સવારે નાસ્તામાં શું ખવાય? મોટાભાગના લોકોને આ ખબર નથી અને પરિણામે બીમારીને આમંત્રણ આપે છે : તો અહીંથી મેળવી લો સંપૂર્ણ માહિતી…

સવાર-બપોર અને સાંજના ભોજનમાં સવારના નાસ્તાનું અહમ મહત્વ છે. એ જ કારણે ડાયેટ એક્સપર્ટ બ્રેકફાસ્ટને સ્કીપ ન કરવા માટેની સલાહ આપે છે. પણ બ્રેકફાસ્ટમાં અનહેલ્ધી અને અસ્વાસ્થ્યકર ચીજનું સેવન કરવાથી શું ફાયદો? એટલા માટે બહુ જ જરૂરી છે બ્રેકફાસ્ટમાં હેલ્ધી ચીજને ખાવી જોઈએ.

હેલ્ધી બ્રેકફાસ્ટમાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટથી ભરપુર ખાદ્યચીજનું લીસ્ટ ઉમેરવું જોઈએ. જેનાથી બપોર સુધી બીજી કોઈ ચીજ ખાવાની જરૂર ન પડે અને પેટ ભરેલું રહે એવી મહેસુસ થાય! એથી વિપરીત અસ્વાસ્થ્યકર મોર્નિંગ બ્રેકફાસ્ટ શરીરને સવારથી જ સુસ્ત બનાવે છે. લાંબા સમય સુધી આ રીતે એક જ સરખો બ્રેકફાસ્ટ લેવાથી વજનમાં વધારો થાય છે અને ક્રોનિક બીમારી પણ લાગી શકે છે.

ઘણી વાર આપણે બ્રેકફાસ્ટમાં જે ખાતા હોઈએ છીએ એ વિષે આપણને જ જાણ હોતી નથી. અને ઘણાને બ્રેકફાસ્ટમાં શું ખાવું જોઈએ એ વિષેની બહુ જ કન્ફયુઝન રહેતી હોય છે. તો ચાલો આજના આ આર્ટિકલમાં તમારી સમસ્યા અને ઉલજનને આપીએ પૂર્ણવિરામ. જાણીએ કૈંક એવી માહિતી જે વિષે માહિતી હોવી ખુબ જ જરૂરી છે. બીજા દિવસથી નાસ્તામાં શું ખાશો?

સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ?

સવારના નાસ્તામાં ખાઓ ઈંડા :

ઈંડાનું સેવન સામાન્ય રીતે બધા કરતા હોતા નથી એટલે જે લોકો પહેલેથી જ ઈંડાનું સેવન કરતા હોય એ સવારે બ્રેકફાસ્ટમાં ઈંડાનું સેવન કરી શકે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ઈંડા ખાવાથી બપોર સુધી પેટ ભરાયેલ છે એવો અહેસાસ થાય છે. અને ઈંડા અન્ય ભોજનમાં રહેલી કેલેરીની માત્રાને પણ ઓછી કરે છે પરિણામે બ્લડ શુગર અને ઇન્સ્યુલીન લેવલ સ્થિર રહે છે. તમને પસંદ આવે તો બ્રેકફાસ્ટમાં ઈંડામાંથી બનેલ આમલેટ, બાફેલ ઈંડું અથવા કાચું ઈંડું ખાઈ શકો છો.

સવારના નાસ્તામાં દાળિયા :

દાળિયા ખાવાથી માત્ર કેલેરી ઓછી થાય એવું નથી પણ દાળિયામાં રહેલ કોમ્પલેક્સ કાર્બ શરીરને ફાયદો આપે છે. દાળિયામાં બીટા-ગ્લુક્ન હોય છે, જે એક પ્રકારનો ફાઈબર છે અને નિયમિત દાળિયાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવામાં મદદ મળે છે. દાળિયામાં વિશેષ રૂપમાં ઓમેગા-3 ફેટી એસીડ, ફોલેટ અને પોટેશિયમ પણ હોય છે. ઉપરાંત એન્ટીઓક્સિડેંટ પણ હોય છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવમાં મદદ કરે છે.

સવારના નાસ્તામાં ચિયા બી અને અળસી :

ચિયા બી પોષકતત્વોથી ભરપૂર હોય છે અને ફાઈબરનો બેસ્ટ સોર્સ પણ હોય છે. અંદાજીત 28 ગ્રામ ચિયા બી ની અંદર 11 ગ્રામ ફાઈબર હોય છે. સવારના નાસ્તામાં ફાઈબરથી ભરપૂર હોય તેવો ખોરાક લેવામાં આવે તો પેટ ભરેલ હોય તેવું મહેસુસ થાય છે. વધારામાં આપને પસંદ હોય તો બદામનું દૂધ તેમજ નાળીયેરનું દૂધ ચિયા બી સાથે ભેળવીને બ્રેકફાસ્ટમાં લઇ શકાય છે.

એ સાથે અળસીને પણ હેલ્થ માટે બેસ્ટ માનવામાં આવે છે. જેમાં પણ ફાઈબર હોય છે, જે ઇન્સુલીન સેન્સીવીટીને સારી બનાવે છે અને બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછું કરવામાં મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અળસીનું સેવન કરવું જોઈએ. આપને પસંદ આવે એ રીતે લસ્સી, દહીં કે પનીરમાં અળસી ભેળવીને બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો.

સવારના નાસ્તામાં સુકો મેવો :

બેશક! સુકો મેવો સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે ઘણો ફાયદો પણ કરે છે. બ્રેકફાસ્ટમાં પસંદ હોય એ રીતે અને પસંદ હોય એ સુકા મેવાનું સેવન કરી શકાય છે. સ્ટડીઝ મુજબ માનવામાં આવે તો સુકામેવામાં ફેટ લેવલ ઓકે રાખવા માટેની તાકત હોય છે. બધી જ પ્રકારના નટ્સમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને હેલ્ધી મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે ઇન્સુલીન પ્રતિરોધ, હદય રોગ અને ઇન્ફલેમેશનના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો સવારના નાસ્તામાં સુકા મેવાના પાઉડરને દહીં અથવા પનીર સાથે ભેળવીને નિયમિત સેવન કરી શકો છો.

સવારના નાસ્તામાં પનીર :

પનીર એ સવારના બ્રેકફાસ્ટ માટેનું બેસ્ટ ભોજન છે. જેમાં પ્રોટીન વધુ હોય છે અને મેટાબોલીઝ્મને વધારે છે, સાથે પેટ ભરેલ છે એવી ભાવના પણ શરીરમાં પેદા કરે છે. પનીરમાં રહેલ લીનોલીક એસીડ વજન ઘટાડવામાં મદદ કરે છે. એક કપ પનીરમાં 25 ગ્રામ સુધીનું પ્રોટીન મળી રહે છે. એટલા માટે સ્વાસ્થ્યના સુધારા માટે પણ સવારના નાસ્તામાં પનીર ખાવાથી ફાયદો થાય છે.

સવારના નાસ્તામાં ફળ :

ફળ એ સવારના નાસ્તા માટેનો બેસ્ટ વિલ્ક્પ છે. બધી પ્રકારના ફળોમાં વિટામીન, પોટેશિયમ, ફાઈબર હોય છે અને કેલેરી પણ જરૂરીયાત મુજબની હોય છે. સ્વાદમાં ખાટા ફળો વિટામીન સી થી ભરપૂર હોય છે. ફળમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જેનાથી બહુ જ જલ્દી પેટ ભરાય જાય છે અને સ્વાસ્થ્ય માટે જરૂરી એવા પોષક ગુણ પણ મળે છે.

સવારના નાસ્તામાં શું ન ખાવું જોઈએ ?

સવારના નાસ્તામાં સેરીયલ્સ બ્રેકફાસ્ટ :

મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં આ પ્રકારની ખાદ્યચીજનું સેવન કરતા હોય છે પણ શરીરને જાળવવા માટે સવારના નાસ્તામાં આવી ચીજ ખાવી યોગ્ય નથી. સેરીયલ્સ બ્રેકફાસ્ટ એટલે કે મોટાભાગે અનાજમાંથી બનતી ખાદ્યચીજ. જે ચીજોનું લીસ્ટ તો બહુ લાંબુ છે. એટલે આ પ્રકારના ખોરકનું સવારમાં સેવન ન કરવું જોઈએ. બજારમાં મળતા અમુક સેરીયલ્સ બ્રેકફાસ્ટ પ્રોસેસ્ડ કરીને બનાવવામાં આવે છે જેનાથી તેમાં રહેલા પોષકતત્વો શરીરને ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે.

સવારના નાસ્તામાં ફ્રુટ જ્યુસ :

જો તમે વારેવારે ભૂખ લાગવી, વજન વધી જવો અને અન્ય કોઈ જૂની બીમારીની સમસ્યાથી પીડાય રહ્યા હોય તો ખાસ કરીને આ સવારના નાસ્તામાં એટલે કે બ્રેકફાસ્ટમાં ફ્રુટ જ્યુસનું ક્યારેય સેવન કરશો નહીં. એમાં પણ બજારમાં મળતા ફ્રુટ જ્યુસમાં ઘણી આઈટમ મિશ્રિત કરવામાં આવતી હોય છે જેનાથી શરીરને ઘણું જ નુકસાન થાય છે. સવારમાં ખાલી પેટ ફ્રુટ જ્યુસ પીવાથી બ્લડ શુગર વધી શકે છે, કારણ કે અવશોષણની પ્રક્રિયા ધીમી કરવા માટે તેમાં કોઈ  કે રેસા કે ફાઈબર હોતા નથી. ઇન્સુલીનના વધારો અને બ્લડ શુગરમાં ઘટાડો થાય તો પરિણામ સ્વરૂપ થાક, અસ્થિરતા અને ભૂખ મહેસૂસ થવાની સમસ્યા થાય છે.

સવારના નાસ્તામાં ટોસ્ટ અને માખણ :

બ્રેડ બટર અને ટોસ્ટ કે બટર મોટાભાગના લોકો માટે પસંદગીનો બ્રેકફાસ્ટ હોય છે. પણ આપને જણાવી દઈએ કે સવારના નાસ્તામાં આ પ્રકારનો નાસ્તો લેવો શરીરના સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. આ મુજબના બ્રેકફાસ્ટ અસ્વાસ્થ્યકર નાસ્તો કહેવાય. એવી જ રીતે માખણમાં વધુ ટ્રાન્સફેટ હોય છે, જે ખતરનાક કુત્રિમ ફેટ છે. લાંબા સમય સુધી આ મુજબનો બ્રેકફાસ્ટ હદયરોગને જન્મ આપે છે. અને શરીરમાં બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલના લેવલને અસ્ત વ્યસ્ત કરે છે.

સવારના નાસ્તામાં મીઠું દહીં :

ઘણા લોકો એવું માને છે કે મીઠું દહીં બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે પણ આ માન્યતા તદ્દન ખોટી છે. ફ્લેવરવાળું દહીં તો બિલકુલ ન ખાવું જોઈએ. તમે ઈચ્છો તો અને પસંદ હોય તો ઘરમાં બનાવેલ તાજા દહીંનો ઉપયોગ નાસ્તા માટે કરી શકો છો પણ અન્ય કોઈ રીતે દહીંનું સેવન બ્રેકફાસ્ટમાં ન લેવું જોઈએ.

સવારના નાસ્તામાં પૂરી-શાક :

દિવસ દરમિયાન કામની વ્યસ્તતાને કારણે અમુક વ્યક્તિઓ સવારમાં જ રોટલા/રોટલી કે પૂરી-શાક ખાતા હોય છે. તો આવું કરવાથી વજન વધવાના ચાન્સ બહુ જ રહે છે. આખી રાત દરમિયાન ખાલી થયેલ પેટને બ્રેકફાસ્ટમાં લીધેલ હેવી ખોરાકથી વધારે કામમાં લગાડવા જેવી આ વાત છે. એટલે સવારમાં ક્યારેય અનાજમાંથી બનેલ આ મુજબનો હેવી બ્રેકફાસ્ટ ન લેવો જોઈએ.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

આપને આ આર્ટિકલની માહિતી કેવી લાગી? આપ કમેન્ટ કરીને જણાવી શકો છો અને મિત્રો સાથે પણ આ માહિતીને શેયર કરી શકો છો. તો આ માહિતીને કાયમી માટે સેવા કરી લો આપને ખુબ કામ આવશે. આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published.