મને સાઈકલ ચલાવતા પણ નોતું આવડતું પણ બાળકો માટે બસ ચલાવું છું

અમદાવાદમાં 8 વર્ષથી ચાલતી BRTSમાં પેહલી વખત એક મહિલા ડ્રાઈવર બસ ચલાવશે. પતિના અવસાન બાદ નિરાધાર બનેલા વસ્ત્રાલની વીરાંગના બાળકોના ગુજરાન માટે હવે બસ ચલાવીને પણ પોતાની માતા તરીકેની ફરજ નિભાવશે.

અમદાવાદમાં રેખાબહેન કહાર જેઓ BRTS બસ ચલાવનાર એકમાત્ર મહિલા ડ્રાઇવર છે. રેખાબહેન સિંગલ મધર છે અને તેમના બે બાળકોનું ગુજરાન બીઆરટીસ ચલાવી કરે છે. વર્ષ 2015માં પતિ મહેન્દ્ર કહારનું રીક્ષા અકસ્માતમાં મોત થયું અને ઘરની જવાબદારી રેખાબેન પર આવી પડી. પરંતુ રેખાબેનએ પતિનાં નિધન પછી બાળકોનાં ભણતર અને ગુજરાન ચલાવવાની જવાબદારી પૂરી રીતે નિભાવી છે. રેખાબહેન જનવિકાસ સંસ્થામાંથી ડ્રાઈવિંગ શીખ્યા બાદ અમદાવાદમાં એક વર્ષ કેબ ચલાવી અને તેમના આ અનુભવના આધારે તેમને BRTSમાં ડ્રાઈવર તરીકેની નોકરી મળી છે.

વસ્ત્રાલમાં બે બાળકો સાથે રહેતા BRTS ડ્રાઇવર રેખાબહેન કહારનું કેહવું છે કે, હું એક મહિલા છું તેમ છતાં મને ક્યારેય પુરૂષો સાથે ડ્રાઇવિંગનું કામ કરવામાં કોઈ તકલીફ નથી પડી. પહેલા હું મણિનગરથી બોપલ સુધીના રૂટમાં સ્કૂલ બસ ચલાવતી હતી. કોરોનાકાળ બાદ 1લી જૂનથી ફરીથી BRTSની નોકરીમાં જોડાઈ છું. મને સાઇકલ કે બીજુ કોઈ ટૂ વ્હીલર ચલાવતા નથી. આવડતું પણ હું બસ ખૂબ ચપળતાથી ચલાવી શકું છું. ડબલ સીફ્ટ કામ કરી મારા બંને બાળકોને સારું શિક્ષણ આપીશ. સુખ અને દુઃખ માનવીના જીવનમાં જરૂર આવે છે. પરંતુ આ મહિલા ના જુસ્સા ને સો સલામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *