ચક્કરગઢ દેવળિયા પાસેથી ગેરકાયદે રેતી ચાેરી ઝડપાઇ, પોલીસે બે ટ્રેકટર અને રેતી જપ્ત કરી

અમરેલી જિલ્લામા ખાસ કરીને શેત્રુજી નદીના પટ સહિત નદીમા બેફામ રેતી ચાેરી ચાલી રહી છે. ત્યારે પાેલીસે અમરેલીના ચક્કરગઢ દેવળીયાની સીમમાથી બે ટ્રેકટરને રેતી ચાેરી કરતા ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા ત્રણ લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.પાેલીસે અમરેલીના ચક્કરગઢ દેવળીયા ગામની સીમમા શેત્રુજી નદીના પટમાથી રેતી ચાેરી ઝડપી પાડી હતી. અહીથી પાેલીસે ટ્રેકટર નંબર જીજે 14 અેકે 0510મા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય રતિલાલ ઉર્ફે લાલાે ખાેડાભાઇ જાદવ નામના શખ્સને ઝડપી લીધાે હતાે.

પાેલીસે અહીથી રૂપિયા 1.50 લાખનાે મુદામાલ કબજે લીધાે હતેા.જયારે પાેલીસે અા જ વિસ્તારમાથી રેતી ચાેરી કરતા ટ્રેકટર નંબર જીજે 07 અેઅેન 870ને પણ ઝડપી લીધુ હતુ. પાેલીસે દિનેશ પ્રવિણભાઇ ખુમાણ નામના ચાલકની ધરપકડ કરી કુલ રૂપિયા 1.50 લાખનેા મુદામાલ કબજે લીધાે હતાે

Leave a Reply

Your email address will not be published.