બબીતા જી પોતાની સાથે હમેશા રાખે છે આ ડબ્બો, જાણો તેમાં શું છે ખાસ

તારક મહેતા ક ઉલટા ચશ્માના લોકપ્રિય કલાકારોમાં બબીતા જી નું અલગ સ્થાન છે. મુનમુન દત્તા આ રોલ ઘણો અલગ અંદાજથી નિભાવી રહી છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી.

આ જ કારણ છે કે તેની ગણતરી દેશના સૌથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસમાં થાય છે. મુનમુનને જાનવરો પ્રત્યે પણ ઘણું આકર્ષણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેઓ ના માત્ર પોતાની સુંદર તસ્વીરો શેર કરે છે, પરંતુ પાલતું જાનવરો સાથે પણ તેમને જોવામાં આવે છે. ભટકતા પશુઓની મદદ કરવા માટે પણ બબીતા જી પ્રસિદ્ધ છે.

આ અગાઉ ખબર આવી હતી કે મુનમુન દત્તાએ મુંબઈ પોલીસ પાસે ગોરેગાંવ ફિલ્મ સિટીની આસપાસના વિસ્તારોમાં રખડતા પશુઓની સેવા કરવા માટે ખાસ મંજુરી લીધી છે.

જાણકારી તેવી છે કે મુનમુન દત્તા પોતાની સાથે એક ખાસ કીટ રાખે છે. આ કોઈ મેકઅપ બોક્સ નથી પરંતુ તેમાં એન્ટીફંગલ સ્પ્રે, કીટનાશક સ્પ્રે અને અન્ય દવાઓ હોય છે.

આ ખાસ કીટ હમેશા તેમની કારમાં રહેલી હોય છે. જ્યાં પણ કોઈ આવારા કુતરા કે બીજા કોઈ જાનવર ઇન્ફેકશનથી પીડિત જોવા મળે છે, તેઓ તરત ઈલાજ કરી દે છે.

આ જાણકારી સામે આવ્યા બાદ મુનમુન દત્તા પ્રત્યે લોકોમાં માન સમ્માન ઘણું વધી ગયું છે. ચાહકોનું કહેવું છે કે પોતાની સુંદરતા અને શાનદાર એક્ટિંગ બાદ મુનમુન દત્તનું આ કામ જોઇને તેના પ્રત્યે સમ્માન હજુ વધી ગયું છે. મુનમુન ખરેખર એક રોલ મોડલ છે.

તારક મહેતા ક ઉલટા ચશ્માંના બબીતા જી એ થોડા સમય અગાઉ તેમનું એક સપનું શેર કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ એક એનીમલ ફાર્મ શેલ્ટર બનાવવા માંગે છે.

આ જગ્યા માત્ર આવારા પશુઓ માટે હશે, જ્યાં તેમનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. બબીતા સતત આ દિશામાં પ્રયત્ન કરી રહી છે અને તેમને ભરોસો છે કે એક દિવસ જરૂરથી સફળતા મળશે.

Leave a Reply

Your email address will not be published.