USB કેબલ વડે ગુપ્તાંગની લંબાઈ માપવી યુવકને ભારે પડી, ગુપ્તાંગમાં ફસાયો કેબલ અને ભારે પસ્તાયો

ક્યારેક દેશ અને વિદેશમાં વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. વિકૃત આનંદ લેવા માટે લોકો અનેક રીતોનો સહારો લેતા હોય છે પરંતુ ક્યારેક આવા પ્રયોગો કરવા ભારે પડતા હોય છે. અને આવા પ્રયોગોની મોટી કિંમત ચુકવવી પડી તી હોય છે. આવા અનેક કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વધુ એક વિચિત્ર કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સો લંડનમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 15 વર્ષના કિશોરે યુએસબી કેબલ પોતાના ગુપ્તાંગમાં ફસાવી દીધો હતો. ત્યારબાદ તે ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. ગુપ્તાંગમાંથી યુએસબી કેબલને દૂર કરવા માટે ડોક્ટોરે ઓપરેશન કરવું પડ્યું હતું. ડોક્ટર્સના કહેવા પ્રમાણે બાળક યુએસબી કેબલ વડે પોતાના ગુપ્તાંગની લંબાઈ માપી રહ્યો હતો.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે બાળક માટે એ પ્રયોગ તે સમયે ખૂબ જ ખતરનાક બની ગયો જ્યારે પહેલેથી જ ગાંઠ લગાવેલો કેબલ તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો. યુએસબી કેબલના બંને છેડા તેના પ્રાઈવેટ પાર્ટની અંદર જતા રહ્યા હતા. આ કારણે તેને બહાર કાઢવો ખૂબ મુશ્કેલ બની ગયો હતો.

બાળકે તે કેબલ બહાર કાઢવા ખૂબ પ્રયત્ન કર્યા હતા પરંતુ પરિણામસ્વરૂપ તેને પેશાબ માર્ગે ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. આ કારણે તેના પરિવારજનો ડરી ગયા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

યુરોલોજી કેસના રિપોર્ટ પ્રમાણે યુએસબી કેબલ ગુપ્તાંગમાં એવી રીતે ફસાઈ ગયો હતો કે, ડોક્ટર્સ સ્પેશિયલ ટૂલ દ્વારા પણ તેને બહાર નહોતા કાઢી શક્યા. તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ, લંડન ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

બાળકે પોતાની માતાની ગેરહાજરીમાં તેનું ઓપરેશન કરવા વિનંતી કરી હતી. તેના કહેવા પ્રમાણે યૌન જિજ્ઞાસાના પગલે ગુપ્તાંગને માપવા માટે તેણે એવું કર્યું હતું. સર્જરી દરમિયાન બાળકને કોઈ જ કોમ્પ્લેક્શન નહોતા આવ્યા અને એક સપ્તાહમાં તેને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો.

ડોક્ટર્સના કહેવા પ્રમાણે કોઈ પણ જાતનું ઓબ્જેક્ટ ગુપ્તાંગમાં ફસાઈ જાય તે ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી પેશાબમાં અડચણ આવી શકે છે. ઈફેક્ટેડ એરિયામાં બળતરા થઈ શકે છે. પેશાબના માર્ગે લોહી નીકળી શકે છે અને ખૂબ જ દુખાવાની ફરિયાદ રહે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *