છોકરો એની સગી માસી સાથે ભાગી ગયો અને પછી જે થયું ..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે કોડીનારમાં આવેલા ડોળાસાનો એક વિચિત્ર કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણકે કોડીનારના ડોળાસામાં ભાણિયો પોતાના માસીને લઈને ભાગી ગયો હોવાની ઘટના બની છે.

મળતી માહિતી મુજબ, ભાણેજની પત્ની પણ અગાઉ અન્ય યુવાન સાથે નાસી ગઈ હોવાથી તે બીજા લગ્નની શોધમાં ડોળાસા આવતો હતો. ત્યારે તે બે સંતાનોની માતા એવી પરિણીતાને લઈને ભાગી ગયો હતો. આ ઘટના અંગે પરિણીતાના પતિએ કોડીનાર પોલીસમાં અરજી આપી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથધરી છે.આ કેસમાં વધુ મળતી માહિતી મુજબ, કોડીનારના ડોળાસા ગામમાં સલૂન ચલાવીને ગુજરાન ચલાવતા જયંતિભાઈના આજથી 18 વર્ષ પહેલા રીટા નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

હાલ સંતાનમાં તેઓને બે દીકરા છે. જે પૈકી એક દીકરાની ઉંમર 16 વર્ષ અને બીજા દીકરાની ઉંમર 12 વર્ષ છે. એક દીકરો ધોરણ 10માં અને બીજો દીકરો ધોરણ 6માં અભ્યાસ કરે છે. આ દરમિયાન છેલ્લા 8 મહિનાથી રીટાબહેનની પિતરાઈ બહેન અને તેમનો પુત્ર ઘનશ્યામ છોકરી જોવા માટે જયંતિભાઈના ઘરે આવતા-જતા હતા અને 28 વર્ષના ઘનશ્યામને બાજુના ગામમાં ઠેકાણું પણ મળી ગયું હતું.જોકે છોકરી જોવા માટે આવેલા ભાણિયાની આંખ પોતાના માસી સાથે મળી ગઈ હતી.

આ દરમિયાન રીટાબહેન અને ભાણિયા ઘનશ્યામની આંખો મળી જતા બંન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. ઘનશ્યામને પણ હવે સગપણમા રસ નહોતો અને તેને હવે પરિણીત અને બે સંતાનની માતા એવા રીટાબહેન સાથે સંસાર માંડવો હતો. ભાણિયા સાથે આંખો મળી જતા રીટાબહેન ઘરમાં પડેલા રૂપિયા 10 હજાર અને સોનાની બુટ્ટી લઈને કોઈને કશું કહ્યા વિના ડોળાસાથી ઉના જતી બસમાં બેસી ગયા હતા અને ઉના પહોંચીને ત્યાંથી ઘનશ્યામ સાથે ભાગી ગયા હતા.

રીટાબહેનના પતિ જયંતિભાઈએ કોડીનાર પોલીસમાં ફરિયાદ અરજી આપી છે. જેના આધારે કોડીનાર પોલીસે તપાસ શરૂ કરી છે.માસીને ભગાડી લઈ જનાર ઘનશ્યામના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા પણ તેની પત્ની બીજા કોઈની સાથે ભાગી ગઈ હતી. માટે હવે બીજા લગ્ન માટે ઘનશ્યાન ડોળાસામાં આંટાફેરા કરતો થયો હતો.

વધુ માહિતી આપતા તમને જણાવીએ એક આવાજ કિસ્સા વિશે હજુ આપણા ગુજરાતમાં પેલું વેવાઈ વેવાણ વારુ પત્યું નથી ત્યાં તો બીજું ઉભું થઈ જાય છે, સૌથી પહેલા વેવાઈ વેવાન ભાગી ગયા અને ત્યારબાદ કેટલાય દિવસે ઘરે પાછા આવ્યા પણ પતિ અને પત્ની તરીકે ઘરમાં પાછા ના સ્વીકારતા પાછા તેઓ ભાગી ગયા, અને હવે તેવો પોતાની આ જીદ ઉપર મક્કમ છે

ત્યારે એ નવા જૂની પણ હવે જોવી રહી આ ઉપરાંત સુરતમાં જ એક બીજો કિસ્સો કતારગામ થી આ આવ્યો હતો જેમા જમાઈ પોતાની કાકી સાસુ સાથે પ્રેમ થઇ જતા તેઓ અકબીજા સાથે ભાગી ગયા હતા અને ત્યારબાદ તેની કોઈ ખબર મળી નથી હજી આવી ઘટનાઓ સુકાતી નથી એ પેહલા ફરી એક વાર આવી વાત આવી છે જેમાં પોતાનો જ ભાણિયો મામા ને ઉલ્લુ બનાવીને મામી સાથે ભાગી ગયો જેમાં આ લેહરિલાલા ના લેખમાં તમે વાંચો બિહારના ભભુઆ જીલ્લાના અંતરીયાળ અખલાસપુર ગામમાં એક ભાણીયો મામાની તબીયત ખરાબ છે કહીને મામીને લઈને ભાગી ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ મામલે મહિલાને સોધી-સોધીને થાકેલા પીડિતની માતાએ પોલીસ સ્ટેશનમાં આવેદન આપી જણાવ્યું કે તેમના જમાઈનો ભત્રીજો અને ગાઝીપુરના સુહાવલ પોલીસ સ્ટેશન અંતર્ગત ખજુહા નિવાસી મુકેશ કુમાર તેમના ઘરે અખલાસપુર આવ્યો અને કહ્યું કે તેમના જમાઈની તબીયત ખરાબ છે અને તેને મામીને લેવા મોકલ્યો છે જમાઈની તબીયત ખરાબ છે તેવું સાંભળીને તેમણે પોતાની દીકરીની વિદાઈ કરી દીધી. મહિલા પણ પોતાના ત્રણેય બાળકોને ઘરે મુકી અને પતિના ભત્રીજા સાથે પોતાની સાસરીમાં જવા નિકળી ગઈ. પરંતુ તે પોતાની સાસરી ખજુહા ન પહોંચી.

ત્યાર બાદ થોડા દિવસો પછી જ્યારે જમાઈ પોતે મહિલાની દિકરીને લેવા માટે પહોંચ્યો ત્યારે મહિલાએ જણાવ્યું કે તેને તેમના ભત્રીજા સાથે જ મોકલી દેવામાં આવી છે.સાસરીમાં આવેલા મહિલાના જમાઈએ તેને જણાવ્યું કે તેમની તબીયત ક્યારેય ખરાબ થઈ જ ન હતી. મહિલાને લાગ્યું કે તેની દિકરી સાથે કંઈક અઘટીત ઘટના ન બની ગઈ હોય તેવું વિચારીને મહિલા જમાઈ સાથે પેલા ભત્રીજાના ગામે પહોંચી અને તેના પિતાને આ મામલે પુછ્યું તો તેના પિતાએ જણાવ્યું કે તે ધણા દિવસોથી ઘરે પાછો નથી આવ્યો.

મહિલા પોતાની દિકરીના ગાયબ થવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પણ ગઈ. પરંતુ ત્યાં તેની ફરિયાદને ન સાંભળતા તેને ઘરે પાછી મોકલી દેવામાં આવી. ત્યા નગર સ્ટેશનમાં આપેલા આવેદન બાદ પોલીસ ગાયબ મહિલાની તપાસમાં લાગી ગઈ છે.આજના કળીયુગી જમાનામા પ્રેમી પંખીડાઓ નાની ઉમરમા પ્રેમના ફાગ ખેલવાના શરૂ કરી દેતા છાને છાને એક બીજામા પ્રેમના અંકુર ફુટતા બંનેની નયનો એક થતા પ્રેમના પ્રતિબીબ જોતા થઈ જાય છે ત્યારે એક બીજાના નીકટમા આવીને પ્રેમની ગોષ્ઠી કરતા થઈ જાય છે

ત્યારે વાસનામા ચકચુર બની જઈને આ પ્રેમી પંખીડાઓ પ્રેમના નામે આકર્ષાઈને પોતાનુ ગામ અને શહેર પ્રણયના ફાગ ખેલવા માટે નાનુ પડતુ હોય તેમ એક બીજાને સાથે જીવવા અને મરવાના કોલ આપીને ભાગી જાય ત્યારે નાનપણથી જ લાડકોડથી ઉછેર કરીને મોટા કરેલા સંતાનો જ્યારે આ પગલુ ભરે ત્યારે માતા પિતાના હૈયા કેવા વલોપાત કરતા હશે તે તો આ પ્રેમી પંખીડાઓને ખબર પડતી નથી.

તેવો તાજેતરમા કીસ્સો દહેગામ ખાતે આવેલા વડવાસા ગામે બનવા પામ્યો છે. દહેગામ તાલુકાના વડવાસા ગામે રહેતા ચેહુજી કરસનજી ઠાકોર ખેતી કરીને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમના ધર્મપત્ની નામે જશીબેન ઠાકોર અને તેમની એકની એક લાડકવાઈ દીકરી હતી આ દીકરીને દહેગામ તાલુકાના નાંદોલ ગામની શાળામા ધોરણ ૧૦ મા અભ્યાસ કરવા માટે મુકી હતી ત્યારે આ દીકરી વડવાસાથી દરરોજ પ્રાઈવેટ વાહનોમા શાળાએ જતી હતી

ત્યારે દહેગામ તાલુકાના ટીંબાની મુવાડી તાબે બારીયા ગામે રહેતો રાજ કાળાજી ઠાકોર સાથે ઈલુઈલુ થઈ જતા આ દીકરીની ઉમર ૧૫ વર્ષ અને ૬ માસ થયા હતા. ઘરેથી શાળાએ જવા નીકળેલી આ સગીર દીકરી સાંજે ઘરે પરત નહી આવતા તેમને શાળામા તેમજ સગાવાલા અને બહેનપણીઓમા પુછપરછ કરતા ક્યાય તેનો પત્તો મળ્યો ન હતો ત્યારે છેલ્લા દસ દીવસથી શોધખોળ કરતા તેમની માતા નામે જશીબેન એક માસ પહેલા પોતાની દીકરીને સાથે દહેગામ મામલતદાર કચેરી ખાતે કોઈ કામ માટે આવ્યા હતા.ત્યારે આ યુવકે તેમનુ અરજી ફોર્મ ભરી આપ્યુ હતુ

તેવુ નીવેદન આ દીકરી માતા આજે પોલીસ સ્ટેશનમા ઉભેલા જશીબેને અમારા પ્રતિનિધિને રુબરૂ માહિતી આપી હતી. અને તેમને વધુમા જણાવ્યુ હતુ કે શાળાએ ભણવા માટે ગયેલી દીકરીને આ યુવક ઉપાડી ગયો છે અને આ યુવકના ઘરે તપાસ કરતા તે યુવક પણ ઘરે નથી તેવી માહિતી આપી હતી. અને સગીર વયની મારી એકની એક દીકરીને આ યુવક લગ્નની લાલચ આપીને લલચાવી અને ફોસલાવીને તેનુ અપહરણ કરી ભગાડી ગયો છે તેવી ફરીયાદ આજે આ દીકરીના માતા પિતાએ દહેગામ પોલીસ સ્ટેશન લખાવી છે.

અને મારી દીકરીની સગાઈ બે માસ પહેલા કરી હતી. તેમ કહી આજે તેના માતા જશીબેન પોતાની રજુઆત સાથે હૈયાફાટ રુદન કરીને જણાવી રહ્યા છે કે મારે પુત્ર ગણો કે પુત્રી ગ તે આજ હતી. તેમ કહી તેમને આજે દસ દીવસનો સમય થયો પરંતુ અનાજ મોઢામા લીધુ નથી અને પોતાની દીકરીને યાદમા જનનીનુ હૈયુ ભારે વલોપાત કરી રહ્યુ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *