ગુજરાતમાં આ તારીખથી શાળા અને કોલેજ શરૂ થશે! શિક્ષણમંત્રીએ કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો.

જ્યારથી લોકડાઉન પડ્યું ત્યાર થી હવે સૌ કોઈ સ્કૂલ, કોલેજ ખુલે તેની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે તમામ વ્યક્તિઓ માટે ખુશ ખબર છે, કારણ કે આજના દિવસે જ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીએ શાળા અને કોલેજ ખોલવા અંગે આખરી મહત્વનો નિર્ણય લીધો છે. ચાલો ત્યારે આપણે જાણીએ કે, આખરે કઈ રીતે શાળા કોલેજો ખુલશે અને ક્યાં ધોરણના વિધાર્થીઓને જવાનું રહેશે. નાના બાળકોને પણ જવાનું થશે કે નહીં તે અંગે જાણીએ. ચાલો તો ખાસ આ મહત્વની ખબર વિશે જાણીએ.

આજ રોજ મંત્રીશ્રી દ્વારા શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે, જેમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરવામાં આવી . જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષ ના કોલેજ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત તમામ બોર્ડ, સરકારી, માધ્યમિક શાળાઓ શરૂ કરાશે, માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો જ શરૂ કરવામાં આવશે, તે ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે સ્કૂલો શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. તેમજ વાલીઓની સંમતિ લેવાની પણ જરૂરિયાત નથી.

સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. તે ઉપરાંત કેન્દ્ર સરકારની SOP મુજબ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા નું રહેશે,  આગામી સમયમાં અન્ય ધોરણો શરૂ કરવા બાબતે પણ વિચારણા કરાશે.

Leave a Reply

Your email address will not be published.