માત્ર 10 દિવસની લાડલીને લઈ અનુષ્કા-વિરાટ પહોંચ્યા દવાખાને, જુઓ ખાસ તસવીરો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની ને અભિનેત્રી અનુષ્કા શર્મા 11 જાન્યુઆરીએ માતા-પિતા બન્યાં છે. દીકરીને જન્મ આપ્યા બાદ અનુષ્કા તથા વિરાટ પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા છે. અનુષ્કા તથા વિરાટ દવાખાનાની બહાર જોવા મળ્યા હતા.

વિરાટ કોહલી બ્લેક કપડાંમાં જ્યારે માતા બનેલ અનુષ્કા શર્મા ડેનિમ-ઓન-ડેનિમ લૂકમાં જોવા મળી હતી. પરંતુ બન્નેએ એક સરખાં વ્હાઈટ સ્નીકર્સ પહેર્યાં હતા. માનવામાં આવે છે કે વિરાટ તથા અનુષ્કા 10 દિવસની દીકરીને લઈને ક્લિનિક આવ્યા હતા.

અનુષ્કા તથા વિરાટ દીકરીના ચેકઅપ અથવા તો કોઈ રસી મૂકાવવા માટે ક્લિનિક આવ્યા હોય તેવી ચર્ચા છે. જોકે, વિરાટ તથા અનુષ્કાએ પોતાની દીકરીને કારમાં જ મૂકી રાખી હતી. આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફર્સે વિરાટ-અનુષ્કાને દીકરીના જન્મ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. જાણીતા ફોટોગ્રાફર માનવ મંગલાણીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આ વાત કહી હતી કે વિરાટ-અનુષ્કા દીકરીની સાથે જ આવ્યા છે.

ક્લિનિકની બહાર નીકળીને વિરાટ અને અનુષ્કાએ ફોટોગ્રાફર્સને અલગ-અલગ પોઝ આપવા ઊભા રહ્યા હતા. તસવીરોમાં જોઈ શકો છો કે, અનુષ્કા સ્લીમ અને ફિટ જોવા મળી રહી હતી. મહત્વની વાત એ છે કે, અનુષ્કાને જોઈને કોઈ એમ ના કહી શકે કે, તેણે 11 દિવસ પહેલા જ બાળકીને જન્મ આપ્યો હોય. જોકે, અનુષ્કા પ્રેગ્નેન્સીના છેલ્લા મહિના સુધી વર્કઆઉટ કરતી હતી. ડિલિવરીના થોડા દિવસ પહેલા જ તેણે ટ્રેડમિલ પર વોક કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

વિરાટે પ્રાઈવસી જાળવવાની અપીલ કરી હતીઃ દીકરીના જન્મ બાદ વિરાટે કહ્યું હતું કે તેઓ દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. આ સાથે જ તેણે તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે તે વાત પણ કરી હતી.

ફોટોગ્રાફર્સને દીકરીના ફોટો પાડવાની ના પાડીઃ વિરાટ તથા અનુષ્કાએ મુંબઈ સ્થિત ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપીને એક પત્ર લખ્યો હતો. આ ગિફ્ટ હેમ્પરમાં અનુષ્કા તથા વિરાટે વિનંતી કરી હતી કે તેઓ ફોટોગ્રાફર્સને પોતાના ફોટોઝ જોઈએ તેટલા આપશે. પરંતુ તેઓ દીકરી અંગેનું કોઈ કન્ટેન્ટ પબ્લિશ ના કરે અને તેના ફોટો પણ ક્લિક ના કરીએ.

માનવામાં આવે છે કે અનુષ્કા તથા વિરાટે પોતાની દીકરીનું નામ અન્વી રાખ્યું છે. અનુષ્કા મે મહિનામાં કામ પર પરત ફરશે.

Leave a Reply

Your email address will not be published.