ટૈરો રાશિફળ : સોમવારનો દિવસ સિંહ રાશિના જાતકોને કરાવશે લાભ, વાંચો અન્યનું ફળકથન

મેષ- આ દિવસે બધા કામ મનથી કરવા પડશે, કારણ કે આજે કરેલા કામ તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે. ઓફિસની પરિસ્થિતિ વિશે વાત કરતા બાકી રહેલા કામોનો નિકાલ કરવાનો આગ્રહ રાખો. નવા ધંધાની શરૂઆત કરવામાં થોડી મુશ્કેલીઓ આવશે. કારણ રોકાણ માટે નાણાનો અભાવ હોય શકે છે. સ્વાસ્થ્ય માટે સાવધાન રહો, નાના રોગો આજે મોટી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. જો નાનો ભાઈ ભૂલ કરે તો તેને માફ કરવા જોઈએ અને સંબંધને સુધારવાનો આગ્રહ રાખવો જોઈએ.

વૃષભ – આ દિવસે આર્થિક અસમાનતા દૂર થતી જોવા મળશે, બીજી તરફ નજીકના વ્યક્તિ પાસેથી પણ આર્થિક સહયોગ મેળવી શકાય છે. આજે એક વાત ધ્યાનમાં લેવી કે એ રકમ ઓછી રાખવી. ઓફિસમાં વાતો કરનારાઓથી દૂર રહો, ખાસ કરીને જેઓ તમારી ખૂબ પ્રશંસા કરે છે તેનાથી ખૂબ ધ્યાન રાખો. સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય વિશે વાત કરતા રમતગમત કે યોગ જેવી સ્વાસ્થ્યપ્રદ પ્રવૃત્તિઓ તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે, તેથી નિયમિતપણે યોગનો અભ્યાસ કરવો. તમે ઘર માટે નવી વસ્તુ ખરીદી શકો છો.

મિથુન – આ દિવસે તમારે પોતાના મન પર કાબૂ રાખવો પડશે. જેથી મન આળસ તરફ આકર્ષિત ન થાય. કાર્યોને લઇને સાથીદારો સાથે ઓફિસમાં તણાવ થઈ શકે છે, તેથી બીજાને ભાર આપવાને બદલે સમજદારીનો ઉપયોગ કરીને કાર્ય પૂર્ણ કરો. જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેઓએ તેમના ભાગીદારો સાથે તાલમેલ રાખવો જોઈએ નહીં તો સંબંધ નબળા પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે હાઈપર થવાની જરૂર નથી. પરિવારના સભ્યો સાથે નાનામાં નાના ખુશીઓ શેર કરવાથી તમે ખુશ થશો.

કર્ક – આ દિવસે આપણે શારીરિક, માનસિક અને આર્થિક નુકસાનથી બચવું જોઈએ. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડી શકે છે. તમારે સખત મહેનત કરવી પડશે, પ્રગતિના દરવાજા જાતે ખોલવા પડશે. વ્યવસાયના પરિવર્તનને ધ્યાનમાં લેવું જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે પરિવર્તન દરમિયાન સહયોગીઓની સંખ્યા ઓછી થઈ શકે છે. કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેમની રચનાત્મકતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંભાળ રાખો. પારિવારિક વાતાવરણ ખુશખુશાલ બનશે, બીજી તરફ ઘરના વડિલોના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો.

સિંહ- આજનો દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં કામ પુરા કરી લેવા. જો કામ બગડે અને ખરાબ થઈ રહ્યું હોય તો પરેશાન ન થશો. કાર્યો ઝડપથી કરવાની તમારી આદત ફાયદાકારક સાબિત થશે, બોસ પણ સારા પ્રદર્શનથી ખુશ થશે. લાકડા અને ફર્નિચરને લગતા ધંધા કરનારાઓએ હાલના સમયમાં સોદાબાજીમાં નુકસાનને ટાળવું જોઈએ, આર્થિક નુકસાન અંગે જાગૃત રહેવું જોઈએ. યુવાનો માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બદલાતા હવામાનને કારણે સ્વાસ્થ્યમાં ગડબડ થવાની સંભાવના છે. બાળકોના શિક્ષણ અંગે ચિંતા થઈ શકે છે.

કન્યા – આ દિવસે તમારા લોકો પ્રત્યે અત્યંત ગુસ્સે ન થશો, હાલના સંજોગોથી તમે અપસેટ થઈ શકો છો, કારણ કે આ પ્રતિકૂળ સંજોગો કાયમ રહેશે નહીં. ઓફિસમાં તમાર પદ વિશે વાત કરતા જો તમને હમણા બઢતી મળી નથી તો તે મળવાની શક્યતા વધુ બની રહી છે. હાલના સમયમાં વેપારીઓને ફાયદો થઈ શકે છે. વિવાહિત જીવનમાં થોડો તણાવ આવી શકે છે, તેથી કોઈ પણ બાબતમાં વધારે ધ્યાન ન આપવું સારું રહેશે, નહીં તો તે બગડી પણ શકે છે. કૌટુંબિક જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર રહેવું જોઈએ.

તુલા – આ દિવસે તમારે બધે નજર રાખવી પડશે, કારણ કે તમારી પીઠ પાછળ શત્રુઓ ષડયંત્ર કરી શકે છે. ડિઝાઇનિંગ અથવા બેંકિંગમાં કામ કરનારા લોકો માટે દિવસ ફાયદાકારક સાબિત થશે, જ્યારે બીજી તરફ પરિસ્થિતિ અન્ય લોકો માટે સામાન્ય રહેશે. ઓટો મોબાઇલથી સંબંધિત વ્યવસાય કરનારાઓને થોડો નફો મળી શકે છે. લાંબા સમયથી લેપટોપ અને મોબાઇલના યૂઝર્સએ સજાગ રહેવું જોઈએ, તેનો વધુ પડતો ઉપયોગ આંખોને લગતા રોગોને જન્મ આપશે. પરિવારમાં કોઈપણ નવા મહેમાનના આગમન વિશે શુભ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક – જો આજે તમારી પાસે કામ ન હોય તો તમારે નિરાશ થવું નહીં. સમય બદલાશે. નિરાશા તમને નકારાત્મકતા તરફ દોરી શકે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિ સફળતા આપવા જઇ રહી છે, તેથી જો કોઈ મૂંઝવણ હોય તો તેનું નિરાકરણ લાવો. વેપારીઓએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવા રોકાણનું પ્લાનિંગ કરવું જોઈએ, તેનાથી તમને આર્થિક ફાયદો થશે. આજે ખાવા પીવામાં કોઈ બેદરકારી ન રાખો સમસ્યા વધી શકે છે. બિનજરૂરી રીતે બહાર જવાને બદલે ઘરે સમય પસાર કરો. પરિવારમાં કોઈ બાબતે વિવાદ થવાની સંભાવના છે.

ધન- આ દિવસે તમારે સકારાત્મક રહીને દિવસ વિતાવવો પડશે, બીજી તરફ તમારે આળસ અને આરોગ્ય બંનેની પ્રકૃતિને સમજવી પડશે કારણ કે કેટલીક વખત તબિયત ખરાબ હોવાને કારણે તમને કામ કરવાનું મન થતું નથી. બોસ સાથે અભિમાન કે ગુસ્સાથી વાત કરવાની સ્થિતિ ટાળવી જોઈએ. વેપારીઓએ સજાગ રહેવું પડશે કારણ કે ગ્રહોની સ્થિતિ ધંધાના વિકાસને અટકાવી શકે છે. મહિલાઓને હોર્મોન્સને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, સાથે સગર્ભા સ્ત્રીઓએ પણ જાગૃત રહેવું જોઈએ. વિવાહિત જીવનમાં મીઠાશ જાળવવા માટે એકબીજાને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મકર – આ દિવસે મન પ્રસન્ન રહેશે, જેની અસર કાર્યમાં પણ દેખાશે. જો કાર્યક્ષેત્રમાં બે લોકો વચ્ચે વિરોધાભાસી વાતો થાય છે, તો તમારે વિવાદને સમજી અને સમાપ્ત કરવા માટે મધ્યસ્થી કરવી પડશે. નિકાસ અને આયાતનું કામ કરનારા વેપારીઓ માટે દિવસ મહત્વપૂર્ણ છે, ભવિષ્ય માટે કેટલીક વિશેષ યોજનાઓ બનાવવામાં આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જે લોકો લાંબા સમયથી બીમાર છે તેઓએ ડોક્ટરની સલાહથી સારવાર લેવી જોઈએ. પરિવારમાં સબંધીઓ સાથે સારો સમય વિતાવશો.

કુંભ – આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો છે. કાર્યક્ષેત્રમાં કલાત્મકતાનું પ્રદર્શન કરી શકશો. વેપારીઓએ તેમની છબિ ખરાબ ન થાય તે વાતનું ધ્યાન રાખવું પડશે. આજે ખાસ કરીને જ્યારે મુસાફરી કરો ત્યારે સાવધાન રહેવું. વાહન ચલાવતી વખતે પણ સાવધાન રહેવું. આજે બહારનું ખાવાનું ટાળવું. વધુ વજનવાળા લોકોએ સાવધાન રહેવું જોઈએ. આજે પરિવાર સાથે વાતચીતમાં સમય પસાર થઈ શકે છે, આ વાતો કેટલીક મીઠી-મીઠી યાદોને પણ પાછી લાવશે.

મીન – આજની શરૂઆત ભગવાનની ઉપાસનાથી થવી જોઈએ. તમે જે પણ કામ કરો છો તેમાં બેદરકારી ન રાખો. કાર્યક્ષેત્રમાં વસ્તુઓ ખૂબ ઝડપથી બદલાઈ જશે. કેટલીકવાર કામમાં આનંદ આવશે અને ક્યારેય કામ ન કરવાની ઇચ્છા થઈ શકે છે. વેપારીઓને મોટો સોદો હાથ લાગી શકે છે, જેના કારણે મોટો ફાયદો થવાની સંભાવના છે. યુવાનોએ કોઈની પણ વાતોમાં ફસાવવાથી બચવું જોઈએ. આજે તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. માતૃ પક્ષ તરફથી શોકના સમાચાર મળવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.