10 વર્ષ નાની યુવતીને પ્રેમ કરવો પડ્યો ભારે, થઈ ગયો એવો હાલ કે જાણી…..
આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે
પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.
સવાલ : હું ઓગણત્રીસ વરસનો એક અપરિણીત યુવક છું. અને સારા વ્યાવસાયિક પરિવારમાંથી આવું છું. હું જાતે પણ આત્મનિર્ભર છું. આજકાલ હું એકતરફી પ્રેમનાં દુ:ખદ પરિણામો ભોગવી રહ્યો છું. હું મારા પાડોશમાં જ રહેતી છોકરી જે મારાથી દસ વર્ષ નાની છે તેને ખુબજ પ્રેમ કરવા લાગ્યો હતો.
અને તેના હાવભાવ અને ઇશારાથી મારી હિંમત બંધાઈ ગઈ હતી અને મેં તેને પ્રણય સંદેશ પણ મોકલી આપ્યો હતો, જેનો તેણે બહુજ ખરાબ રીતે અસ્વીકાર કરી દીધો હતો.
જો તેને મારી સાથે દોસ્તી નહોતી કરવી તો મને આકર્ષિત કરવાના પ્રયત્નો શા માટે કરતી રહી હતી? તેના ઇનકારથી હું સાવ તૂટી ગયો છં. હવે કામમાં મન લાગતું નથી. શું કરું? તેને કેવી રીતે ભૂલું.
જવાબ : એવું બની શકે કે તે છોકરીને સમજવામાં તમારી ભૂલ થઈ ગઈ હોય. તમારે તેના તરફના માત્ર આકર્ષણથી દિલ નહોતું લગાવવું જોઈતું હતું. તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરો તો વધારે સારું રહેશે. અને તેમાં થોડો સમય લાગશે. તમે લગ્ન કરવા યોગ્ય છો તો સારી છોકરી સાથે લગ્ન કરી લો. ઘરસંસારમાં ડૂબી જશો એટલે તેની યાદ પણ સાવ ઓછી થઈ જશે.
સવાલ : મારો દીકરો બેન્ક તરફથી ત્રણ વર્ષ માટે પરદેશ જઈ રહ્યો છે. અને હું ઇચ્છું છું કે હવે તેનાં લગ્ન કરી નાખું. તેના માટે સારાં સારાં ઘરોનાં માંગા પણ આવી રહ્યાં છે. ઓછામાં ઓછું લગ્ન થયા પછી તેની પત્ની તો અમારી પાસે તો રહેશે ને. આથી તે કોઈ પરદેશી છોકરી સાથે લગ્ન પણ નહીં કરી શકે, કારણ કે અમારા સંબંધીના જેટલા પણ છોકરા પરદેશ ગયા છે. તેઓએ ત્યાંજ ઘર વસાવી લાધાં છે. પરંતુ અમે અમારો દીકરો ગુમાવવા નથી માગંતા હોતા. શું અમારી આવી યોજના સાચી છે? છોકરો લગ્ન માટે હજુ માનતો નથી. હું શું કરું.
જવાબ : તમારો દીકરો હજુ લગ્ન કરવા નથી ઇચ્છતો તો તમે તેની સાથે બળજબરી ના કરો. તે ક્યાંક પરદેશમાં લગ્ન ના કરી લે એટલે તેનાં લગ્ન કરી દેવા માંગો છો કે પછી તેની પત્નીને મન ખુશ રાખવાને માટે તમારી પાસે જ રાખવા માંગો છો, આવું વિચારવું યોગ્ય નથી હોતું લગ્ન પછી છોકરી પતિની જુદાઈ સહન કરે અને ક્યાંક તમારા છોકરાને ત્યાં મન મળી ગયું હોય તો તે છોકરી શું કરશે? એટલે સ્વાર્થ રાખ્યા વિના વિચારો. અને લગ્ન ત્યારે કરો, જ્યારે તમારો દીકરો માનસિક રીતે તેના માટે રાજી થઈ જાય.
સવાલ : મારાં લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. એક દીકરો છે. હું મારા લગ્નજીવનમાં બહુજ ખુશ છું, પરંતુ મારા પતિની દારૂ પીવાની ટેવ છોડાવવાની ઇચ્છા હોવા છતાં હું નથી છોડાવી શકતી. દિવસે તે વાયદો કરે છે કે તેઓ દારૂ નહીં પીએ. પરંતુ રાત પડતાંજ કાબૂ રાખી શકતા નથી હોતા. શું કરું? એકવાર ખૂબ બીમાર થઈ ગયા હતા. ડોકટરે પણ ચેતવણી આપી હતી કે દારૂ છોડી દો પણ તેઓ છોડી જ નથી શકતા. મેં છાપામાં જાહેરાત વાંચી હતી કે દારૂ છોડવાની અસરકારક દવા છે. શું તે અસરકારક હશે.
જવાબ : તમે ભરમાવે એવી જાહેરાતોને બદલે કોઈ સરકારી નશા મુક્તિ કેન્દ્રમાં તમારા પતિને દાખલ કરાવી દો તેમની દારૂ પીવાની ટેવ છૂટી જશે. તેના માટે તમારે પણ તેમને બધી રીતે સહકાર પણ આપવો પડશે.
સવાલ : હું ત્રેવીસ વર્ષની પરણેલી યુવતી છું. અને મારાં માબાપની મરજી વિરુદ્ધ મેં મારા પ્રેમી સાથે પાંચ વર્ષ પહેલાં મંદિરમાં લગ્ન કરી લીધા છે. જ્યારે હું ગર્ભવતી બની હતી ત્યારે સમાજના રીતરિવાજ મુજબ મેં લગ્ન કરવા કહ્યું હતું ત્યારે તેણે ના કહી દીધી હતી અને મારો ગર્ભપાત કરાવાયો હતો ફરીવાર માતા બનવાનો મોકો આવતાં તે મને છોડીને ચાલ્યો ગયો છે અને મને કહ્યું કે તેને ભૂલી જાઉં. હું સરકારી નોકરી કરું છું અને એકલી જ રહું છું. મારાં માબાપને મારાં કરતાં મારા પૈસામાં વધુ રસ છે. તો મારે જવું ક્યાં? મને કશું સમજાતું જ નથી. બે વાર ઊંઘની ગોળીઓ લઈ મરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી ચુકી છું. એક યુવતી
જવાબ : મંદિરમાં ગુપચુપ રીતે લગ્ન કરવાનું નાટક કરી તમારા પ્રેમી (પતિ)એ તમારો ગેરફાયદો ઉઠાવી લીધો છે. તમે ખોટી વ્યક્તિને એવા સમયે પસંદ કરી હતી જ્યારે તમે આટલો ગંભીર નિર્ણય લેવાને લાયક પણ ન હતાં. હવે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીને તમે બીજી ભૂલ કરી રહ્યાં છો. કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આત્મહત્યા નથી હોતો.
તમારી સાથે તમારું બાળક પણ છે.એટલે આ રીતે મૂર્ખાઈભરેલું કામ કરવાનું વિચારશો પણ નહીં. તમે તમારાં માબાપને કહી દો કે તે તમારા માટે સારું ઠેકાણું શોધે અને તમે ફરીવાર ઘર વસાવી લો. અને તમારી સામે લાંબુ જીવન પડ્યુ છે. સાથે બાળકને પણ ઉછેરવાનું છે ને.
સવાલ : મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?
જવાબ : તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે. શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.
સવાલ : મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ : સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો.
જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.
સવાલ : હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.
જવાબ: સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો.
એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.
સવાલ : મારી ઉંમર ૪૮ની છે અને મારી પત્નીની ઉંમર ૩૨ની છે. અને મારી પત્નીનું કહેવું છે કે તમારું ગુપ્તઅંગ હવે ઘસાઈ ગયુ છે. એટલે સંભોગમાં આનંદ આવતો જ નથી તો આવા આધુનિક જમાનામાં શરીરનાં અવયવો બદલી શકાય છે. દા.ત.કિડની વગેરે. તો તમે પણ ૧૮-૨૦ વર્ષનાં પુરુષનુ ગુપ્તઅંગ બદલાવી લગાવી લો. તો શું આ શક્ય છે. રૂપિયાનો ભલે ગમે તે ખર્ચ થાય.
જવાબ : એકનું અવયવ બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના કિડની વગેરેનાં જેમ પ્રયોગો થાય છે તેમ ગુપ્તઅંગ બદલવાના પ્રયોગો થવાની અમને જાણ નથી. ઉંમર વધતા કંઈ ગુપ્તઅંગ ઘસાઈ જતું નથી, પણ તરુણ-યુવાન વયે જેટલી ઝડપથી ગુપ્તઅંગનું ઉત્થાન થાય છે તેટલી ઝડપથી મધ્ય વયે, પૌઢ વયે થતું નથી. વળી એક વખતના સમાગમ પછી પુરુષને વિરામકાળની જરૂર પડતી હોય છે.
ઉંમર વધતા આ વિરામકાલ વધતો જાય છે. ઉંમર વધતા કેટલાકને પૂરેપૂરું ઉત્થાન પણ થતું નથી. ખાસ સમસ્યા છે શીઘરપતનની. સ્ત્રીને હજી કામોત્તેજનાની શરૂઆત હોય ત્યાં જ પુરુષ જો પરાકાષ્ઠા આવી જાય અને વીરયસ્ત્રાવ થઈ જાય તો તે તરત ફરી કામોત્તેજિત થઈ શકતો નથી.
તેને વિરામકાળ (રિફેક્ટરી પિરિયડ) જરૂરી હોય છે. તેને બીજી વખત ઉત્થાન-ઉત્તેજનાં માટે મોટી વયે કલાકો અને દિવસોનો વિરામ જોઈએ છે.એક વિશિષ્ટ બાબતની નોંધ પણ કરી દઉં. પુરુષની કામેચ્છા મધ્ય વયે, પ્રૌઢ વયે ઘટે છે. સ્ત્રીની કામેચ્છા-કામોત્તેજનાનાં ટોચના વર્ષો (પિક યર્સ) તે યુવાની પછીના ત્રીસી-ચાળીસીના વર્ષો સુધી હોય છે. પુરુષની આ દ્રષ્ટિએ ટોચની વય તરુણ-યુવાનીનાં વર્ષોની હોય છે.
હવે મૂળ વાત પર આવીએ, દંપતી સાથે જ વાંચો છો તો જાણી જ લો કે કોઈ યુવાનનાં ગુપ્તઅંગને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત માત્ર તરંગ-કલ્પના છે. સ્ત્રીને કામ પરાકાષ્ઠાના પરમ સુખનાં એક કરતા વધારે અનુભવો મળે તે માટે ઘણી વાર લખી ગયા છીએ તેમ કિલટુરિસ સાથે સ્પર્શક્રીડા કરવી જોઈએ. આવી ક્રીડા હાથની આંગળીથી પણ થઈ શકે છે અને જીભ-હોઠથી પણ થઈ શકે છે. ક્લિટુરિસ કામોત્તેજિત થતા સ્ત્રીને ઉપરાઉપરી અનેક પરાકાષ્ઠાઓ ના સુખાનુભવો પ્રાપ્ત થઈ જાય છે.
સવાલ : હું એક નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ પણ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ : આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી જ શકો નહીં. તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ પણ તમને થશે. એ યુવકને તેની કોઇ અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ રહેલી છે.
સવાલ : મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ જ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી જ નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે.
જવાબ : પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી જ નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર જ આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી પણ શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.
સવાલ : અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં પણ છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો બધો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.
જવાબ : ૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ હવે સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવી જાય. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપી દો.
સવાલ : લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી જ નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ખૂબ ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે.
જવાબ : પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જ જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી હોતી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી જ નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે. એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો પણ નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.
સવાલ : હું ૧૮ની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી.
જવાબ: તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ પણ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી હોતો. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક પણ છે.કાણાને કાણો કહે વરવું લાગે વેણએ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખી જાવ.
પ્રશ્ન: કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે.
ઉત્તર : હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.સવાલ:મને મારી વાઇફ પર ‘શક’ જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.જવાબ:દોસ્ત, આ કંઇ સેક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી ‘શંકા’ છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.
સવાલ : શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે
જવાબ : મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.