છે. બાન્દ્રા ટર્મિનસ-જયપુર સમર સ્પેશિયલ, બાન્દ્રા ટર્મિનસ- અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ, જયપુર-સાઇનગર શિરડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારાયા છે.

ટ્રેન નં. ૦૯૭૨૪ બાન્દ્રા ટર્મિનસથી દર ગુરૂવારે સવારે ૯ઃ૩૦ કલાકે ઉપડીને બીજા દિવસે ૬ઃ૫૫ કલાકે જયપુર પહોંચશે. આ ટ્રેન ૩૦ જુન સુધી દોડનાર હતી. હવે તેને તા. ૭,૧૪,૨૧ અને ૨૮ જુલાઇના દિવસે પણ દોડાવાશે. ટ્રેન નં. ૦૯૭૨૩ જયપુરથી દર બુધવારે ૮ઃ૧૦ કલાકે ઉપડીને બીજા દિવસે ૪ઃ૫૫ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. ૬,૧૩,૨૦, અને ૨૭ જુલાઇએ આ ટ્રેન દોડશે.

ટ્રેન નં. ૦૯૬૨૨ બાન્દ્રા ટર્મિનસથી દર સોમવારે ૧૧ઃ૧૫ કલાકે ઉપડીને બીજા દિવસે ૯ઃ૧૦ કલાકે અજમેર પહોંચશે. ૨૭ જુન સુધી આ ટ્રેન દોડનાર હતી હવે તેને તા. ૪,૧૧,૧૮, અને ૨૫ જુલાઇએ પણ દોડાવાશે. ટ્રેન નં. ૦૯૬૨૧ અજમેરથી દર રવિવારે ૬ઃ૩૫ કલાકે ઉપડીને બીજા દિવસે ૪ઃ૧૫ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૩,૧૦,૧૭,૨૪, અને ૩૧ જુલાઇએ આ ટ્રેન દોડાવાશે.

ટ્રેન નં. ૦૯૭૩૯ દહર-કા-બાલાજી(જયપુર) થી દર શુક્રવારે ૨૧ઃ૨૦ કલાકે ઉપડીને બીજા દિવસે ૨૦ઃ૩૦ કલાકે સાઇનગર શિર્ડી પહોંચશે. આ ટ્રેન ૧,૮,૧૫,૨૨ અને ૨૯ જુલાઇએ પણ દોડાવાશે. ટ્રેન નં. ૦૯૭૪૦ સાઇનગર શિર્ડીથી દર રવિવારે ૭ઃ૨૫ કલાકે ઉપડીને બીજા દિવસે ૮ઃ૧૦ કલાકે દહર-કા-બાલાજી(જયપુર) પહોંચશે. તા.૩,૧૦,૧૭,૨૪ અને ૩૧ જુલાઇએ આ ટ્રેન દોડશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.