ટૈરો રાશિફળ : સોમવારે સિંહ રાશિના આર્થિક પ્રશ્નો થશે દૂર, વાંચો અન્ય રાશિના જાતકોનું રાશિફળ

મેષ- આજે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. નોકરી સંબંધિત બાબતોમાં સાવધાન રહેવું. તમારા સમયનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે. વ્યવસાયિક બાબતોમાં તમારે ખૂબ કાળજી લેવી પડશે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો રહેશે, તેઓ વિષયોને સરળતાથી સમજી શકશે. યુવાનોએ મિત્રો પાસેથી નાણા ઉધાર લેવા જોઈએ નહીં. ચુકવણીમાં મોડું થવાથી અથવા લાંબા ગાળાના આર્થિક નુકસાનના કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે. રોગની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. માંગલિક કામો માટે સાસરાપક્ષ તરફથી આમંત્રણ મળી શકે છે. મન પ્રસન્ન રહેશે.

વૃષભ – નોકરી કરતાં લોકો માટે આજનો દિવસ અર્થપૂર્ણ અને ઇચ્છિત સફળતા આપનાર હશે. ટેલિકમ્યુનિકેશન અને ટારગેટ આધારિત કામ કરનારાઓને સારી સફળતા મળશે. પરિવહનનો ધંધો કરનારાઓને પણ સારો નફો થતો જોવા મળી રહ્યો છે. યુવાનોને તેમની કારકિર્દીમાં પણ સારી તકો મળશે. જેમને પેટને લગતી બીમારી છે તેને જલ્દીથી રાહત મળે તેવી સંભાવના છે બાળકની કામ કરવાની શૈલી પર ધ્યાન આપો જો તે અભ્યાસ અથવા નોકરીના સંબંધમાં બહાર રહે છે તો ફોનથી સંપર્ક વધારવાની જરૂર છે. પરિવારમાં દરેકનો સહયોગ મળશે. જો તમે જમીન ખરીદવા વિશે વિચારી રહ્યાં છો તો સમયે નિર્ણય લેવાનું ટાળવું યોગ્ય રહેશે.

મિથુન – આ દિવસે નજીકના સંબંધીઓ સાથે વાતચીત કરી તેમની સાથેનું અંતર ઘટાડવું. વિદેશી કંપનીમાં કામ કરતા લોકો પ્રવાસ પર જઈ શકે છે. વેપારીઓને ધંધામાં ગેરકાયદેસર કામ કરવું મોંઘુ પડી શકે છે, તેઓ સરકારી નિયમોનો શિકાર પણ બની શકે છે. પ્રોપર્ટી ડીલિંગ કરતાં એજન્ટોને સારો ફાયદો થઈ શકે છે. રોગચાળાને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થા રાખવી. માતાનું સ્વાસ્થ્ય ઘટી શકે છે, તેની દવાઓ અને દિનચર્યાઓ વિશે સાવધાન રહેવું. નાના ભાઈ સાથે વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. થોડા ધૈર્યથી કામ કરો અને તમે પહેલ કરી મામલો ઉકેલાવાનો પ્રયાસ કરો.

કર્ક – આજે બીજાઓ સાથે નાણાકીય વ્યવહાર કરવાથી કામ બગડશે. સોફ્ટવેર કંપનીમાં કામ કરતા લોકોને મોટા પ્રોજેક્ટ્સમાં સફળતા મળવાની પ્રબળ તક છે. વેપારીઓ લોન માટે અરજી કરવાની ઇચ્છા ધરાવે છે તો આજે તે પુરી થઈ શકે છે. તમારા નાણાકીય વ્યવહારો અને કાનૂની દસ્તાવેજોમાં પારદર્શિતા જાળવવાનું ધ્યાનમાં રાખો. વિદ્યાર્થીઓનો અભ્યાસ સારો રહેશે, તે વધુ સારા પરિણામો આપશે. કાનને લગતી સમસ્યાઓ માટે સજાગ બનો. ઘરના વડિલ સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તેથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. ઘરે અથવા કાર્યસ્થળ પર આગ અકસ્માત વિશે ચેતતા રહો.

સિંહ- આજનો દિવસ સકારાત્મક ઉર્જા સાથે શરુ થશે. આર્થિક પ્રશ્નો પણ હલ થશે. નોકરી કરતા લોકોએ સત્તાવાર ષડયંત્રથી બચવું પડશે. મહેનત દ્વારા સફળતા મળશે. તેથી કામ કરવાનો સમય વધારવો પડશે. પૈતૃક વ્યવસાય કરતા લોકોને સારા સલાહકારોની જરૂર પડી શકે છે, તેના દ્વારા તેમને ભવિષ્યમાં સારા પરિણામ મળશે. જો તમે હ્રદય રોગથી પરેશાન છો તો પછી રૂટિન ચેકઅપ કરાવી લો. કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો બેદરકાર ન થશો. કોઈ શોકના સમાચાર મળવાની સંભાવના છે. શોકગ્રસ્ત પરિવારને દિલાસો આપો અને મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાની તૈયારી રાખો.

કન્યા – આજે સખત મહેનત કરવામાં પીછેહઠ કરવી નહીં. જેમના કામ પહેલાથી વધી ગયા છે, તેઓ પણ રાહતની આશા રાખે છે. સાથીઓ સાથે વાદ-વિવાદ માટે સજાગ બનો. નજીવી બાબતો પર તણાવ વધી શકે છે. તમે મોટી લોન માટે અરજી કરી શકો છો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકે છે, માતાપિતાએ તેમની નિયમિતતા અને સુસંગતતા પર નજર રાખવી પડશે. આરોગ્યની દ્રષ્ટિએ, સગર્ભા સ્ત્રીઓએ આજે વિશેષ કાળજી લેવી પડશે. બાળક અને પિતાના સ્વાસ્થ્યમાં પણ અચાનક સમસ્યા થઈ શકે છે.

તુલા- આ દિવસે મૃદુ વાણી દ્વારા લોકો સમક્ષ પોતાની ભાવનાઓ રજૂ કરો. જાગૃત રહો. ઓફિસના મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરો. નવી જવાબદારીનો ભાર વધવાની સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. ભાગીદારીમાં કામ કરતા લોકોએ સાવધાની રાખવી જોઈએ. જો તમે પહેલેથી જ બીમાર છો, તો પછી દવાઓ પ્રત્યે બેદરકારી દાખવશો નહીં. હવામાન બદલાતું રહે તેનાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. પરિવારમાં જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આવા સંજોગોમાં તમારે ધીરજ રાખવી તેમ સલાહ આપવામાં આવે છે. જે લોકોએ જમીનમાં રોકાણ કર્યું છે તેમના માટે દિવસ નફો લાવ્યો છે.

વૃશ્ચિક – આજે તમે ઊર્જાથી મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી શકશો. આર્ટ વર્લ્ડ સાથે સંકળાયેલા લોકો ઘણી સફળતા મેળવવાની આશા રાખે છે તે ફળશે. તમારે ઓફિસમાં ટીમને લીડ કરવી પડી શકે છે, તેથી તૈયારી રાખો. વેપારીઓ નાના ફાયદા અને રોકાણ માટે સાહસ કરશે તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. દર્દીઓએ સાવધાન રહેવું. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. ખરીદી કરતી વખતે ખિસ્સાનું પણ ધ્યાનમાં રાખો. કુટુંબ અથવા સગપણમાં મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા વખતે સંબંધોમાં તણાવની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, ધ્યાનમાં રાખો કે જો તમે ઘરે મોટા છો, તો તમારે સમસ્યાને હલ કરવા પહેલ કરવી પડશે.

ધન- આજે ભાગ્યના ભરોસે બેસવું નુકસાનકારક હોઈ શકે છે. કાર્ય-ક્ષમતા પર આધાર રાખીને આવકના નવા સ્રોત શોધો. ઓફિસનું મહત્વનું કામ કરતી વખતે સાવધાન રહો. ભૂલનો કોઈ અવકાશ હોવો જોઈએ નહીં. મોટા પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાઓની તૈયારી નિયમિત રીતે કરવી જોઈએ. પગમાં દુખાવો અને સોજો થવાની સંભાવના છે, પછી ગંભીર રોગોની ખબર પણ પડી શકે છે. પિતા તરફથી આર્થિક મદદ મળવાની સંભાવના છે.

મકર – આજે વ્યક્તિએ ક્ષણિક ક્રોધ, આળસ અને ઘમંડ ટાળવું પડશે. સંપૂર્ણ ઉત્સાહ સાથે ટીમ સાથે જોડાઓ, ટીમનું મનોબળ વધારો. તમને ઝડપથી સફળતા મળે તેવી સંભાવના છે. કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે ખુલ્લા હૃદયથી ટીમને સહકાર આપશો. જે લોકોને ગાયનમાં રુચિ છે તેઓએ પ્રયત્ન કરવાથી છોડવું જોઈએ નહીં. નવો ધંધો શરૂ કરવા માટે શુભ દિવસ. વરિષ્ઠ લોકોની સલાહથી નફા-નુકસાનનું મૂલ્યાંકન કરો. ડાયાબિટીઝના દર્દીઓએ વિશેષ કાળજી લેવી પડે છે. બાળકો પર નજર રાખો. લગ્નની વાત આવી શકે છે.

કુંભ- જો આ દિવસે ખૂબ જ સજાગ રહો. તમારા મનમાં આવતા વિચારોને નકારાત્મક થવા દો નહીં. તમે કોઈ નવા પ્રોજેક્ટની યોજના કરી શકો છો. સંશોધન કાર્યમાં રોકાયેલા લોકોના નિર્ણય સફળ જણાય છે. વેપારીઓએ નાના ફાયદા પર પણ નજર રાખવી જોઈએ. યુવા વર્ગને કામમાં કેન્દ્રિત કરવું જોઈએ, ટૂંક સમયમાં સફળતાનો નવો માર્ગ ખુલશે. ભાગીદારીમાં ધંધો કરતાં લોકો માટે ફાયદાકારક દિવસ સાબિત થશે. ઘરની સફાઈનું ધ્યાન રાખો. જો ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મીન – આજે તમે તમારા ભૂતકાળના કરેલા કામ માટે પુરસ્કારો મેળવી શકો છો. ઘણા સમય પહેલા કરવામાં આવેલા મૂડી રોકાણો આજે નફો આપશે. ઓફિસની જવાબદારીઓ વધશે, જે આંશિક માનસિક તાણમાં વધારો કરશે. સમય જતાં કાર્યસ્થળ માટે પોતાની જાતને અપડેટ કરવાનું ચાલુ રાખવું. વ્યવસાયમાં લીધેલા નિર્ણ તમને નફો મેળવવા માટે મદદ કરશે. આજે ખાણીપીણીની બેદરકારી સ્વાસ્થ્ય બગ઼વાનું કારણ બની શકે છે. ઘરમાં અતિથિના આગમનની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.