સની લિયોન ને પોતાનું દિલ આપી બેઠા સલમાન ખાન, પ્રપોઝ કરીને કહ્યું – મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે, જુઓ વિડિયો

અભિનેતા સલમાન ખાન પોતાના કરોડો ફેન્સનું ફિલ્મોની સાથે પોતાના ટીવી શો બિગ બોસ થી પણ મનોરંજન કરતા રહે છે. સલમાન ખાનનો આ શો દરેક સિઝનમાં અંદાજે ૪ મહિના સુધી ચાલે છે અને હાલમાં તેઓ આ શો માં વ્યસ્ત છે. બિગ બોસની ૧૪મી સિઝન છે અને આ સીઝન પોતાના અંતિમ સ્ટેજમાં પહોંચી ચૂકી છે.

સલમાન ખાનનાં આ શો પર અવાર-નવાર બોલિવૂડ સાથે જોડાયેલા કલાકારો પણ આવતા રહે છે. હવે સલમાન ખાનનાં આ શો પર બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન આવેલ છે. કરોડો દિલો પર પોતાનો જાદુ ચલાવી ચૂકેલા સની લિયોને સલમાન ખાન ઉપર પણ પોતાના જાદુની છડી ચલાવી દીધી હતી અને સલમાન ખાન પણ સની પર લટ્ટુ થઈ ગયા હતા.

હાલનાં એપિસોડમાં બિગબોસમાં “વિકેન્ડ કા વાર” એપિસોડમાં એક્ટ્રેસ સની લીયોની પહોંચી હતી. આ દરમિયાન સલમાન ખાન સની લીયોની સાથે મસ્તી ભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા અને તેમણે સની લિયોનીને આ દરમિયાન પોતાના દિલની વાત પણ કહી હતી. સલમાન ખાને મસ્તી મજાકમાં સની ને પ્રપોઝ કરી દીધું હતું. જવાબમાં સની લિયોનીએ પણ સલમાન નું દિલ તોડ્યું નહીં અને તેમણે પણ પોતાના દિલમાં સલમાન માટે પ્રેમ વ્યક્ત કર્યો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સલમાન ખાન અને સની લીયોની બીગ બોસના સેટ પર નજર આવી રહ્યા છે. શો નાં મેકર્સ દ્વારા આ એપિસોડનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન સની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તો સાથે બંને કલાકારોનાં ફેન્સ તેના પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાનને એક્ટ્રેસ સની લીયોની કહે છે કે, “તમને શું બીમારી છે?” આ સાંભળીને સલમાન ખાન કહે છે મને હાલમાં તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. તેને લવેરીયા કહે છે. સલમાન ખાનના આટલું કહેવા પર ઍક્ટ્રેસ પોતાના દિલ પર હાથ રાખી છે અને કહે છે કે સલમાન… સલમાન. સલમાન ખાનનો આ અંદાજ જોઈને સની પણ કહે છે કે, “જો મને પણ થઇ ગયો છે.” ત્યાર બાદ સલમાન ખાન હસતા-હસતા સનીને ગળે લગાવે છે અને બંને કલાકારોનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અહીં જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

ફિલ્મની વાત કરવામાં આવે તો સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે છે. તેની આ ફિલ્મ વર્ષે ઇદ પર રીલિઝ કરવામાં આવશે. વળી વિતેલા દિવસોમાં સલમાન ખાન પોતાના જીજા આયુષ શર્મા સાથે ફિલ્મ “અંતિમ” નું શૂટિંગ પણ શરૂ કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.