ભાજપ શાસિત રાજ્યોમાં PM કિસાન યોજનાના નામે મોટું કૌભાંડ- જાણો કઈ રીતે 2327 કરોડનો લાગ્યો ચૂનો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કેવીરીતે કરોડોનું કૌભાંડ થયું છે તેનું જીવંત સબુત મળી આવ્યું છે. અને સરકારે પણ આ વાત સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત 32.91 લાખ ખેડુતો એવા છે કે, જેમને આ યોજનાના માપદંડ પણ નહોતા આવતા અને આ દરેક ખેડૂતોને કરોડો રૂપિયા આપી દેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ખુબ જ મોટો ઘોટાળો થયો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે. આવું પહેલી વાર નથી બન્યું કે સરકારે આ અંગે સ્વીકાર કર્યો હોય, પરંતુ આવું પહેલા પણ બની ગયું છે. ગયા મહિને જ એક આરટીઆઈના જવાબમાં, સરકારે સ્વીકાર્યું હતું કે 20.48 લાખ અયોગ્ય ખેડુતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 1,364 કરોડ આપી દીધા હતા.

આ યોજનાનો ખોટી રીતે ઉપયોગ લેનાર દર ચોથો વ્યક્તિ ભાજપ શાષિત રાજ્યનો છે…

એક વાત એ પણ સામે આવી છે કે, આ યોજના હેઠળ જેટલા યોગ્ય ખેડૂતોને રૂપિયા મોકલવામાં આવ્યા છે તેમાં 40 ટકા એટલે કે દર ચોથો વ્યક્તિ ભાજપ શાષિત રાજ્યનો છે. આ જોઇને સાફ સાફ માલુમ પાડી રહ્યું છે કે આ ખુબ જ મોટું કૌભાંડ છે. આનો અર્થ એ છે કે ભાજપ સરકારો પણ આ યોજનાને યોગ્ય રીતે લાગુ કરવામાં સક્ષમ નથી.

હાલમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપ અથવા તેના સહયોગી રાજકીય પક્ષોની સરકાર છે. આ રાજ્યોના 13.76 અપાત્ર ખેડુતોને 1,092 કરોડ રૂપિયા મોકલી દીધા છે. તે જ સમયે, જે 12 રાજ્યોમાં કોંગ્રેસ અથવા અન્ય પક્ષોની સરકારો છે તે રાજ્યોમાં 19.14 લાખ અયોગ્ય ખેડુતોને કુલ 1,235 કરોડ આડેધડ આપી દીધા હતા. પશ્ચિમ બંગાળમાં હજી આ યોજના લાગુ કરવામાં આવી નથી.

અપાત્ર ખેડૂતોને પૈસા આપ્યા પણ 10% પણ પાછા ન મેળવી શકી કેન્દ્ર સરકાર

સરકાર અયોગ્ય ખેડૂતોને ચૂકવવામાં આવેલી રકમના 10% પણ પુન:પ્રાપ્ત કરી શકી નથી. અયોગ્ય ખેડુતોને મોકલવામાં આવેલા 2,327 કરોડ રૂપિયામાંથી માત્ર 232 કરોડની વસૂલાત થઈ છે.

સૌથી મોટી આશ્ચર્યજનક વાત તો એ છે કે એવા 17 રાજ્યો છે જ્યાંના 1.92 લાખ અયોગ્ય ખેડુતોને 180.36 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ સરકાર તેમાંનો એક રૂપિયો પણ પાછો લઇ નથી શકી. ભાજપ દ્વારા શાસિત 14 રાજ્યો પણ છે. ફક્ત દિલ્હી, પુડ્ડુચેરી અને ઓડિશા એવા છે જ્યાં ભાજપ સરકાર નથી.

અહિયાં વાત થઇ અયોગ્ય ખેડૂતોની પણ યોગ્ય ખેડૂતોને કેટલું મળ્યું?

અયોગ્ય ખેડુતોની સાથે સરકારે કિસાન સન્માન નિધિ યોજનાના માપદંડ હેઠળ આવતા તે ખેડૂતોના ડેટા પણ શેર કર્યા છે. આ પ્રમાણે સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10.74 કરોડ ખેડૂતોને 115.22 કરોડ રૂપિયા આપ્યા છે.

આખરે, કિસાન સન્માન નિધિનો લાભ કોણ લઈ શકે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે, તેનો અમલ ડિસેમ્બર 2018 થી બેકડેટમાં જઈને કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ પાત્ર ખેડુતોને દર વર્ષે 3 હપ્તામાં 6 હજાર રૂપિયા મળે છે. એટલે કે, દર 4 મહિનામાં 2000 રૂપિયા.

શરૂઆતમાં આ યોજનાના કાર્યક્ષેત્રમાં ફક્ત એવા ખેડૂતનો સમાવેશ થતો હતો જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હતી, પરંતુ પાછળથી તમામ ખેડુતોને આ યોજનામાં શામેલ કરવામાં આવ્યા હતા. જો કે, સરકારી કર્મચારીઓ અથવા આવકવેરા ભરનારાઓને યોજનામાં શામેલ કરવામાં આવ્યા ન હતા.

આ ઉપરાંત 10 હજાર રૂપિયાથી વધુનું પેન્શન મેળવનારા ડોકટરો, એન્જિનિયરો, સીએ અને કર્મચારીઓ પણ આ યોજના હેઠળ આવતા નથી. પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.