શું 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ થઇ જશે? જાણો RBI શું કહે છે

ભારતીય રિઝર્વ બેંક દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો માટે એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.ત્યારે આરબીઆઈના જણાવ્યા પ્રમાણે ચાલી ચલણ માં રહેલી આ બધી જૂની નોટો માર્ચ-એપ્રિલથી બહાર થઇ જશે રિઝર્વ બેંકના જનરલ મેનેજર બી.મહેશ દ્વારા આ આપવામાં આવેલ માહિતી પ્રમાણે ખરેખર, આરબીઆઇએ માહિતી આપી છે કે તે આ જૂની નોટોની ચલણમાંથી પાછી ખેંચવાની યોજના પર કામ કરી રહી છે.100 રૂપિયાની જૂની નોટ પણ ચાલુ રહેશે

2 વર્ષ પહેલા RBIએ 100 ની નવી નોટ ચલણ માં આવી હતી.ત્યારે 100 રૂપિયાની નવી નોટ જાંબુડિયા રંગની હતી અને તેને એતિહાસિક સ્થળ રાણી કી વાવને તેમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેને ક્વીન્સ સ્ટેપવેલ તરીકે ઓળખવામાં આવે છે.આ રાણી કી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી છે. અને 2014 માં એટલેકે 4 વર્ષ પહેલા યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કો ની વેબસાઇટ પ્રમાણે રાણી કી વાવ સરસ્વતી નદી સાથે જોડાયેલ છે. ત્યારે યુનેસ્કો એ તેને રાણીનું બિરુદ આપ્યું છે. બી.મહેશે કહ્યું કે નવી નોટો બહાર પાડવાની સાથે પણ જૂની 100 રૂપિયાની નોટોનો ઉપયોગ ચાલુ રહેશે, તે માન્ય ચલણ તરીકે પણ ગણવામાં આવશે.

10 રૂપિયાના સિક્કા બેંક માટે માથાનો દુખાવો સમાન બની ગયા છે.ત્યારે 10 રૂપિયા ના સિક્કો 15 વર્ષ પહેલાં બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ દુકાનદારો અને ઉદ્યોગપતિઓ હજી તેને સ્વીકારવાની ના પાડી રહ્યા છે. ત્યારે તેની માન્યતા અંગે અફવાઓ ફેલાય છે. આને કારણે રિઝર્વ બેંક પાસે 10 રૂપિયાના સિક્કાઓનો પર્વત ઉભો થયો છે.અને આ અંગે RBi ના સહાયક જનરલ મેનેજર બી.મહેશ એ જણાવ્યું છે કે તમામ બેંકે લોકોને 10 રૂપિયાના સિક્કા વિશે જાગૃત કરવા જોઇએ અને આ સિક્કો બંધ કરવાની કોઈ યોજના નથી

Leave a Reply

Your email address will not be published.