સુરત માં નવા મેયરનું સામે AAPનો હોબાળો, આપના બે નેતા ઓ ને કોર્પોરેશન માંથી બહાર કાઢી મૂકાતા હોબાળો ચાલુ થયો

સુરતના મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. મનપાની મેયર પદની ચૂંટણીમાં હેમાલી બોઘાવાલા વિજયી બન્યા છે. હેમાલી બોઘાવાલાને 93 મત મળ્યા હતા. જ્યારે AAPના નિરાલી પટેલને 27 મત મળ્યા હતા.

સુરત મનપાની સામાન્ય સભામાંથી આપના ગોપાલ ઇટાલિયા અને દિનેશ કાછડીયાને બહાર કાઢવામાં આવ્યા હતા. ભાજપના ઘારાસભ્યો અને હોદેદારોને હોલમાં બેસવા મળે છે તો અમને કેમ નહીં તેઓ મુદ્દો આપના નેતાઓ એઉઠાવતાં મામલો ઉગ્ર થતા બહાર કઢવામાં આવ્યા હતા.

આજે સુરતના નવા મેયર અને અન્ય હોદ્દેદારોની ભાજપ દ્વારા વરણી કરવામાં આવી છે. ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી થયા પછી આજે પહેલી સામાન્ય સભા મળી હતી. જોકે, સુરત મનપાની સામાન્ય સભામાંથી આપના ગોપાલ ઇટાલિયા અને દિનેશ કાછડીયાને બહાર કાઢવામાં આવ્યા હતા.

ભાજપના ઘારાસભ્યો અને હોદેદારોને હોલમાં બેસવા મળે છે તો અમને કેમ નહીં તેઓ મુદ્દો આપના નેતાઓ એઉઠાવતાં મામલો ઉગ્ર થતા બહાર કઢવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે.

AAPના કાર્યકરોએ મચાવ્યો હોબાળો

SMCની સામાન્ય સભામાં AAPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઇને ગોપાલ ઇટાલિયા અને દિનેશ કાછડિયાને બહાર લઇ જવાયા હતા.ભાજપના MLA સામાન્ય બેઠકમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો સભા સ્થળ બહાર AAP અને ભાજપના કાર્યકર્તાઓ સામે સામે આવી ગયા હતા. અને એક બીજા વિરૂદ્વ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આજે સવારે જ થઈ વરણી

સુરતવાસીઓને આખરે નવા મેયર મળી ગયા છે. મેયર પદે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. સુરત મનપાના ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. તો આ તરફ પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. અને મનપાના શાસક પક્ષના નેતા તરીકે અમિત રાજપૂત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.