કેનેડાની આ વિચિત્ર ઘટનાથી ચારેકોર હાહાકાર, પતિને કૂતરાની જેમ પટ્ટો બાંધીને ફેરવતી મહિલા પર કરાઈ આકરી કાર્યવાહી

ટોરોન્ટો કેનેડામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. અહીં એક મહિલા તેના પતિને ગળામાં પટ્ટો બાંધીને ફેરવી રહી હતી. આ દરમિયાન શહેરમાં કોરોનાવાયરસને કારણે નાઈટ કરફ્યૂ હતુ અને પોલીસે બંનેને આશરે 3000 ડોલર એટલે કે રૂપિયા 2 લાખ 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ ઘટના કેનેડાના ક્યુબેક શહેરની હોવાનું કહેવાઈ રહ્યું છે જ્યાં સરકારે રાત્રે આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા દરમિયાન કોરોના કરફ્યૂની જાહેરાત કરી છે.

સમાચાર એજન્સી રાયટર્સના સમાચાર મુજબ પોલીસે જોયું કે એક મહિલા એક વ્યક્તિના ગળામાં પટ્ટો બાંધીને પાલતુ કૂતરાની જેમ રસ્તા પર ચાલી રહી છે. ઘટનાનો સમય રાતના 9 વાગ્યાનો હતો અને કરફ્યૂ શરૂ થયાને એક કલાકથી વધુ સમય વીતી ગયો હતો. પોલીસે જણાવ્યું કે મહિલા અને પુરુષ પતિ અને પત્ની છે. આ કૃત્ય માટે તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ કરફ્યૂ તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે પોલીસે મહિલાને કરફ્યૂ તોડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેને ઘરની આજુબાજુ 1 કિમી સુધી તેના કૂતરા સાથે ચાલવાની છૂટ આપવામાં આવી છે.

જ્યારે પોલીસે મહિલાનો જવાબ સાંભળીને કહ્યું કે તે કૂતરો નહીં પણ તમારા પતિ છે, તો મહિલાએ તેના પર બબાલ કરી અને હંગામો મચાવી દીધો. આના આધારે પોલીસે બંનેને 1500-1500 ડોલરનો દંડ ફટકાર્યો હતો. જો કે, મહિલાએ દંડ ભરવાની પણ ના પાડી દીધી છે. પોલીસનું માનવું છે કે મહિલાએ આ બધા નાટક કરફ્યૂના ભંગની દંડથી બચવા માટે કર્યા હતા. તમને જણાવી દઈએ કે કેનેડામાં કોરોના કેસોમાં વધારો થયો ત્યારથી નાઇટ કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે. આ કરફ્યૂ હેઠળ કોઈ પણ વ્યક્તિને બિન-આવશ્યક સેવા અને વ્યવસાયિક લોકો સિવાય બધાને ઘર બહાર નીકળવાની મંજૂરી નથી.

જ્યારે આખી દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો હતો. ત્યારે કેનેડામાં કોરોના વાયરસના કુલ 67,702 કેસ નોંધાયા હતા અને 4,693 લોકોના કેનેડામાં કોરોના વાયરસના કારણે મોત થયા હતા. ત્યારે એક એવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો કે કોરોના વાયરસની મહામારી શરૂ થયા બાદ કેનેડામાં અત્યાર સુધીમાં 30 લાખ કરતા વધારે લોકો બેરોજગાર થયા છે. કંપનીઓ કર્મચારીઓને પેરોલ (શરતી) પર રાખવા માટે સરકારે એક સબસિડી કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સબસિડી 12 અઠવાડિયા સુધી આપવામાં આવશે જે જૂન મહિનામાં સમાપ્ત થઈ હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું હતું કે કેનેડાના ઈમરજન્સી વેજ સબસિડી (Emergency Wage Subsidy) કાર્યક્રમને આગળ વધારવામાં આવશે, તે જેથી કંપનીઓનું કામ ફરી શરૂ થઈ શકે અને રોજગાર વધારવામાં મદદ મળે. જેનો લાભ લગભગ 17 લાખ કર્મચારીઓને મળશે. એક રિપોર્ટ મુજબ કેનેડામાં એપ્રિલ મહિનામાં જ રોજગારીનો દર આશરે 15.7 ટકા ઘટી ગયો હતો, અને આશરે 20 લાખ જેટલા લોકો બેરોજગાર થયા હતા.

Leave a Reply

Your email address will not be published.