રામ મંદિર માટે આવેલ દાનના રૂ. 22 કરોડના ચેક બાઉન્સ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનના ફંડમાં અત્યાર સુધી કુલ 5457.94 કરોડની રકમ એકત્ર કરવામાં આવી છે. જોકે,જિલ્લાવાર ઓડિટ હજુ પૂર્ણ થવાનું બાકી છે. હાલમાં, અખિલ ભારતીય નિધિ સમર્પણ અભિયાનનુ મોનિટરિંગ કરતી ટીમનો એક કામચલાઉ અહેવાલ બહાર આવ્યો છે.

આ મુજબ, શ્રી રામ મંદિર માટે દાન આપનારાઓમાં લગભગ 22 કરોડના ઘણા ચેક બાઉન્સ થયા છે. તેમને અલગ કરીને, બીજો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે આ ચેક બાઉન્સ કેમ થયા છે, તેના કારણો જાણવામાં આવશે. ટેકનિકલ કારણોસર બાઉન્સ થયેલા ચેકને બેંક સાથેની મીટિંગમાં ફરીથી રિપ્રેજેંટ કરવામાં આવશે.

આ રિપોર્ટ પ્રમાણે 2253.97 કરોડનું ભંડોળ કૂપન અને રસીદો દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું. એ જ રીતે, ડિજિટલ માધ્યમ દ્વારા SBI-PNB અને BOB ના બચત ખાતાઓમાં 2753.97 કરોડ અને લગભગ 450 કરોડની ધનરાશિ એકત્ર કરવામાં આવી છે. ટ્રસ્ટ વતી ભંડોળના સમર્પણ માટે દસ, સો અને એક હજારની કુપન છાપવામાં આવી હતી. આ સિવાય આ રકમથી વધુ રકમની રસીદોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 10 રૂપિયાની કૂપનમાંથી 30.99 કરોડ રૂપિયા,100 રૂપિયાની કૂપનમાંથી 372.48 કરોડ, 1,000ની કૂપનમાંથી 225.46 કરોડ અને રસીદો દ્વારા 1625.04 રૂપિયા એકત્ર થયા છે. આ મુજબ કુલ રકમ 2253.97 કરોડ થઈ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.