અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આ કારણે 20 થી 25 ગાડીઓ એક સાથે અથડાઈ

સોમવારે સવારે અમદાવાદ થી વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ૪૫ જેટલા વાહનો એક બીજા વાહનોની સાથે ટકરાઈ ગયા હતા.જો કે આ અકસ્માતમાં કોઈની એ જાનહાની નથી થઇ.

અહીંયા ધુમ્મસને લીધે હાઈવે પર દૃશ્યતા ૧૦ મીટરથી પણ ઓછી હતી.અને તેના જ લીધે આ અકસ્માત સર્જાયો હતો.ત્યાં ઘણી કારોને ઘણુંએવું નુકસાન થયું છે.ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે હાઈવે પર એટલી બધી ધુમ્મસ છે કે કાર ફક્ત ૩૦ ની ઝડપે જ ચાલી રહી હતી.

ઓછી દૃશ્યતાને કારણે સર્જાયો અકસ્માત : મળેલી માહિતીના પ્રમાણે આ અકસ્માત અમદાવાદ ટોલ બ્લોકથી ૧૦ થી ૧૫ મીટરની અંતરે સવારે ૮:૪૫ વાગ્યેના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બનાવ બન્યો હતો.

અને તમામ ક્રેશ થયેલા વાહનો અમદાવાદથી વડોદરા તરફ જ જઇ રહ્યા હતા.તેવાંમાં એક કારની પાછળ બીજી કારએ ટક્કર મારી હતી. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના બધી જ કાર છે.

કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ થાય છે : આ અકસ્માતમાં ગાડીઓની સ્પીડ ઓછી હોવાને લીધે જ આ અકસ્માતોમાં કોઈ જાનહાનિ થવાના કોઈ સમાચાર નથી.પણ કારમાં સવાર થયેલ કેટલાક લોકોને થોડી સામાન્ય ઈજાઓ પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published.