સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં નવ વર્ષમાં ફકત ત્રણ સભ્ય નોંધાયા

સુરેન્દ્રનગરમાં ગરીબ મધ્યમવર્ગ માટે આશિર્વાદ રૂપ સી.યુ.શાહ મેડકીલ સેન્ટર (સી.જે.હોસ્પિટલ)માં આજીવન સભ્ય ફી વધારીને રૂા.૫૦,૦૦૦ કરવામાં આવતા છેલ્લા નવ વર્ષમાં ફકત ત્રણ વ્યકિતએ આજીવન સભ્યપદ લીધુ છે.

સી.જે. હોસ્પિટલમાં સંચાલક મંડળની ચૂંટણી યોજાવાની હોય ત્યારે રાજકારણ ગરમાતું હતુ અને નવા આજીવન સભ્યો બનવા ઘસારો થતો હતો. ૨૦૧૧ પહેલા હોસ્પિટલના આજીવન સભ્ય બનવાની ફી રૂા.૫૦૦ હતી ત્યારે ૧૦૬ લોકો આજીવન સભ્ય બન્યા હતા. ત્યારબાદ આજીવન સભ્ય ફી વધારીને રૂા.૭૫૦૧ કરવામાં આવતા ૨૦૧૧થી ૨૦૧૩ સુધીમાં ૩૬૯ લોકોએ આજીવન સભ્યપદ લીધુ હતુ. આથી ૨૦૧૩માં આજીવન સભ્ય ફી વધારીને રૂા.૫૦,૦૦૦ કરી નાંખવામાં આવી હતી. આથી ૨૦૧૩થી ૨૦૨૨સુધીમાં ફકત ત્રણ વ્યકિત કિરીટકુમાર શાહ-સુરેન્દ્નગર, ડો.અલ્પેશભાઈ ગોહિલ-સુરેન્દ્નગર તથા આર.એન. પઢીયારએ આજીવન સભ્યપદ લીધુ છે. સુરેન્દ્નગરના નાગરીક અશોકભાઈ પારેખે આર.ટી.આઈ અંતર્ગત આ માહીતી માંગતા હોસ્પિટલના માનદમંત્રીએ આ માહિતી આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.