ભારતમાં અહીં 1000 લોકોએ બનાવ્યું પત્નીઓની અદલાબદલીનું ગ્રુપ

કેરળમાં પત્નીઓની અદલાબદલીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, WhatsApp અને Messenger પર આ માટે ગ્રુપ પણ બનાવાયા હતા. જેમા લગભગ એક હજાર લોકોને જોડવામાં આવ્યા હતા. Husband Wife Exchange Racketમાં સામેલ 7 લોકોની પોલીસે કોટ્ટાયમથી ધરપકડ કરી છે. 25થી વધુ લોકો પોલીસની દેખરેખમાં છે.

Advertisement

આ લોકોની ધરપકડ ત્યારે થઇ જ્યારે મહિલાએ પોતાના પતિ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, તે અન્ય પુરૂષો સાથે યૌ-ન સં-બંધ બનાવવા માટે મજબૂર કરી રહ્યો હતો. આ પહેલા કાયમકુલમથી પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.

આ મામલે ચાંગનચેરીના ડિપ્ટી એસપી, આર શ્રીકુમારે કહ્યું-‘પહેલા તો તે ટેલીગ્રામ અને મેસેન્જર ગ્રુપ્સમાં સામેલ થયા પછી એક-બીજાને મળતા હતા. અમે ફરિયાદ કરનાર મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે. આ પાછળ એક મોટું કારણ છે અને અમે આ મામલે બાકી આરોપીઓની શોધમાં છીએ.

ધરપકડ કરાયેલા લોકો કેરળના અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમના રહેવાસી છે. પોલીસે એ વાતની પુષ્ટી કરી છે કે, રાજ્યના ઘણા એલિટ ક્લાસના લોકો આ રેકેટનો ભાગ છે.

અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 25થી વધુ લોકો પોલીસની દેખરેખમાં છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થવાની સંભાવના છે. આ રેકેટમાં વ્હોટ્ટસએપ અને મેસેન્જર ગ્રુપમાં 1000થી વધુ સદસ્યો હોવાની શંકા છે.

આ છે સમગ્ર મામલો

રિપોર્ટ અનુસાર, કોટ્ટાયમની એક મહિલાએ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ કોઇ અન્ય વ્યક્તિ સાથે યૌ-ન સં-બંધ બનાવવા માટે તેને દબાણ કરી રહ્યો છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને દોસ્તોને ધરપકડ કરી. આ ધરપકડો બાદ પોલીસને એક્સચેંજ રેકેટ વિશે જાણકારી મળી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *