
સમગ્ર રાજ્યમાં ઘણીવાર અકસ્માત એટલાં ભયંકર સર્જાતાં હોય છે કે, જેમાં અનેક લોકોને પોતનો તેમજ પોતાનાસ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે.
અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયા એ હેતુસર કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમો કડક કર્યાં છે. આની સાથે જ દંડની રકમમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. વાહન ચલાવતી વખતે ડ્રાઈવરની થોડી બેદરકારી લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
માર્ગ અકસ્માતની આ ઘટના ભરૂચમાં આવેલ નેત્રંગના એક ગામ પાસે સર્જાઈ હતી. બેકાબુ બનેલા એક બાદ એક એમ કુલ 3 જેટલા વાહનોને અડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ મો’ત નિપજ્યા હતા.
આની સાથે જ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક વ્યક્તિનું સારવાર વખતે હોસ્પિટલમાં મો’ત થયું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃ’તદે’હોને પો’સ્ટમો’ર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે ગુ’નો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
કુલ 2 લોકોના મૃ’તદે’હ પલટી મારી જતાં ટ્રકની નીચેથી કાઢવામાં આવ્યા હતા. મળી રહેલ જાણકારી મુજબ ભરૂચના ઝઘડિયામાં આવેલ નેત્રંગમાં આવેલ ધાણીખૂંટ ગામ પાસે બેકાબુ બનેલા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. આ ટ્રકે એક બાદ એક એમ કુલ 3 જેટલી બાઇકને અડફેટે લઈને રસ્તા પર પલટી મારી ગયો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચે તેની પહેલાં જ ગામલોકોએ ટ્રક નીચે દબાયેલા કુલ 2 લોકોના મૃ’તદે’હને બહાર કાઢવાના પ્રયત્ન કર્યાં હતા. પોલીસે ઘટનાસ્થલે પહોંચીને કુલ 4 લોકોના મૃ’તદે’હને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત મોતનો ગુ’નો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.