સુરતના યુવક-યુવતીએ ચાલુ બાઇકે એકબીજાને કરી કિ’સ, પછી શું થયું જુઓ વિડીયો…

આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત કંઈક નવું કરવાની લાલચમાં કે મિત્રો વચ્ચે રોલો પાડવા માટે આવું કામ કરી બેસતા હોય છે. જે તેમના માટે જોખમી સાબિત થાય છે. ખાસ કરીને બાઈક પર સ્ટંટ કરવાની જાણે કે, ફેશન આવી હોય તેમ નવાં નવાં વીડિયો સામે આવી રહ્યા છે.

એક દિવસ પહેલા જ એક યુવતીનો બાઇક પર સ્ટન્ટ કરતો વીડિયો સામે આવ્યો હતો. હાલ સુરતમાં વધુ એક બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક અને યુવતી ચાલુ બાઇકે ખુલ્લમ ખુલ્લો પ્રેમ કરી રહ્યા છે. આ વીડિયો સુરતનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયો વાયરલ થતા જ આવા જોખમી સ્ટન્ટ કરનાર યુવક-યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ એક દિવસ પહેલા જ બારડોલીની યુવતીએ બાઇક પર સ્ટંટ કરીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં વિવાદ સર્જાયો હતો. આવા સ્ટન્ટ બદલ યુવતીને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. આ બધા વચ્ચે સુરતમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં યુવક અને યુવતી બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યા છે.

હાલમાં વાઈરલ થઈ રહેલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાઇક પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈક દરમિયાન આગળ એટલે કે બાઇકની ટાંકી પર આવી જાય છે. જે બાદમાં બંને જાહેરમાં જ ન કરવાની હરકતો કરવા લાગે છે. આ સ્ટન્ટથી બંનેનો જીવ જોખમમાં મૂકાવાની શક્યતા રહેલી હતી.

આજકાલ દેખાદેખીમાં આવા વીડિયો બની રહ્યાનું લોકોનું માનવું છે. આવા સ્ટન્ટ કરીને જે તે વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકવાની સાથે સાથે રસ્તેથી પસાર થતા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકે છે. ક્યારેક આવા બનાવોમાં જીવ પણ જતો હોય છે. પોલીસ આવા લોકોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.