સાપ્તાહિક રાશિફળ : 8થી 14 ફેબ્રુઆરીનો સમય શું લાવ્યો છે 12 રાશિ માટે જાણવા વાંચો રાશિફળ

મેષ

સપ્તાહ દરમિયાન નોકરીમાં કાર્યની પ્રસંશા થાય. વ્યવસાયમાં નવી ટેકનીકથી લાભ થાય. ભાગ્યોદયની તક મળે. લગ્ન ઇચ્છુકોને અનુકુળતા. શેર સટ્ટામાં લાભ થાય. મિલકત લેવાના કાર્યેામાં ઉતાવળ ન કરવી. વિદેશથી લાભ. પ્રવાસમાં સંભાળવું. શનિવાર લાભદાયક રહેશે. કોઇ ન ધારેલી સફળતા મેળવશો. પ્રતિષ્ઠામાં વધારો થાય. સ્વાસ્થ્યમાં સુધારો થાય. વડિલો સંબંધિત પ્રશ્નોમાં અનુકુળતા રહે. ફાઇનાન્સના પ્રશ્નોમાં અનુકુળતા વધવાની છે. સરકારી કોન્ટ્રાકટ મેળવવામાં સફળતા રહે. માન જળવાય તે રીતે આજીવીકા મેળવી શકશો. બીજાને મદદરૂપ થવાની ઇચ્છા ફળે. મહત્વકાંક્ષાને કાબૂમાં રાખવી.

વૃષભ

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં અવરોધો દૂર થાય. નોકરીમાં બદલીની ઇચ્છા ફળે. દોડધામથી દૂર રહેવું. લગ્નજીવનમાં જાળવવું. ભીડભાડથી દૂર રહેવું. ગુરૂવાર લાભદાયક રહે. સરકારી કાર્યેામાં કોઇ ઉતાવળ ન કરવી. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. માતાના સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય છે. નવા પ્રોજેકટ અંગે અનુકુળતાઓ રહે. ભાઇ–બહેનો સાથે થયેલા મતભેદો દૂર થાય. ભાગ્યોદયની તક માટે સારો સમય છે. સકારાત્મક વિચારોથી લાભદાયક સમય રહે. દાન કરવાથી વિશેષ લાભ રહે.

મિથુન

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં પરિવર્તનની ઇચ્છા ફળીભૂત થાય. નોકરીમાં અનુકુળ વાતાવરણ રહે. આત્મવિશ્વાસ વધે. મિલકતની લે–વેચમાં લાભ. માનસિક તનાવ હળવો થાય. ગુરૂવાર લાભદાયક રહે. કારણ વગરના વિચારોને લઇને ડિપ્રેશનના ભોગ ન બનો તેનું ધ્યાન રાખો. સંતાનોની સગાઇ લગ્નના પ્રશ્નો માટે પ્રવાસ થાય. ભાગીદારોને સમજવાનો પ્રયત્ન કરવો. મિત્રોથી લાભ. પુરૂષાર્થનું ફળ મળવાનું છે. આત્મવિશ્વાસ વધારવો. કાર્યક્ષેત્રના વિકાસ માટે પરિવારના સભ્યોનો સહકાર મેળવવો.

કર્ક

સપ્તાહ દરમિયાન નોકરીમાં જવાબદારી વધે. વ્યવસાયમાં કાર્યક્ષેત્ર વધવાનું છે. મિલકતના પ્રશ્નોમાં થોડો સમય રાહ જોવી. રોમાન્સમાં સફળતા મળે, લગ્ન ઇચ્છુકોને સફળતા મળે. કાનુની પ્રશ્નોથી જાળવવું. ભીડભાડથી દૂર રહેજો. શુક્રવાર લાભદાયક. નવા આયોજનમાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય બાબત જાળવવું. મોજશોખમાં સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું. ખર્ચ ઉપર કાબૂ રાખવો જરૂરી. લગ્નજીવનમાં ગેરસમજા ટાળવી. જીવનશૈલીમાં મહત્વના ફેરફારો થવાની સંભાવના છે.

સિંહ

સપ્તાહ દરમિયાન નોકરી, વ્યવસાયમાં પ્રતિકુળતા રહે. મિલકતના પ્રશ્નોમાં સફળતા. લેખનકાર્ય કરતાં લોકોએ તેમાં ઉતાવળ ન કરવી. સગાઇના કાર્યમાં નિર્ણયો બાબત સર્તકતા રાખવી. ગુરૂવાર લાભદાયક રહે. મિત્ર વર્તુળનો સહકાર મળે. ભાઇ–બહેનો સાથે પરિવારના પ્રશ્નો બાબતે ચર્ચા થાય. સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્સન રહે. જીવનસાથી સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. અધિકારીઓ સાથે સુમેળ જરૂરી. પરિવારના સભ્યો કે ભાગીદારોની સાથે મહત્વની ચર્ચા વિવાદ થાય. ગુસ્સો કરવાથી દૂર રહેજો. મહત્વના કાર્યેામાં નિર્ણયો કુનેહપૂર્વક લેવા.

કન્યા

સપ્તાહ દરમિયાન નોકરી વ્યવસાયમાં પરિવર્તન ન કરવું. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. કાનૂની પ્રશ્નો ટાળવા. મિલકતના પ્રશ્નોમાં લાભ રહે. ઘણા સમયથી અટકતા કાર્યેા આગળ વધે. ભીડભાડથી દૂર રહેવું સ્વાસ્થ્ય માટે સારું. સોમવાર લાભદાયક રહેશે. સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. નકારાત્મક વિચારોને ટાળવા. મનમાં અકારણ ભય રહે. ભાઇ–બહેનોનો સહકાર મળશે. મહત્વકાંક્ષાને કાબુમાં રાખજો. લગ્ન ઇચ્છુકોને આ સમય અનુકુળતા બતાવે છે. ભાગીદારોનો સહકાર રહે. જમીન, મકાનની લે–વેંચ કે રીનોવેશનનો યોગ છે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત સારુ રહે. મતભેદો ટાળવા. મિત્રોને સમજવાનો પ્રયાસ કરો.

તુલા

સપ્તાહ દરમિયાન નોકરીમાં પરિવર્તનની ઇચ્છા રહે. મિત્રોનો સહકાર રહે. વ્યવસાયમાં જુના સંબંધો લાભદાયક રહે. સગાઇ–લગ્નના નિર્ણયોમાં અવરોધોની શકયતા. શકય હોય તો પ્રવાસ ટાળજો. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. ગુરૂવાર લાભદાયક. કાર્યશકિતમાં વધારો થાય. સંતાનોની સગાઇ લગ્નના કાર્યેામાં સફળતા મળશએ. પિતાનો સહકાર રહે. કોર્ટ કેસના પ્રશ્નોથી દૂર રહેવું. વ્યવસાયની નવી જગ્યાની ખરીદીમાં સફળતા મળે. નવી ટેકનીકનો ઉપયોગ કરવાથી લાભ રહેવાનો. સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. અટકતા કાર્યેામાં ધ્યાન આપો. ભાઇ–બહેનો સાથે ધાર્મિક કાર્યમાં ભાગ લેશો. સીઝનલ ધંધામાં અનુકુળતા રહે. ઓમ નમ: શિવાય મંત્રના જાપ કરવા.

વૃશ્ચિક

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં ન ધારેલો લાભ અને નોકરીમાં કાર્ય સફળતા. ભાગીદારોનો સહકાર રહે. મિલકતના પ્રશ્નોમાં કોઇની મદદ મળી શકે છે. અચાનક સગાઇ–લગ્નની ઇચ્છા ફળે. તબીયત બાબત સુધારો રહે. હનુમાનજીના રોજ દર્શન કરવા. સોમવાર લાભ રહે. આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળવાના. ભાઇ–બહેનોને ત્યાં માંગલીક પ્રસંગોમાં જવાનું થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વધારો કરવાની ઇચ્છા ફળે. લગ્નજીવનમાં સુમેળ રાખવો. વિજાતીય સંબંધોમાં જાળવવું. ઇમ્પોર્ટ–એકસપોર્ટના ધંધાર્થીઓને લાભ થઈ શકે છે. નવી ઓળખાણ થાય. મહત્વના કાર્યેામાં અંગત ધ્યાન આપવું પરિવારના સભ્યોનો સાથ સહકાર સારો રહે. સરકારી કાર્યેામાં અનુકુળતા રહે. પ્રવાસ ટાળવો.

ધન

સપ્તાહ દરમિયાન નોકરીમાં જવાબદારી વધે. વ્યવસાયમાં અવરોધો ઊભા થાય. આત્મવિશ્વાસ વધારવો. સ્વાસ્થ્ય બાબત જાળવવું. વિલ વારસાના પ્રશ્નોમાં લાભ થાય કાનૂની પ્રશ્નો ટાળવા. મંગળવાર લાભ રહે. મિલકત ઉપર કર્જ લઇને કોઇ સપ્તાહ ન કરવું. મોસાળથી લાભ. વિદેશથી નાણાકીય લાભ રહે. ધાર્મિક યાત્રા પ્રવાસમાં જવાનું થાય તો ટાળવું. આધ્યાત્મિક વિચારોમાં વધારો થાય. મેડીટેશનથી લાભ. ધાર્મિક કાર્યમાં રુચી વધે. માતાને સહકાર આપવો. અહંકારથી દૂર રહેજો. રાજકીય લાભ રહેવાનો. મનનો ઉત્સપ્તાહ વધવાનો. સ્વાસ્થ્ય સારુ રહે.

મકર

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું. નોકરીમાં સફળતા મળે. નવી ઓફર આવી શકે છે. મિલકતની લે–વેંચમાં અનુકુળતા. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. કર્જ ન કરવું. ગુરૂવાર લાભકારી. ભાગીદારો સાથે કોઇ મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. અગત્યના કાર્યેામાં કોઇનો વિશ્વાસ કરવામાં ઉતાવળ ન કરવી. ઉધારીમાં ધંધો હીતાવહ નથી. પરિવારના વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત જાળવવું. તમારા કાર્યને તમારે પ્રાધાન્ય આપવું, અંગત ધ્યાન દેવું. અંગત જીવનમાં ગેરસમજો ટાળવી. નવી યોજના બાબત ચોકકસ વિચારી શકાય છે.

કુંભ

સપ્તાહ દરમિયાન નોકરીમાં કાર્યભાર રહે. ધંધામાં પરિવર્તનની ઇચ્છા ફળ. પ્રોપટીના પ્રશ્નોમાં લાભ થાય. કાનૂની પ્રશ્નોથી દૂર રહેવું. લગ્ન ઇચ્છુકોને સફળતા મળશે. ગુસ્સાને કાબૂમાં રાખવો. પ્રતિષ્ઠા વધે. બ્લડપ્રેશરની તકલીફવાળાઓએ જાળવવું. ભીડભાડથી દૂર રહેવું. મંગળવાર લાભકારી રહે. કાર્યશકિતઓ વધવાની કોઇ નવા આયોજન બાબત કર્મચારી વર્ગ કે અધિકારી સાથે ચર્ચા વિચારણા થાય. વિદેશ વસતા સગા–સ્નેહી તરફથી સારા સમાચાર આવે. સરકારી કાર્યેામાં સફળતા મળે. મેડિટેશનથી મનમાં શાંતિ રહે. યુવા વર્ગને વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. બહારનું ખાવાપીવાથી દૂર રહેવું. ઉધારીથી જાળવવું.

મીન

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં પ્રતિકુળતાનો સામનો કરવો પડે. નોકરીમાં સ્થીરતા રહે તે ધ્યાન રાખવું. મિલકતના પ્રશ્નોથી લાભ થાય. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. લગ્ન ઇચ્છુકોને મનગમતી વ્યક્તિ તરફથી પ્રસ્તાવ આવે. લખાણ બાબત સાવધાની જરૂરી. પ્રવાસ ટાળજો. ગુરૂવાર લાભકારી રહે. ચેકબુકનો ઉપયોગ કરવામાં સાવધાની રાખી. નબળા વિચારોને ટાળજો. લગ્નજીવનમાં મતભેદના કારણે કોઇ ટેન્શન રહી શકે છે. તેથી મતભેદો ટાળવા. સંતાનોની સગાઇ લગ્નના કાર્યેાની ચર્ચા આગળ ચાલે. રોજીંદા કાર્યેાને વળગી રહો. મિત્રોથી સહકાર રહે. પરિવારના પ્રશ્નોનું નિરાકરણ શકય બને. કોઇ નવી યોજના લાભદાયક રહે.

Leave a Reply

Your email address will not be published.