વિદેશ જવાની લાલચમાં યુવતીએ સર્વસ્વ લૂંટાવી દીધું, યુવકે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી એક દિવસ….

પાંડેસરામાં પ્રસિદ્ધ હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવનાર યુવકે ભેસ્તાનની 24 વર્ષીય યુવતીને લગ્ન કરીને કેનેડા લઇ જવાની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીને કેનેડામાં સ્થાઇ થવાના સપના બતાવી યુવકે હવસની શિકાર બનાવી હતી. જોકે, યુવકે વારંવાર ભોગવ્યા પછી તરછોડી દેતા આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભેસ્તાનની 24 વર્ષીય યુવતીને પાંડેસરામાં જાણીતી હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવતા અને મૂળ બનાસકાંઠાના યુવક સાથે વર્ષ 2019માં પરિચય થયો હતો. યુવતી પોતે હોટલમાં નોકરી કરતી હોવાથી આરોપીને ત્યાં અવર જવર વધતા બંને એકબીજા સંપર્કમાં આવ્યા હતા. તેમજ યુવતી તેના પ્રેમમાં પડી ગઈ હતી.

યુવકે યુવતીને લગ્નની લાલચ તો આપી જ હતી. સાથે કેનેડામાં સ્થાયી થઇ ત્યાં જ હોટલ ચાલુ કરવાના સપના બતાવી વારંવાર શરીરસુખ માણ્યું હતું. યુવતી પણ વિદેશમાં સ્થાયી થવાની લાલચે યુવકને પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું. ગત 20મી મેના રોજ પ્રેમીએ તેના પિતા બીમાર હોવાનું કહીને બનાસકાંઠા ગયો હતો.

જોકે, આ પછી પ્રેમી પરત ફર્યો નહોતો અને તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. આમ, યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીને હોટલમાં મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે પણ ગાઢ સંબંધો હતા. આરોપીએ હોટલમાં મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે લગ્ન કર્યાની આશંકા વ્યકત કરી છે.

સુરતઃ શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કામરેજ પોલીસ મથકમાં વધુ એક હની ટ્રેપનો ગુનો નોંધાયો છે. કામરેજના યુવાનને મોબાઈલ પર કોલ કરી લલચાવી ફોસલાવી લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, કામરેજના યુવક સાથે યુવતીએ પરિચય કેળવ્યો હતો. તેમજ આ પછી યુવતી તેની સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો. આમ, યુવતીએ વાતો કરીને યુવકને પોતાની મોહજાળમાં ફસાવી લીધો હતો. તેમજ યુવક પોતાની વાતોમાં ફસાયો હોવાનું જણાતા તેણે પોતાના કાવતરાને અંજામ આપ્યો હતો.

યુવક જાળમાં ફસાતા જ યુવતીએ પાસું ફેંક્યું હતું અને ફોન પર મીઠી મીઠી વાતો કરી શરીરસુખ માણવા માટે તેને પોતાના રૂમ પર બોલાવ્યો હતો. યુવક યુવતીની વાતમાં આવી જઇ મજા માણવાના ઇરાદે તેના ઘરે પહોંચી ગયો હતો. યુવક યુવતી સાથે એકાંત માણવા જાય તે પહેલા જ તેના સાગરીતો આવી ગયા હતા.

તેમજ યુવકને ધાક-ધમકી અને માર મારવાની ધમકી આપી 1.40 લાખની કિંમતનો ચેન લૂંટી લીધો હતો. જેમ તેમ તેમની ચૂંગાલમાંથી છૂટેલા યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. યુવકની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને 2 મહિલાની ધરપકડ કરી લીધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *