યુવક દસમામાં ભણતી છોકરીને ખેતરમાં લઈ ગયો, ‘પ્રેમમાં તો આવું કરવું પડે’ કહીને માણ્યું શરીર સુખ, બર્થ-ડે પર ફરી બાંધ્યા શરીર સંબંધ ને…..

શહેરના વાસણા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દેતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં ડોક્ટરે સોનોગ્રાફી કરી દીકરી 6 મહિના ગર્ભવતી હોવાનું જણાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ બાળકના પિતા અંગે કંઈ ન કહેતા તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, સગીરા પરિવાર સાથે હાથીજણમાં રહેતી હતી, ત્યારે પાડોશી યુવકના પ્રેમમાં પડી હતી. સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે યુવકના પરિજયમાં આવી હતી. દરમિયાન યુવક સગીરાને ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેને શરીરસુખ માણવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં પ્રેમમાં તો આ બધું કરવું પડે તેમ કહી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

સગીરાએ આ અંગે તેની ફ્રેન્ડ સાથે વાત કરતાં તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે તેમ કહ્યું હતું. બીજી તરફ સગીર દીકરીના પ્રેમસંબંધ અંગે ખબર પડતાં તેમણે યુવકને બોલાવી મા-ર માર્યો હતો અને દીકરીને પરેશાન ન કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, પરિવાર હાથીજણથી વાસણામાં રહેવા આવી ગયો હતો.

બીજી તરફ સગીરા જન્મ દિવસે દાદી સાથે હાથીજણ આવી ત્યારે પ્રેમી ફરીથી તેને મળવા આવ્યો હતો તેમજ તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. અહીં પણ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, આ સંબંધ પછી સગીરા માસિક ન આવતાં ટેન્શનમાં આવી ગઈ હતી. આ અંગે તેણે પ્રેમીને વાત કરતાં તેણે તારા શરીરમાં લોહી ન હોવાથી માસિક ન આવતું હોવાનું જણાવ્યું હતું. જોકે, સગીરા માસિક આવતું ન હોવાથી ડરી ગઈ હતી. તેમજ તેની માતાને પણ આ અંગે ખોટું કહ્યું હતું.

દરમિયાન સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલા હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરતાં સગીરાએ ઉપરની સંપૂર્ણ વિગત જણાવી હતી અને યુવકે બેથી ત્રણવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ધડાકો કર્યો હતો. પરિવારે સમગ્ર હકિકત સામે આવતાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *