1 મહિલા રસ્તા પર પોતાના પતિને મારી રહી છે, તમે શું કરશો? IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા આ સવાલનો છોકરાએ આપ્યો કાયદાકીય જવાબ. મિત્રો, આજે અમે આઇએએસ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા અમુક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ, જે ટ્રિકી હોવાની સાથે સાથે મજેદાર પણ છે. જેને જાણીએ તમને મજા પણ આવશે અને જાણકારી પણ મળશે. આ ટ્રિકી સવાલ મોટાભાગે ઇન્ટરવ્યૂમાં તમારા મગજની તપાસ માટે પૂછવામાં આવે છે. લોકડાઉન વચ્ચે લાખો વિદ્યાર્થીઓ અને ઉમેદવારોએ ભણતર શરૂ જ રાખ્યું છે. કારણ કે પરીક્ષા ક્યારેય પણ લેવામાં આવી શકે છે.
દેશમાં દર વર્ષે લાખો બાળકો યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરે છે. તેઓ લેખિત પરીક્ષાની સાથે સાથે ઇન્ટરવ્યૂની તૈયારી પણ કરે છે. યુપીએસસીની પરીક્ષાની સાથે જ ઇન્ટરવ્યૂ પણ ઘણું મુશ્કેલ હોય છે. તેમાં ઉમેદવારોનું આઈક્યૂ ચેક કરવા માટે ઘણીવાર ટ્રિકી સવાલ પૂછવામાં આવે છે. એટલા માટે પોતાના જનરલ નોલેજને વધારવા માટે તમે પણ આ સવાલોના જવાબ જરૂર જાણી લો.
સવાલ 1 : ધમાલ થવા પર સરકાર શું કરીને ઇન્ટરનેટ બંધ કરાવી દે છે?
જવાબ 1 : સરકાર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપે છે કે તે ઇન્ટરનેટ સપ્લાઈ બંધ કરી દે. અને જો ટેલિકોમ કંપની સરકારી છે, તો નિયંત્રણ સરકારના હાથમાં જ હોય છે. ખાનગી કંપનીઓને પણ લાઇસેંસિંગ સરકાર તરફથી જ મળે છે.
સવાલ 2 : રાજેશ પોતાની આગળ બેસેલી મહિલા વિષે જણાવે છે કે, તે મારી પત્નીના પતિની માં ની દીકરી છે. તો તે મહિલાનો રાજેશ સાથે કયો સંબંધ થયો?
જવાબ 2 : બહેન.
સવાલ 3 : રોબોટિક્સનું ભવિષ્ય શું છે? શું તે સમય પણ આવશે જયારે માણસોની જગ્યા રોબોટ લઇ લેશે?
જવાબ 3 : રોબોટિક્સ અને માણસના વિચાર ભાવનાત્મક રીતે અલગ હોય છે. આપણે લોકો બુદ્ધિજીવી છીએ, માણસે રોબોટને બનાવ્યો છે. રોબોટમાં ભાવના અને ચેતના હજી આવી નથી, અને આવવી પણ મુશ્કેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જરૂર આવી ગયું છે, પણ તેનો સામાન્ય ટેસ્ટ રહે છે જેને પાસ કરવા પર જણાવવામાં આવે છે કે, રોબોટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તેનામાં માણસો જેવી લાગણી નથી આવી શકતી, માણસોની જગ્યા લેવી રોબોટ માટે મુશ્કેલ છે.
સવાલ 4 : 10 માં માળ પર ચાલી રહેલા ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને કહ્યું કે, ‘તમે બારીમાંથી કૂદી જાવ, જો તમે જીવતા બચ્યા તો અમે તમને સિલેક્ટ કરી લઇશું.’
જવાબ 4 : ઉમેદવાર તે સવાલને સમજી ગયો અને તેણે ઘણી ચતુરાઈથી બારી પર ચડીને રૂમની અંદર કૂદકો મારીને પરીક્ષા પાસ કરી લીધી.
સવાલ 5 : યાત્રી ગણ કૃપયા ધ્યાન આપો, રેલવે સ્ટેશન પર ગુંજતો આ અવાજ કોનો છે?
જવાબ 5 : સરલા ચૌધરીનો.
સવાલ 6 : માણસના શરીરનું કયું અંગ વીજળી ઉત્પન્ન કરી શકે છે?
જવાબ 6 : મગજ, તે 12 થી 15 વૉટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
સવાલ 7 : અમેરિકાના આધાર કાર્ડને શું કહે છે?
જવાબ 7 : ગ્રીન કાર્ડ.
સવાલ 8 : આપણે પાણી શા માટે પીએ છીએ?
જવાબ 8 : કારણ કે આપણે પાણી ખાઈ નથી શકતા, ચાવી નથી શકતા.
સવાલ 9 : હોસ્પિટલમાં “OPD” નો અર્થ શું થાય છે?
જવાબ 9 : OPD નો અર્થ Out Patient Department થાય છે. તે દર્દી જેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી, જે ડોક્ટર પાસે કોઈ નાનકડી સમસ્યા માટે સલાહ અથવા દવા લેવા આવે છે અને પાછા જતા રહે છે. તેમનો સમાવેશ ઓપીડીમાં થાય છે.
સવાલ 10 : એક પિતા પોતાની દીકરીને એક ફળ આપીને કહે છે કે, ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે, અને ઠંડી લાગે તો સળગાવી દે જે. જણાવો તે ફળ કયું હશે.
જવાબ 10 : નારિયેળ.
સવાલ 11 : 11 + 11 = 4, 12 + 12 = 9, તો 13 + 13 = ?
જવાબ 11 : 16.
સવાલ 12 : જો રોડ પર એક મહિલા પોતાના પતિને મારી રહી છે, તો તમે શું કરશો?
જવાબ 12 : સૌથી પહેલા ત્યાં જઈને જાણવા પ્રયત્ન કરીશ કે, તે મહિલા તેની પત્ની છે કે નથી. પછી ઝગડો બંધ કરાવીને આગળની કાર્યવાહી કરીશ.
સવાલ 13 : તે કયું જીવ છે જે દરેક વસ્તુનો સ્વાદ પોતાની જીભથી નહિ પણ પોતાના પગથી લે છે?
જવાબ 13 : પતંગિયું.
સવાલ 14 : એક નવજાત શિશુના શરીરમાં લોહીની માત્રા કેટલી હોય છે?
જવાબ 14 : 270 ml.
સવાલ 15 : 1 રૂપિયામાં 40 ચકલી, 3 રૂપિયામાં 1 કબૂતર, 5 રૂપિયામાં 1 મરઘી, તો જણાવો 100 રૂપિયામાં 100 પક્ષી કેવી રીતે આવશે?
જવાબ 15 : 2 રૂપિયામાં 80 ચકલી, 3 રૂપિયામાં 1 કબૂતર, અને 95 રૂપિયામાં 19 મરઘી ખરીદીને 2 + 3 + 95 = 100 રૂપિયામાં 80 + 1 + 19 = 100 પક્ષી આવી જશે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.