માત્ર 500 રૂપિયા લઈ પોતાનું સપનું પૂરું કરવા મુંબઈ આવી હતી આ અભિનેત્રી,આજે તેની પાસે કરોડો ની સંપતિ છે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવીને કારકિર્દી બનાવવાની સાથે સાથે પોતાને એ લક્ષ્સ્ય સુધી પહોંચડવા જ્યાં પહોચવું દરેકનું સપનું છે. આ ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જેની પાસે અહીં કોઈ ગોડફાધર નહોતો આમ હોવા છતાં પણ તેઓએ તેમના અભિનય અને ક્ષમતાને કારણે આ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે અને તે બધા એક જાણીતા સ્ટાર છે. આજે અમે તમને એવી જ એક અભિનેત્રી વિશે જણાવીશું જે આજે લાખો લોકોના દિલ પર રાજ કરે છે, પરંતુ જ્યારે તે અભિનયમાં કારકીર્દિ બનાવવા માટે મુંબઇ આવી ત્યારે તેની પાસે માત્ર 500 રૂપિયા હતા અને આજે તેણી કરોડોની માલિક છે. અમે વાત કરી રહ્યા છીએ ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટાની વિશે. દિશાએ એમએસ ધોની સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. તેની પહેલી જ ફિલ્મથી દિશાએ લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ બની હતી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં દિશાની કારકિર્દીની નવી શરૂઆતનો શ્રેય પણ આ ફિલ્મને જાય છે. આ ફિલ્મે દિશા ને ઉદ્યોગમાં ઓળખ આપી હતી. જણાવી દઈએ કે હવે દિશા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે અને હવે તે એક પછી એક હિટ ફિલ્મોમાં પોતાનું નામ નોંધણી કરાવી રહી છે.દિશાને જ્યારે એક ઈન્ટરવ્યુમાં તેની બોલિવૂડમાં મળેલી સફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે તેણે ખૂબ મહેનત કરવી પડી હતી.જણાવી દઈ કે દિશા હંમેશા અભિનયની શોખીન હતી અને તેનું સ્વપ્ન પૂરું કરવા દિશાએ પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. અને અભિનયની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ શહેર આવી હતી. દિશાએ જણાવ્યું કે મુંબઈ શહેર તેમના માટે સંપૂર્ણપણે નવું હતું અને તે અહીં એકલી રહેતી હતી. તે તેના ઘરેથી માત્ર 500 રૂપિયા જ લઈ ને આવી હતી અને તે અહીં પોતાનો ખર્ચ જાતે ચલાવતી હતી, તેણીએ ક્યારેય ઘરેથી પૈસા માંગ્યા નહીં.

દિશાએ કહ્યું કે તેની જિંદગીનો એક સમય એવો હતો જ્યારે તેની પાસે પૈસા નહોતા. રોજ ઓડિશન આપવા જવું પડતું. પરિસ્થિતિ એટલી કથળી ગઈ હતી કે કામ ન હોવા છતાં પણ ઘરનું ભાડુ ચૂકવવા માટે પૈસા નહોતા. પરંતુ દિશાએ કદી હાર માની ન હતી, ત્યારબાદ તેને બોલિવૂડની ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં નાના રોલ માટે સાઇન કરવામાં આવી હતી. પરંતુ આ નાનકડી ભૂમિકાથી આ ઉદ્યોગને દિશા મળી. દિશાએ કહ્યું કે તે પછી તેને એક ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેણીની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ આવી હતી. પરંતુ દિશા એ હાર માની ન હતી અને સખત મહેનત કરતી રહી. જોકે, દિશાની મહેનતનું પરિણામ એ છે કે તે હવે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. એક સમયે 500 રૂપિયા લઈને મુંબઇ આવેલી આ યુવતીનું આજે મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં પોતાનું ઘર છે. આ એપાર્ટમેન્ટને દિશાએ પોતે 2017 માં પોતાને જ ભેટ આપી હતી. દિશાના આ ઘરનું નામ ‘લિટલ હટ’ છે. જેની કિંમત આશરે 5 કરોડ છે.

Leave a Reply

Your email address will not be published.