કિડની ફેલ થવાની તેના સંકેત કિડની જ આપી દે છે જાણો શું છે સંકેત

કિડનીની બીમારીના આ 12 લક્ષણો જાણી, અજમાવો આ ખાસ નેચરલ ઉપાય. ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં એના પ્રત્યેની જાગૃતિનો અભાવ છે. કિડનીના રોગો અને જનજાગૃતિ માટે વિશ્વમાં દર વર્ષે કિડની દિવસ ઊજવવામાં આવે છે. જેથી આ નિમિત્તે અમે તમને કિડનીના રોગો સંબંધી કેટલીક માહિતી આપીશું. આપણા શરીરમાં કોઈપણ રોગ થયો હોય તો તેના લક્ષણોની અગાઉથી ઓળખ થઈ જાય તો સમય પહેલા જ મોટી બીમારીથી બચી શકાય અને યોગ્ય ઈ1લા કરાવી શકાય. મોટા ભાગના કિડનીનાં રોગો પણ ભેદી અને છૂપા હોય છે. આ રોગો ગુપચુપ પોતાનું કામ કરતા રહીને આપણને નુકસાન પહોચાડી શકે છે. આ રોગોમાં શરૂ શરૂમાં ક્યારેય લક્ષણો દેખાતા નથી. જ્યાં સુધી પરિસ્થિતિ ખુબ વણસી ના જાય ત્યાં સુધી રોગીને તેની ખબર જ પડતી નથી. તેથી આપણે તેને વહેલી તકે પકડી પાડવું તે જ યોગ્ય ઉપાય છે. આપણા શરીરમાં ઘણા એવા ફેરફારો થવા લાગે છે જે કિડની રોગના સંકેત હોય છે. જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનુ નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારી માંથી બચી શકાય છે. તો આજે જાણી લો શરીરમાં કેવા ફેરફાર થાય તો સમજવુ કે આ છે કિડની રોગના સંકેત.

પેશાબની પ્રક્રિયામાં ફેરફારો કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર. ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી. પેશાબ દરમ્યાન પીડા થવી અથવા કરવામાં તકલીફ થવી, ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય. પેશાબની નળીઓમાં (કે અવયવોમા) ચેપનાં કારણે દુખાવો અને સખત બળતરાં થાય. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય.

પેશાબમાં લોહી આ કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે ડૉક્ટરની મુલાકાત લેવી સલાહભર્યું છે.

સોજો: કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જ્યારે તે આવું કરવા માટે અસમર્થ થાય, ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને/અથવા ચહેરા પર ઉપસી આવે છે.

સતત નબળાઇ ભારે થાક આપણી કિડની એરાઈથ્રોપોટિન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્ત કોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમાં ઓક્સિજન વહન કરે છે . કિડની રોગોમાં, એરાઈથ્રોપોટિનનો ઘટાડો થતાં લાલ રક્ત કોશિકાઓનો ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછો મળે છે અને તેથી શરીરમાં નબળાઇ અને ભારે થાક લાગે છે.

ચક્કર આવવા અને એકાગ્રતામાં મુશ્કેલી: કિડનીનાં રોગમાં રક્તક્ષય (લોહીનો અપુરતો પુરવઠો) થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે.

આખો દિવસ દરમ્યાન ઠંડી લાગવીઃ જો તમને કિડનીનોએ રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢ નો અનુભવ થાય. પાયલોનફ્રીટિસ (Pyelonephritis) ને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે.

ત્વચા પર ખંજવાળ અને ઘસરકા : કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકા ના નિશાન જોવા મળે છે.

શ્વાસમાં દુર્ગન્ધ અને જીભમાં અપ્રિય સ્વાદ કિડનીમાં કોઈ સમસ્યા ઉદભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રૂપે મોંઢામા થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણી વાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.

પીઠ અથવા પડખામાં પીડા કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે. આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઇ શકે છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.

ઉબકા અને ઊલ્ટી: કિડનીનાં રોગને લીધે લોહીમાં જમા થતી અશુધ્ધિ નાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે.

હાંફ ચઢવી: કિડની રોગમાં ફેફસાંમાં એક પ્રકારનું પ્રવાહી /સ્ત્રાવ પેદા થાય છે. અને તેને લીધે રક્તક્ષય, કિડની રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

ઉપાય : જો પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.

 • લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
 • ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
 • નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.
 • દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમાવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે) જે અક્સિર ઇલાજ છે.
 • પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો.

કિડની સ્ટોનની સમસ્યા માટે કારેલા : કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે. અર્થાત્ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો.

ઊંટડીનું દૂધ : ઊંટડીના દૂધમાં મધુમેહ, અલ્સર, હૃદયરોગ, ગેંગરિન,કિડની સંબંધી બીમારીઓથી શરીરનો બચાવ કરવાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશીકાઓના નિર્માણમાં મદદ કરે છે જે સંક્રમણ રોગોની વિરુદ્ધ એન્ટીબોડીઝના રૂપમાં કામ કરે છે.

જવનો ઉપાયઃ- એક મુઠી ખાંડેલા જવ બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. ઊકળતા ઊકળતા એક ગ્લાસ પાણી રહે, ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળીને આ પાણી સવારે અને રાત્રે તાજેતાજું બનાવી પીવાથી લાંબાગાળે દરેક પ્રકારની પથરી મટે છે.

કળથીનો ઉપાયઃ-

 • રાત્રે એક લિટર કળથી પાણીમાં પલાળી દો. સવારે એ કળથીને એ જ પાણી સહિત ધીમી આગ ઉપર ચાર કલાક પકાવો. 1 લિટર પાણી રહી જાય ત્યારે નીચે ઊતારી લો. પછી 40 અને50 ગ્રામ(પાચન શક્તિ પ્રમાણે) દેશી ઘીથી વઘાર કરો. વઘારમાં સિંધાલૂણ નમક, કાલી મરી, જીરૂ, હળદર નાખી દો. પથરીનાશક ઔષધી તૈયાર.
 • તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે. જો મૂત્ર પિંડમાં પથરી થઈ હોય ને પેશાબ અટકી-અટકીને આવવાનું ચાલું થઈ ગયું હોય તો એક ગાજર રોજ ખાવાનું ચાલું કરી દેવું જોઈએ.
 • દર મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ.
 • એક મૂળાને કાપા પાડીને તેમાં 20-20 ગ્રામ ગાજર શલગમના બીજ ભરી દો, ત્યારબાદ મૂળાને શેકી લો, ત્યારબાજ મૂળામાંથી બીજ કાઢી પીસી લો. સવારે પાંચ કે છ ગ્રામ પાણીની સાથે એક મહિના સુધી પીતા રહો, પથરી અને પેશાબની બીમારીઓમાં ફાયદો મળશે.
 • જો કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે.
 • જીરાને ખાંડીને ચાસણી બનાવી તેમાં કે મધની સાથે લેવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે.

કિડની ફેલ થવાની છે તેના સંકેત કિડની જ આપી દે છે કિડની ફેલ હોવાના અંતિમ સ્ટેજનો મતલબ કિડની સંપૂર્ણપણે કામ ન કરવા સાથે છે . જો કોઈ વ્યક્તિની કિડની ફેલ થવાનાં અંતિમ સ્ટેજે હોય છે , તો તેના માટે કંઈ કરી શકાતું નથી . માટે આ મહત્વનું છે કે જ્યારે પણ આપને કિડની સાથે જોડાયેલી કોઈ સમસ્યા આવે , તો આપ તરત કોઈક યોગ્ય અને પ્રોફેશનલ તબીબની સલાહ લો . અહીં કિડની ફેલ થવાની ચેતવણી સાથે સંબંધિત લક્ષણો અંગે જણાવાયું છે . પોતાનાં તથા પોતાનાં પ્રિય લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું મહત્વનું છે . માટે આ લક્ષણો વિશે જાણો . એડેમા ઃ એડેમાનાં પ્રથમ તબકકે માત્ર પગમાં સોજા આવે છે . એવું એટલા માટે થાય છે , કારણ કે કિડની શરીરમાંથી પાણી બહાર નથી કાઢી શકતી . તેનાથી શરીરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે : એનીમિયા : કિડનીનું એક મુખ્ય કામ શરીરમાં લાલ રકત કોશિકાઓનાં નિર્માણને વ્યવસ્થિત જાળવી રાખવાનું છે . દુર્ભાગ્યે જ્યારે કિડની ફેલ થવાની શરૂઆત થાય છે તો લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણમાં ઉણપ સયછે કે જેથી એનીમિયા થાય છે . હેમેટયુરિયા : જ્યારે કિડની ફેલ થવાની શઆત થાય છે , તો આપનાં મૂત્રમાં રકતનાં લાલ થકકા દેખાય છે . કિડનીની સમસ્યા થતા વિવિધ લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ; જેમ કે મૂડ સ્વિંગ્સ મૂડમાં ફેરફાર ) , ભ્રમ તથા મતિ ભ્રમ . પીઠમાં ખૂબ દુઃખાવોઃ આ દુઃખાવો બહુ બધુ તીવ્ર હોય છે તથા શરીરનાં એક તરફનાં પાછલા ભાગે થાય છે . આ દુઃખાવો પેટમાં નીચેની તરફ થઈ કંમર અને અંડકોષ સુધી પણ પહોંચી શકે છે . મૂત્રત્યાગમાં ઉણપ : મૂત્ર ત્યાગ વખતે મૂત્રનું ઓછા પ્રમાણમાં બહાર આવવું દર વખતે કિડનીની સમસ્યા તરફ સંકેત નથી કરતો , પરંતુ જો આપને એવું લાગે કે શરીરમાંથી નિકળતા આ તરલ પદાર્થનાં પ્રમાણમાં ઘટાડો થયો છે , તો આપે તબીબી પરામર્શ અવશ્ય લેવો જોઇએ

Leave a Reply

Your email address will not be published.