લગ્ન કર્યા ત્યારથી રોજ રાતે પત્ની કરે છે બુમાબુમ, કારણ omg….. જાણીને વિશ્વાસ નહીં કરો…

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

સવાલ. હું અને મારી પત્ની જ્યારે પણ શારીરિક સંબંધ કરવા ઇચ્છીએ છીએ ત્યારે તે પીડાથી બૂમો પાડવા લાગે છે. આ સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે અમે ઇચ્છવા છતાં પણ સંભોગ કરી શકતા નથી. આનું શું કારણ હોઈ શકે છે? કોઈ એવો ઉપાય બતાવો કે અમારા લગ્નજીવનમાં ફરીથી આનંદ છવાઈ જાય. – એક પુરુષ (સુરત)

જવાબ.આ સમસ્યા તમારી પત્નીના મનમાં રહેલા કોઈ પૂર્વગ્રહને કારણે છે અથવા સ્ત્રી શરીરના કોઈ ખાસ વિકારો સાથે જોડાયેલી હોઈ શકે છે. બન્ને પ્રકારની સ્થિતિમાં શારીરિક મિલન પીડાદાયક અને દામ્પત્યજીવન છિન્નભિન્ન થઈ જાય છે. આ સમસ્યા ડિસપેરુનિયા કહેવાય છે. તમારા એસ.એમ.એસ.થી એવી ખબર નથી પડતી કે આ સમસ્યા ક્યારથી છે અને તમે કેટલા સમયથી લગ્નનાં બંધનમાં બંધાયેલાં છો.

ઘણાં નવપરિણીત દમ્પતીઓમાં ડિસપેરુનિયાનાં મૂળ મનોવૌજ્ઞાાનિક હોય છે. કુંવારી હોય ત્યારથી જો કોઈ સ્ત્રીનાં મનમાં જાતીય બાબતો પ્રત્યે લઘુતાગ્રંથિ હોય, કોઈ પ્રકારની આશંકા હોય અથવા કોઈ પ્રકારની આશંકા હોય અથવા કોઈ પૂર્વગ્રહ હોય તો દામ્પત્યજીવનમાં પ્રવેશે ત્યારે જાતીય સુખમાં મુશ્કેલી આવવી સ્વાભાવિક છે.

ભારતીય સમાજમાં મોટા ભાગના પરિવારોમાં સેક્સ પ્રત્યે સ્વસ્થ દ્રષ્ટિકોણ નથી દેખાતો. તેની છાપ નાનપણથી જ ઘણી યુવતીઓના સુપ્ત મન પર ઊંડી અસર પાડે છે. સેક્સની બાબતમાં તેમના મન એટલાં વ્યાકુળ રહે છે કે લગ્ન થતાં તેમનાં માટે શારીરિક મિલનમાં એક થવાનું મુશ્કેલ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓનું સુપ્ત મન સહવાસને પુરુષોનો અત્યાચાર માની લે છે. કેટલીક સ્ત્રીઓનાં મન એવા પૂર્વગ્રહથી વ્યાકુળ રહે છે કે પ્રથમ મિલન દુ:ખદાયક હોય છે.

મનની આ વ્યથાઓ અને ખોટી િંચંતાઓ સ્ત્રીને પ્રથમ મિલન માટે અસમર્થ બનાવી દે છે. સ્પર્શનો અનુભવ થવા માત્રથી શ્રોણિના ટિશૂઓ સંકોચાઈ જાય છે, જેથી યોનિમાર્ગ એટલો સાંકડો થઈ જાય છે કે સંભોગ નથી થઈ શકતો. આ સમસ્યા વેજિનિસ્મસ કહેવાય છે. સ્ત્રીની આ જાતીય વ્યથા લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં પુરુષના અકુશળ જાતીય વ્યવહારને કારણે પણ ઉત્પન્ન થઈ શકે છે. જો પ્રથમ મિલન વધારે પીડાદાયક હોય તો આગળ તેનો વિચાર સુધ્ધાં પણ એટલા દુ:ખદ થઈ જાય છે કે શરીર અને મન તેનાથી દૂર થઈ જાય છે.

પરિણીત સ્ત્રીઓમાં મુશ્કેલ પ્રસૂતિ પછી પણ આ માનસિક મુશ્કેલી ઊભી થઈ જાય છે. તેનું મન, પ્રસૂતિની પીડાને સંભોગનું કારણ સમજી સંભોગથી દૂર રહેવા માંગે છે. એક વાર આ સમસ્યા ઊભી થતાં આગળ એ એક ચક્રવ્યૂહની જેમ બની જાય છે. જ્યારે જ્યારે પતિપત્ની સંભોગ કરવા ઇચ્છે છે ત્યારે ત્યારે સ્ત્રીને પીડા થવા લાગે છે. બીજી બાજુ પુરુષનું મન પણ શંકાઓમાં ડૂબી જાય છે. તેની ધીરજ ઓછી થઈ જાય છે અને દામ્પત્ય સંબંધોમાં અસંતોષ અને છૂટા પડવાના અંદાજ વધી જાય છે.

કેટલાક દમ્પતીઓમાં ડિસપેરુનિયા કોઈ ખાસ શારીરિક સમસ્યાને કારણે પણ થાય છે. સ્ત્રીમાં યોનિદ્વાર પર સોજો આવી જાય, મૂત્રમાર્ગ (યૂરેથ્રા) દ્વાર પર માંસની ગાંઠ (ક્રંકલ) ઊપસી આવે, યોનિદ્વાર પર રહેલી બર્થોલિન ગ્રંથિમાં સોજો આવી જાય, ગુદાદ્વાર પર ફિશર થાય અથવા કોઈ ઓપરેશન કે પ્રસૂતિ પછી યોનિમાં પીડાદાયક બળતરા થાય તો સંભોગ પીડાદાયક હોય તે વાજબી છે. આ રીતે ભંગ હાઈમનના કિનારીનો સોજો, જન્મથી અથવા રોગના કારણે સાંકડું યોનિદ્વાર અક્ષત હાઈમન પણ વિઘ્નરૂપ બનીને લગ્નજીનનાં ભૌતિક સુખમાં નડતર રૂપ બની શકે છે.

ગર્ભાશય મુખનો સોજો (સર્વિસાઈટિસ), શ્રોણિપ્રદેશનો સોજો, ગર્ભાશયનું અંદર જ ફરીને ઊંધું થવું (રેટ્રોવર્જન), અંડકોશ અને બીજવાહિની નળીઓનો સોજો અથવા રસોળી અથવા અંડોમિટ્રિયોસિસ સંભોગ ક્રિયામાં સીધું નડતું નથી પણ સંભોગ સમયે આંતરિક પીડા પહોંચાડે છે. આને કોલિજન ડિસપેરુનિયા કહેવાય છે. ડિસપેરુનિયા હોય ત્યારે પતિપત્નીએ કોઈ સંકોચ-શરમ વગર ડોકટરની સલાહ લેવી જોઈએ. સ્ત્રીરોગ નિષ્ણાત પીડિત સ્ત્રીની અંદરથી તપાસ કરી સમસ્યાના મૂળ કારણને જાણી શકે છે.

સવાલ.હું ૧૯ વર્ષની યુવતી છું. થોડા દિવસો પહેલાં મારા બોયફ્રેંડે મને એકાંતમાં ચુંબન કર્યું. પાછળથી મને ખબર પડી કે તે મારા અગાઉ બીજી છોકરીઓ સાથે પણ ફ્લર્ટ કરતો રહ્યો છે. ત્યારથી મનમાં એવો ડર પેસી ગયો છે કે ક્યાંક તેના ચુંબનથી મને એઈડ્સ તો નહીં જાય ને. મેં તાજેતરમાં જ વાંચ્યું હતું કે લાળમાં પણ એઈડ્સ વાઈરસ છુપાયેલાં હોઈ શકે છે. શું આ સાચું છે? એઈડ્સના વાઈરસ કઈ રીતે ફેલાય છે? – એક યુવતી (વડોદરા)

જવાબ.એ વાત સાચી છે કે જો કોઈ વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ હોય તો તેની લાળમાં એઈડ્સ પેદા કરનારાં એચઆઈવી વાઈરસ મળી શકે છે. પણ આ સ્થિતિ ગણ્યાગાંઠયા ચેપી લોકોમાં જ જોવા મળે છે. જે લોકોની લાળમાં વાઈરસ હતો, તેમનામાં પણ વાઈરસની સંખ્યા લોહી અને જાતીય અંગોમાંથી આવતા કુદરતી સ્ત્રાવની સરખામણીમાં બહુ ઓછી હતી. એટલું જ નહીં, લાળમાં કુદરતી વાઈરસ રોધક તત્ત્વ પણ મોજૂદ હોય છે, જેને કારણે લાળનો ચેપ નગણ્ય આંકવામાં આવ્યો છે. પણ જો કોઈ એટલું જોરથી ચુંબન કરે કે સામેની વ્યક્તિનો હોઠ કાપી લે અથવા ચુંબન લેનારના મોંમાં જખમ હોય તો જખમમાંથી નીકળતાં લોહીના માધ્યમથી એચઆઈવી વાઈરસ ચુંબન વખતે બીજાના શરીરમાં જઈ શકે છે.

આ સ્થિતિઓને છોડી દઈએ તો લાળ, આંસુ અને પરસેવાથી એચઆઈવી ફેલાવાનો ડર નહીંવત્ છે. એચઆઈવી અનેક રીતે ફેલાઈ શકે છે. અશુદ્ધ લોહી લેવાથી એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ કે મુખમૈથુન કરવાથી, જનનાંગોના સ્ત્રાવના સંપર્કમાં આવવાથી અને અશુદ્ધ લોહીથી ચેપી થયેલી સોય વાગવાથી એચઆઈવીનો ચેપ લાગી શકે છે. નશા માટે બીજાની સોય, સીરિંજનો ઉપયોગ કરવાથી પણ રોગ થઈ શકે છે. એચઆઈવી પોઝિટિવ સ્ત્રી સગર્ભાવસ્થામાં અને જન્મ પછી પોતાના દૂધથી પણ પોતાના બાળકને આ રોગ આપી શકે છે. એચઆઈવી પોઝિટિવ દર્દીનો ઈલાજ કરી રહેલાં ડોક્ટર, નર્સ અને તબીબી સહકર્મીઓને દર્દીના લોહીના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગી શકે છે.

સવાલ. હું ૫૫ વર્ષની મહિલા છું. મારા માથામાં છેલ્લા ૬ વર્ષોથી ૫ ગાંઠ વિકસી આવી છે. હજુ સુધી મેં એનો કોઈ ઈલાજ નથી કર્યો. તેના કારણે મને કોઈ તકલીફ નથી પણ તેનાથી મારો દેખાવ ખરાબ લાગે છે. મહેરબાની કરીને યોગ્ય સલાહ આપશો. – એક મહિલા (પોરબંદર)

જવાબ. માથા પર ઊપસેલી ગાંઠો અનેક કારણોથી થઈ શકે છે. તેની ઉત્પત્તિ ત્વચાની સિબેશિયસ ગ્રંથિઓમાં સિસ્ટ બનવા સાથે છે. તે જોડાયેલી હોઈ શકે તે ચરબી જામવાથી પણ પેદા થઈ શકે છે, જેને લાઈપોમા કહે છે. એ પણ શક્ય છે કે તે સિસ્ટીસરક્રોસિસ અર્થાત્ ટેપવર્મના લાર્વાથી થઈ હોય. આ માટે તમે કોઈ સર્જનને મળો. શારીરિક તપાસ કરવાથી જ તેમને એ ખબર પડી જશે કે ગાંઠો ક્યાં કારણથી થઈ છે. સિસ્ટીસર કોસિસ હોય તો માત્ર એલબેંડોજોલ દવા લેવાથી જ એ ઓગળી જશે. પણ સિબેશિયસ સિસ્ટ કે લાઈપામા હશે તો તેને તમે નાના ઓપરેશનથી કઢાવી શકો છો.

સવાલ. હું ૨૩ વર્ષની યુવતી છું. ૪ મહિના પહેલાં મને કમળો થયો હતો અને લોહીની તપાસ કરાવતાં એ ખબર પડી હતી કે આ કમળો હેપેટાઈટિસ-બીને લીધે થયો છે. મારું સ્વાસ્થ્ય હવે બિલકુલ બરાબર છે પણ ડોક્ટરની સલાહથી જ્યારે મેં ફરીવાર હેપેટાઈટિસ-બીનો બ્લડ ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો છે. હું બહુ ડરી ગઈ છું. કહો કે એવામાં મારે શું કરવું જોઈએ? – એક યુવતી (મહેસાણા)

જવાબ. હેપેટાઈટિસ-બી ના ૯૦ ટકા દર્દીઓમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ૬ મહિનાની અંદર જ હેપેટાઈટિસ-બીના જીવાણુઓ પર વિજય મેળવી લે છે. આ સ્થિતિમાં હેપેટાઈટિસ-બી રક્ત ટેસ્ટ નેગેટિવ થઈ જાય છે. પણ ૧૦ ટકા દર્દીઓમાં શરીર જીવાણુઓ ઉપર જિત પ્રાપ્ત નથી કરી શકતું અને જીવાણુઓનો લીવર પર પ્રહાર ચાલુ રહે છે. તેની લીવર પર ખરાબ અસર પડી શકે છે. પરિણામે, થોડાં વર્ષ પછી લીવરમાં સિરોસિસની ઉત્પત્તિ થઈ શકે છે અને કોઈક ૧ ટકા દર્દીઓમાં કેન્સર જેવી વધારે ગંભીર સમસ્યા પણ પેદા થઈ શકે છે.

યોગ્ય એ છે કે તમે ૨ મહિના પછી ફરીવાર હેપેપેટાઈટિસ-બી સંબંધી બ્લડ ટેસ્ટ કરાવો. જો ટેસ્ટ છતાં પણ પોઝિટિવ આવે. જેની માત્ર ૧૦ ટકા શક્યતા છે તો તરત જ કોઈ હિપેટોલોજિસ્ટ (લીવર રોગ નિષ્ણાત)નો સંપર્ક કરો અને ઈલાજ કરાવો. આ સ્થિતિમાં અલ્ફા ઈન્ટરફરોન દવા તમને વધારે કામ આવી શકે છે. આ દવા હિપેટાઈટિસ-બી જીવાણુઓના ચેપથી છુટકારો અપાવવાની શક્તિ ધરાવે છે.

સવાલ. મારા જમણા કાંડાથી થોડો ઉપરનો ભાગ ૨ વર્ષ પહેલાં બળી ગયો હતો. તે ઘા તો રુઝાઈ ગયો છે, પરંતુ હવે આ ભાગની ત્વચા જાડી અને ખરાબ દેખાય છે. ક્યારેક ક્યારેક તેમાં ખંજવાળ આવે છે. આનું શું કારણ હોઈ શકે છે? શું હાથની ત્વચા પ્લાસ્ટિક સર્જરીથી સરખી થઈ શકે છે? – એક યુવતી (અમદાવાદ)

જવાબ. બળેલા ભાગની ત્વચા જાડી અને ખરાબ દેખાવી એ ઘા રુઝાતી વખતે ત્વચીય ઊતકોના અતિશય વધવા સાથે જોડાયેલું છે. આ સ્થિતિ શરીરના રિપેયરેટિવ પ્રોસેસમાં આવેલા બગાડથી થાય છે અને તેને પોસ્ટ બર્ન હાઈપરટ્રાફિક સ્કોર કહે છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી ચાલતું, જોકે તેને દબાવવા માટે પ્લાસ્ટિક સર્જન ખાસ પ્રકારનાં પ્રેશર બેન્ડેજનો ઉપયોગ કરે છે. લાગે છે એ સમયે તમે ઈલાજના આ પાસાથી અપરિચિત રહ્યાં અને તમે પ્રેશર બેન્ડેજનો ઉપયોગ ન કર્યો.જોકે, હજુ પણ આ હાઈપરટ્રાફિક સ્કોરમાં સુધારો શક્ય છે. આ માટે તમે કોઈ હોશિયાર પ્લાસ્ટિક સર્જનને મળો. ઉપસેલા ડાઘવાળા ભાગની ત્વચાને કાઢીને પ્લાસ્ટિક સર્જન તે ભાગમાં ત્વચાનો નવો ટુકડો લગાડી શકે છે. આથી ત્વચાની વિકૃતિ દૂર થઈ જશે, તેમ છતાં પણ સાધારણ નિશાન રહેશે જ.

હું ૨૬ વર્ષની પરિણીત સ્ત્રી છું. એક ખાનગી સંસ્થામાં કામ કરું છું. મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે મારે વધુ પડતી આત્મીયતા બંધાઈ ગઈ. તેની સાથે હું મારા સુખદુ:ખને શેર કરવા લાગી. એક દિવસ મારા પતિ સાથે મારે ઝઘડો થયો. છૂટાછેડા આપવા સુધીની વાત આવી. પછી અમારી વચ્ચે સમાધાન થઈ ગયું. મેં આ વાત મારા સહકર્મચારીને કહી. બે-ચાર દિવસ પછી દારૂ ઢીંચી તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ઘણું ખરાબ વર્તન કરી ભાંડવા લાગ્યો.

વાત મારામારી સુધી પહોંચી. સોસાયટીના લોકોએ પણ સાંભળ્યું. સૌની સામે મારી આબરૂના ધજાગરા ઊડયા. બીજા દિવસે વારંવાર ફોન કરી પતિ પાસેથી માફી માંગવા લાગ્યો. હવે ઘરના લોકો ઈચ્છતા નથી કે હું ફરી એજ ઓફિસમાં કામ કરું. તો મારે શું કરવું જોઈએ? – એક યુવતી-(ભાવનગર) ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારી અને તેમાં પણ પુરુષ સહકર્મચારી સાથે ઘરની વાતો કરવી જોઈએ નહીં, નહીં તો આ પ્રકારની વાત બને છે. હવે એ ઓફિસમાં જઈને તમે રાજીનામું આપી દો અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરો ત્યારે તમારા વ્યવહારને સંયમિત રાખવાનું નક્કી કરી લો.

મારાં લગ્નને હજુ બે મહિના જ થયા છે. અમે બંને એકલાં જ રહીએ છીએ અને મોજમસ્તીથી જીવનનો આનંદ માણીએ છીએ. મારા પતિ રોજ (ક્યારેક દિવસમાં બે થી ત્રણવાર પણ) શારીરીક સંબંધ બાંધે છે. ખૂબ મજા આવે છે, પરંતુ મારી એક પરિણીત સાહેલીએ મને ડરાવી છે. તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે. વધુ સંબંધ બાંધવાથી જાતીય રોગ તથા ઘણીવાર એઈડ્સ પણ થાય છે. એ પછી હું ડર અનુભવું છું. પતિને કહ્યું તો તે કહે છે કે તારી સાહેલી કશું જાણતી નથી. બકવાસ કરે છે. શું કરું? તમે માર્ગ બતાવો કે આ યોગ્ય છે? સાથે એ પણ કહો કે કેટલા દિવસ પછી શરીર સંબંધ બાંધવો જોઈએ?એક યુવતી-(વાંસદા)

તમે સાંભળેલી કે સંભળાયેલી વાત પર ધ્યાન ન આપો. લોકોને સેક્સ વિશેનું જ્ઞાાન અધકચરું હોય છે. આવું જ્ઞાાન તેઓ બધાંને વહેંચે છે. શરીર સંબંધ બાંધવાથી કશો રોગ થતો નથી. એઈડ્સની વાત છે તો બીજા સાથે કે વધુ વ્યક્તિઓ સાથે અસલામત સંબંધ બાંધવાથી થાય છે. એટલે તમે જીવનનો આનંદ લૂટો. જ્યાં સુધી સંબંધ જે કેટલીવાર કરવાની વાત છે તો તેનો કોઈ નિયમ નથી.

હું ૪૫ વર્ષની વિધવા છું.મારી મૂંઝવણ મારી દીકરીના કારણે છે. મારી ૨૪ વર્ષની પુત્રી એક પરણેલા અને બાળબચ્ચાંવાળી વ્યક્તિને પ્રેમ કરે છે. હું અને મારો પુત્ર આ વાતથી દુ:ખી છીએ. ઘણીવાર ઝઘડા થાય છે. હું રોજ તેને સમજાવું છું. એકથી એક દેખાવડા અને યોેગ્ય છોકરા તરફથી માંગા આવે છે, પરંતુ તે મક્કમ છે કે તે એ જ યુવાન સાથે લગ્ન કરશે. તે બાળબચ્ચાંવાળો છે. હજુ સુધી તેણે તેની પત્નીને છૂટાછેડા પણ આપ્યા નથી. મારી પુત્રી કહે છે તે છૂટાછેડા લઈ લેશે. તે વ્યક્તિ સરકારી નોકરીમાં છે. શું હું તેના વિરુધ્ધ કશું પગલું ભરી શકું? એક સ્ત્રી-(અનાવલ) સૌ પહેલાં તો તમે તમારી પુત્રીને સમજાવો કે તે શા માટે બીજી સ્ત્રીનું ઘર ભાંગી રહી છે. જે વ્યક્તિ પોતાની પત્નીને દગો આપી શકે છે તે કાલે તેના તરફ વફાદાર રહેશે ખરો? તેના પ્રેમીને બોલાવીને ધમકાવી શકો છો કે તેણે તમારી પુત્રી સાથે લગ્ન કર્યા તો તમે તેની વિરુધ્ધ પગલાં ભરશો.

જો તમારી પુત્રી તમારી વાત નથી સમજતી અને લગ્ન માટે મક્કમ છે તો તેને કહો કે પહેલાં તો તેના પ્રેમીના છૂટાછેડા થઈ જવા દે. ત્યાર પછી લગ્ન કરે, નહીં તો તેનાં લગ્ન કાયદેસરનાં નહીં રહે. સારી વાત તો એ છે કે તે વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા નહીં જ આપે. જો છૂટાછેડા માટે તૈયાર પણ થશે તો છૂટાછેડા લેવાની વિધિ એટલી લાંબી હોય છે કે તે પૂરી થતાં સુધીમાં તમારી પુત્રી પરનું પ્રેમનું ભૂત કદાચ ઊતરી જશે.

હું ૩૦ વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી. – એક સ્ત્રી(સૂરત) તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

Leave a Reply

Your email address will not be published.