ભૂલથી પણ ઘરના આંગણામાં ન લગાવતા આ છોડ નહીતર આવશે ગંભીર પરિણામ

કેટલીક વાર સુશોભન માટે પણ આપણે ગમે તે છોડ વાવી દેતા હોઇએ છીએ પરંતુ હવે જો તમે કોઇ પણ છોડ વાવો છો તો એકવાર વિચાર જરૂર કરજો કારણકે કેટલાક છોડ સકારાત્મક ઉર્જા લાવે છે અને કેટલાક છોડ તમારી સુખ સમૃદ્ધિ હણી લે છે.

વાસ્તુ અનુસાર જો તમે છોડ નહી લગાવો તો તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે. જો આ છોડ તમારા ઘરના આંગણામાં હોય તો તેને હાલ જ દૂર કરી લો.

કાંળાવાળા છોડ ન લગાવો

ઘરમાં છોડ લગાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે કાંટાવાળા છોડ ન લગાવો. ઘણા લોકોને કેક્ટસ પસંદ હોય છે પરંતુ વિચાર્યા વગર ઘરમાં આ છોડ ન લગાવો. તેનાથી ઘરના સદસ્યોમાં તણાવ અને ક્લેશ રહે છે.
દૂધવાળા છોડ

જે છોડને તોડવા પર તેમાંથી દૂધ નીકળે છે તેને પણ ન લગાવવા જોઇએ. વાસ્તુ અનુસાર આ પ્રકારના છોડ લગાવવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે. આંબો, જાંબુ, કેળાનું ઝાડ પણ ન વાવવું જોઇએ.

આંબલીનુ ઝાડ

ખાટી મીઠ્ઠી આંબલી ખાવી દરેકને ખાવી ગમતી હોય છે પરંતુ જો તમે ઘરે આ ઝાડ વાવવાનું વિચારી રહ્યાં હોવ તો એવું ન કરતા. આ ઝાડ વાવાથી તમારો પરિવાર બિમારીની ઝપેટમાં આવી શકે છે.

આ છોડ લગાવવા શુભ

ઘરના બગીચામાં હંમેશા ખુશ્બોદાર છોડ જ લગાવો. તેમાં ચમેલી, ચંપો અને રાતરાણી સામેલ છે.

ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ પણ ઓછુ થાય છે અને તેને આંગણાની વચ્ચોવચ લગાવવુ શુભ ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *