યુવતીએ લગ્નની ના પાડી તો પ્રેમીએ ભરીબજારમાં મારી દીધી ગોળી, જાણો કયાની છે આ ઘટના

પાકિસ્તાનમાં બિન-ઇસ્લામિક લોકો સામે હિંસા વધી રહી છે. રાવલપિંડીમાં, એક ખ્રિસ્તી છોકરીની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી હતી કે તેના પરિવારે મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી હતી. ખરેખર ખ્રિસ્તી છોકરીના માતાપિતા તેમની પુત્રીના લગ્ન મુસ્લિમ છોકરા સાથે કરવા તૈયાર ન હતા. તેમછતાં મુસ્લિમ યુવકે યુવતી સાથે બળજબરી કરી હતી અને યુવતીએ ના પાડી દીધી હતી, તો આ મુસ્લિમ યુવકે યુવતીની હત્યા કરી નાખી હતી. આ ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ ધર્મના આધારે ભેદભાવ અને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો સામે વધતી હિંસા પર પ્રશ્નો ઉભા કર્યા છે. એક ખાનગી અહેવાલ મુજબ, રાવલપિંડીમાં કોરલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ હત્યાના આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપી શહજાદ હજી પોલીસની ધરપકડથી બહાર છે, જેની ધરપકડ કરવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, શહજાદની માતાએ તેમના પુત્રના લગ્નની મૃતક સોનિયાના સંબંધીઓ સામે પ્રસ્તાવ મૂક્યો હતો, આ પ્રસ્તાવને યુવતીના ઘરના સભ્યોએ ના પાડી દીધી હતી. પરિવારે લગ્ન કરવાની ના પાડી એ સોનિયાને ભારે પડી ગયું હતું અને આરોપીએ તેની હત્યા કરી હતી. સોનિયાના માતાપિતા ઇચ્છતા હતા કે તે બીજા છોકરા સાથે લગ્ન કરે. જેની સાથે તેણી લગ્ન કરવા જઇ રહી હતી તેનું નામ ફૈઝાન જણાવવામાં આવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક યુવતી ઘટનાના દિવસે ફૈઝાન સાથે ફરી રહી હતી, તે દરમિયાન શેહઝાદ નામના છોકરાએ તેના પર ગોળીબાર કર્યો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નનો પ્રસ્તાવ મૂકવાનો ઇનકાર કરતાં શેહજાદ ખૂબ ગુસ્સે હતો. અને આ પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *