આ દેશમાં 7 બાળકો પેદા કરવા પર મળે છે ગોલ્ડ મેડલ અને અનોખી સુવિધા, જાણો આ દેશ વિશે.

દુનિયામાં જનસંખ્યાના વિ’સ્ફો’ટથી સૌ કોઈ પરેશાન છે. વધતી જતી જનસંખ્યાના કારણે અનેક પ્રકારની સમસ્યા સામે આવવા લાગી છે. જેમાં પ્રદૂષણનું દર વધવાથી લઈને ગ્લોબલ વૉર્મિંગ સુધી સામેલ છે. અનેક દેશોએ, ખાસ કરીને ચીને જનસંખ્યા પર લગામ લગાવવા માટે પોતાના દેશમાં કડક કાયદા બનાવી દીધા હતા. અહીં એકથી વધુ બાળતો પેદા કરવા પર લોકોને અનેક સુવિધાઓથી વંચિત કરી દેવામાં આવતા હતા. જો કે, હવે આ નિયમો હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં લોકોને બાળકો પર કંટ્રોલ કરવાની અપીલ કરવામાં આવી છે. પરંતુ આજે અમે જે દેશ વિશે તમને જણાવવા જઈ રહ્યા છે ત્યાં મામલે બરાબર ઉલટો છે. આ દેશમાં જો તમે સાત બાળકો પેદા કર્યા તો તમને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જી હાં, આ સિવાય પણ અનેક સુવિધાઓ આપવામાં આવે છે. શું તમે જાણવા માંગો છો ક્યો છે એ દેશ…

આજના સમયમાં મોટાભાગના દેશ પોતાની વધતી જનસંખ્યાથી પરેશાન છે. આ દેશોએ જનસંખ્યા કંટ્રોલ કરવા માટે અનેક ઉપાયો પણ કર્યા, જેની કાંઈ ખાસ અસર ન જોવા મળી.

જો કે, દુનિયામાં કેટલાક એવા પણ દેશ છે, જ્યાંની સરકાર જનસંખ્યા વધારવા માટેના પ્રયાસો કરી રહી છે. આ દેશોમાં જન સંખ્યા વધારવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કઝાખસ્તાનના સામાજિક કાર્યક્રમ વિભાગના અક્સાના આલૂસેજોવાના પ્રમાણે, વધુ બાળકો પેદા કરવા અહીંની સરાકરી નીતિઓમાં સામેલ છે. દેશની વસતી ઓછી છે. જો તેઓ વધુ બાળકો પેદા કરશે તો વસતી વધશે.

તમને સાંભળીને આશ્ચર્ય થશે. પરંતુ આ સત્ય છે. એવો જ એક દેશ છે કઝાખસ્તાન. આ દેશમાં સાતથી વધુ બાળકો પેદા કરવા માટે મહિલાને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. સાથે જ તેને હીરો મધર્સની ઉપાધી આપવામાં આવશે.

જો મહિલાએ 6 બાળકોને જન્મ દીધો છે તો તેમને સિલ્વર મેડલ પણ આપવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહિલાઓને મેડલ સિવાય પણ અનેક સુવિધાઓ આપવામાં આવે છે.

એવામાં જિંદગીભર સરકારી ભથ્થુ પણ સામેલ છે. ભથ્થા પ્રમાણે, મહિલા અને તેના પરિવારને આખી ઉંમર મફત રાશન અને ઘરન ખર્ચ આપવામાં આવે છે. તેના માટે સાત બાળકો પેદા કરવા જરૂરી છે.

કઝાખસ્તાનમાં સરકાર ગર્ભવતી મહિલાઓની આર્થિક મદદ કરે છે. અહીં હીરો મધર કહેવડાવવા માટે ચાર બાળકોનું હોવું જરૂરી છે. જો આવું નથી થતું તો મહિલાને કોઈ માસિક ભથ્થું નથી આપવામાં આવતું.

જેમના ઘરમાં છ થી સાત બાળકો છે, ત્યાં ઉંમરભર ભથ્થું આપવામાં આવે છે. પરંતુ જ્યાં ચાર બાળકો છે, તેમના બાળકોના 21 વર્ષના થવા સુધી આ ભથ્થું આપવામાં આવે છે. કઝાખસ્તાનમાં બાળકો પેદા કરવા પર પુરસ્કાર આપવાની પ્રથા 1944થી શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *